ETV Bharat / city

Gujarat Assembly 2022: સરકારી મેડિકલ કોલેજમાં જગ્યા ખાલી છતાં ભરતી નહીં, સરકારે શું કહ્યું, જૂઓ - આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ જવાબ

ગુજરાત વિધાનસભા સત્ર (Gujarat Assembly 2022) શરૂ થતાં જ રાજ્યની 6 સરકારી મેડિકલ કોલેજમાં ભરતી અંગે કોંગ્રેસે આરોગ્ય પ્રધાનને (Congress on Recruitment in Government Medical College) પ્રશ્નો પૂછ્યા હતા. ત્યારે આરોગ્ય પ્રધાને આ અંગે લેખિતમાં જવાબ રજૂ કર્યો હતો.

Gujarat Assembly 2022: સરકારી મેડિકલ કોલેજમાં જગ્યા ખાલી છતાં ભરતી નહીં, સરકારે શું કહ્યું, જૂઓ

author img

By

Published : Mar 23, 2022, 2:28 PM IST

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું (Gujarat Assembly 2022) સત્ર શરૂ થતાં જ રાજયની છ સરકારી મેડિકલ કોલેજ ભરતી પર કૉંગ્રેસના ધારાસભ્ય હિમતસિંહ પટેલ આરોગ્ય પ્રધાન પ્રશ્નો (Congress on Recruitment in Government Medical College) પૂછ્યા હતા.

આરોગ્ય પ્રધાને આપ્યો જવાબ - આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે લેખિતમાં જવાબ (Health Minister Hrishikesh Patel Answer) આપતા જણાવ્યું હતું કે, રાજ્યની 6 સરકારી મેડિકલ કોલેજમાં વર્ગ 1, 2અને 3માં કુલ 2,353 જગ્યા સરકાર દ્વારા ભરવામાં આવી છે. તેની સામે 1,454 જગ્યાઓ ખાલી છે, જેમાં સરકાર દ્વારા ભરવામાં આવેલી 271 જગ્યા કરાર આધારિત અને 180 જેટલી જગ્યા ફિક્સ પગારથી ભરવામાં આવી છે.

આ પણ વાંચો- Gujarat Assembly 2022: વિધાનસભામાં કોંગ્રેસે સરકારને યાદ અપાવ્યું રોજગારી આપવાનું વચન

રાજ્યની વિવિધ સરકારી મેડિકલ કોલેજમાં જગ્યા ખાલી - બી.જે. મેડિકલ કોલેજ અમદાવાદની વાત કરીએ તો, વર્ગ 1, 2 અને 3 મળીને કુલ 720 જેટલી જગ્યા મંજૂર કરવામાં આવી છે. તેમાંથી 482 જગ્યા ભરવામાં આવી છે અને હજી 238 જગ્યા ખાલી છે.

ક્યાં કેટલી જગ્યા ખાલી - જ્યારે વડોદરાની સરકારી મેડિકલ કોલેજમાં 707 જગ્યા મંજૂર કરવામાં આવી હતી. તેમાંથી 486 જગ્યા ભરવામાં આવી હતી ને 231 જેટલી હજી પણ જગ્યા ખાલી જોવા મળી રહી છે. મેડિકલ કોલેજ સુરત 578 જેટલી જગ્યા મંજૂર કરવામાં આવી હતી. તેમાંથી 292 જેટલી જગ્યા ભરવામાં આવી છે અને 186 જેટલી જગ્યા હજી પણ ખાલી છે.

આ પણ વાંચો- Gujarat Assembly 2022 : સરકારે કોરોના કાળની ગ્રાન્ટના 1.25 કરોડ ફાળવ્યા નથી : અમરીશ ડેર

રાજકોટ, ભાવનગર, જામનગરની સ્થિતિ - પી. ડી. યુ. મેડિકલ કોલેજ રાજકોટમાં કુલ 669 જગ્યા મંજૂર કરવામાં આવી હતી. જેમાંથી 389 જગ્યા ભરતી કરવામાં આવી હતી અને 278 જેટલી જગ્યા ખાલી છે. એમ. પી. શાહ. મેડિકલ કોલેજ જામનગરમાં 544 કુલ જગ્યા મંજૂર કરવામાં આવી હતી. તેમાંથી 198 જગ્યા ભરવામાં આવી હતી. હજી 246 જેટલી જગ્યા ખાલી છે. સરકારી મેડિકલ કોલેજ ભાવનગરમાં કુલ 589 જગ્યા મંજૂર કરવામાં આવી હતી જેમાંથી 306 જગ્યા ભરવામાં આવી છે અને 283 જેટલી જગ્યા ખાલી જોવા મળી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.