ગાંધીનગર: ગુજરાત વિધાનસભાગૃહમાં સામાન્ય વહીવટી વિભાગ માહિતી પ્રસારણ વિભાગ અને કાયદા વિભાગ પર બજેટની સામાન્ય ચર્ચા યોજાઇ(general discussion budget took place) હતી જેમાં કોંગ્રેસના ધારાસભ્ય(Congress MLA) કિરીટ પટેલે વિધાનસભા ગૃહમાં નિવેદન આપ્યું હતું કે રાજ્યમાં જુદી જુદી અદાલતોમાં કુલ 18,56,427 પેન્ડિંગ કેસ(Pending case) છે. જ્યારે આ પેન્ડિંગ કેસોને ડિસ્પોઝ કરવા(To dispose of pending cases) માટે કુલ 227 જેટલા વર્ષ લાગે તેટલો સમય જોઈશે જ્યારે દેશના સાત રાજયોમાં એક પણ પેન્ડિંગ કેસ નહીં હોવાનું નિવેદન પણ કિરીટ પટેલે વિધાનસભાગૃહમાં આપ્યું હતું.
સ્પેશિયલ કોર્ટમાં જજની નિમણૂક કરો - કિરીટ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા સ્પેશિયલ કોર્ટની રચનાઓ(Formation of Special Court) કરી દેવામાં આવે છે પરંતુ તેમાં સ્પેશિયલ જજની નિમણુક (Appointment of Special Judge0કરવામાં આવતી નથી ત્યારે રાજ્ય સરકાર દ્વારા સ્પેશિયલ કોર્ટના જજની નિમણૂક કરવી જરૂરી છે આ ઉપરાંત ડાયરેક્ટર ઓફ ટ્યુશન(Director of Tuition) સ્વતંત્ર હોવું જોઇએ સરકારી વકીલની નિમણૂક રાજકીયના હોવી જોઈએ તેવું પણ નિવેદન અને આપશે વિધાનસભાગૃહમાં કિરીટ પટેલે કર્યા હતા. આ દરમિયાન કાયદા પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ પોઈન્ટ ઓફ ઓર્ડર (Point of order)લઈને સરકારી વકીલોની નિમણૂક કલેકટરની કમિટી કરતી હોય છે જ્યારે આ નિમણૂક સંપૂર્ણપણે પારદર્શક હોવાની જાહેરાત પણ રાજેન્દ્ર ત્રિવેદીએ કરી હતી.
આ પણ વાંચો: Corona Death Toll : કોરોનાના મૃત્યુ આંક છુપાવી રહી છે સરકાર : ડો. કિરીટ પટેલ
વહીવટી વિભાગમાં અનેક જગ્યાઓ ખાલી - વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ વિધાનસભા ગૃહમાં ચર્ચા (Debate in the Legislative Assembly)દરમિયાન સામાન્ય વહીવટી વિભાગો બાબતે નિવેદન આપ્યું હતું કે સામાન્ય વહીવટી વિભાગ સરકાર રચાય છે અને એ વિભાગ દ્વારા જ સરકાર કાર્યરત હોય છે ત્યારે 31 ડીસેમ્બર 2021ની પરિસ્થિતિ એ વર્ગ 1, 2 અને 3માં અનેક જગ્યાઓ ખાલી પડી છે સેક્શન અધિકારીઓની જગ્યાઓ પણ ખાલી પડી છે ત્યારે સરકાર આ ખાલી પડેલ જગ્યા પર વહેલી તકે ભરે કરે આ સાથે જ રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવતા તમામ સાહિત્ય ઉપર ભગવો કલર રાખવામાં આવ્યો છે તે બાબતે સુખરામ રાઠવા નિવેદન કર્યું હતું કે સરકાર સરકારી પુસ્તકોનું પણ એક નીતિ નક્કી કરે અને સરકારી ચોપડી ઉપર ભગવો કલર કેમ રાખવામાં આવે છે. તે બાબતનો પણ પ્રશ્ન વિધાનસભાગૃહમાં સુખરામ રાઠવા કર્યો હતો.
આ પણ વાંચો: ગાંધીનગર જિલ્લામાં વર્ગ-3નો અધિકારી કરોડોનો આસામી, MLA કિરીટ પટેલે કરી કલેક્ટરને અરજી
કર્મચારીઓની માનસિકતા ખરાબ : નૌશાદ સોલંકી - ગુજરાત રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ બાબતે નવસાદ સોલંકી એ વિધાનસભાગૃહમાં પોતાના વક્તવ્યો દરમિયાન આક્ષેપ કર્યા હતા કે સામાન્ય વહીવટ વિભાગે આ બધા વિભાગોનું નિયંત્રણ કરે છે લોકોના હિત માટેના ઠરાવ કરે છે પરંતુ જે વહીવટી વિભાગમાં જે કર્મચારીઓની માનસિકતા છે. જેમાં સરકારની ઇચ્છા હોય તો પણ તેઓ કરીને ફાયદો ગૂંચવી નાખે છે. સામાન્ય ભૂલોને કારણે ખોટી ખોટી મહેનત કરવાની પરિસ્થિતિ પણ ઊભી થાય છે. અત્યારે નિયમોના ખોટા અર્થઘટન કરીને ભરતી પ્રક્રિયામાં પણ અનેક ગૂંચવાડા ઊભા થાય છે. વર્ષો સુધી હાઈ કોર્ટમાં કેસ ચાલે છે જેથી યુવાનોને રોજગારી પણ મળતી નથી. આ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન દેવેન્દ્ર પટેલને પણ રજૂઆત કરવામાં આવી હતી.
લોકશાહીના ધબકારા બાબતે વિપક્ષ અકળાયું - વિધાનસભાની કાર્યવાહી બાદ રાજ્ય સરકાર દ્વારા ટીવી ચેનલના માધ્યમથી લોકશાહીના ધબકારા 30 મિનિટનું રિલીઝ કરવામાં આવે છે. ત્યારે આ લોકશાહીના ધબકારામાં પણ વિપક્ષની બાદબાકી કરાતી હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસના ધારાસભ્ય રાજેશકુમાર ગોહિલે કર્યા હતા જ્યારે આ લોકશાહીના ધબકારામાં ફક્ત એક જ તરફનું બતાવી રહ્યું છે કે જ્યારે સરકારી કાર્યક્રમમાં પણ કોંગ્રેસના ધારાસભ્યોને આમંત્રણ આપવામાં આવતું નથી સાથે જ તકતીના લોકાર્પણમાં પણ વિપક્ષનો કોઈ નામ હોતું નથી. ત્યારે લોકશાહીના ધબકારામાં વિપક્ષને જગ્યા આપવામાં આવી તેવી માંગ પણ વિધાનસભા ગૃહમાં કરવામાં આવી હતી.