ગાંધીનગર: ગુજરાત વિધાનસભાગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યોએ ડ્રગ્સ (Drugs In Gujarat)બાબતે સરકાર પર અનેક પ્રકારના આક્ષેપ કર્યા હતા. રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ વિધાનસભા (Gujarat Assembly 2022)માં સ્ફટોક નિવેદન આપ્યું હતું કે, જો વર્ષ 2020માં મુંબઈ મહારાષ્ટ્ર સરકારે આ બાબતે કામ કર્યું હોત તો અત્યારે વર્ષ 2021-22માં ગુજરાત પોલીસે (Gujarat Police Drug Case) આ કામ ન કરવું પડ્યું હોત, જેમાં મુંબઈનો સલીમ નામનો આરોપી પાકિસ્તાનથી ડ્રગ્સ મંગાવે છે અને આ ડ્રગ્સ હેન્ડલર સલીમને ગુજરાત પોલીસે પકડ્યો છે.
ડ્રગ્સનું ફેમસ સ્પોટ મુંબઇ- રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ વિધાનસભાગૃહમાં ગૃહ વિભાગની ચર્ચામાં જણાવ્યું હતું કે, છેલ્લા અનેક દિવસોથી ડ્રગ્સની વાત સાંભળું છું, પણ જે રાજ્યમાં ડ્રગ્સ પકડાયું (Mundra Port Drugs) નથી તે બાબતની કોઈપણ પ્રકારની ચર્ચા થઈ નથી. અત્યારે સમગ્ર દેશમાં મુંબઈ અને રાજસ્થાન ખૂબ જ ફેમસ છે. જ્યારે ડ્રગ્સ બાબતે મુંબઈ મેઇન સ્પોટ છે અને અફીણની ખેતીમાં રાજસ્થાન મોખરે છે. સમગ્ર દેશમાં ડ્રગ્સ પકડવા (mundra port drug haul)બાબતે ગુજરાત સરકાર કડકમાં કડક પગલાં લઇ રહી હોવાનું નિવેદન પણ સંઘવીએ કર્યું હતું.
આ પણ વાંચો: Mundra Port Drug Haul Case: 21 હજાર કરોડના ડ્રગ્સ મામલે NIAની ચાર્જશીટમાં થયાં ચોંકાવનારા ખુલાસા
સરહદી જિલ્લાઓમાં આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન બનશે- વિધાનસભા ગૃહમાં ભાજપના ધારાસભ્ય વાસણ આહિર અને કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સરહદી વિસ્તારમાં પોલીસ સ્ટેશનની માંગ કરી હતી. જે બાબતે આજે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પોતાના વક્તવ્યમાં વિધાનસભાગૃહમાં જાહેરાત કરી હતી કે, સરહદી જિલ્લાઓમાં આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન (Outpost police station In Gujarat) બનવાની તૈયારી રાજ્ય સરકારે શરૂ કરી છે અને ટૂંક સમયમાં જ ત્યાં આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન પણ તૈયાર થઇ જશે.
કોરોનામાં શહીદ થનારા તમામ પોલીસ કર્મીઓને સહાય ચૂકવાય- હર્ષ સંઘવીએ વિધાનસભાગૃહમાં કોરોના (Corona In Gujarat)માં જે પોલીસના જવાનો શહીદ થયા છે તે તમામના પરિવારજનોને 25 લાખ રૂપિયાની આર્થિક સહાય નિયમ પ્રમાણે ચૂકવવામાં આવી છે, જ્યારે હજુ પણ અમુક શહીદ થયેલા પોલીસ પરિવારજનોને ટેકનિકલ કારણોથી સહાય ચુકવવામાં આવી નથી. આ બાકી રહેલા પરિવારજનોને પણ વહેલી તકે સહાય ચૂકવી દેવામાં આવશે. વિધાનસભા ગૃહમાં હર્ષ સંઘવીએ એવું પણ નિવેદન આપ્યું હતું કે, અમારી સરકારમાં કોઈપણ સભ્ય પૂર્વ નથી અને જ્યારે પણ બોલવાનું હોય કે કોઈ પણ કામ કરવાનું હોય ત્યારે પ્રદિપસિંહ જાડેજાની સલાહ પણ લેવામાં આવે છે.
ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત- મહિલાઓની સુરક્ષા (Women Safety In Gujarat) બાબતે પણ વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યોએ અનેક પ્રકારના રાજ્ય સરકાર પર આક્ષેપ કર્યા હતા. ત્યારે હર્ષ સંઘવીએ પ્રત્યુત્તર આપતાં જણાવ્યું હતું કે, મહિલાઓ ગુજરાતમાં સંપૂર્ણપણે ભયમુક્ત અને સુરક્ષિત છે. તેઓ રાત્રે ફરી શકે છે, જ્યારે વાસના ભૂખ્યા વરૂ પોતાની વાસના સંતોષવા માટે છેલ્લી કક્ષાએ જાય છે અને નાની બાળકીઓને પણ પોતાની હવસનો શિકાર બનાવે છે. આ ઘટના માફીને લાયક પણ નથી. આવી ઘટનામાં પક્ષ અને વિપક્ષે સાથે મળીને કામ કરવું જોઈએ. જ્યારે આપણું ગુજરાત રાજ્ય સુરક્ષિત રાજ્ય પણ નથી આવા સ્ટેટમેન્ટ પણ કોઈપણ સભ્યોએ આપવા જોઈએ નહીં. કારણ કે આપણું ગુજરાત એક સૌથી સુરક્ષિત રાજ્ય છે.
ધોળકા બાબતે હર્ષ સંઘવીનો ખુલાસો- ધોળકા બાબતે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વિધાનસભાગૃહમાં સવાલ કર્યો હતો તેના પ્રત્યુત્તરમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં કોઇપણ સમાજને વચ્ચે લાવવો ન જોઈએ. તે એક દીકરી જ છે, જ્યારે આવી ઘટના પાછળ આપણે સૌ ભેગા મળીને કામ કરવું જોઈએ. ધોળકા કેસ (Crime In Gujarat) બાબતે કુલ 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને ગ્યાસુદીન શેખ અને ઇમરાન ખેડાવાલા સાથે ચર્ચા પણ કરવામાં આવી છે અને જો તથ્ય હશે તો એમને આપેલી સૂચના મુદ્દે પણ તપાસ કરવામાં આવશે. જ્યારે આ સમગ્ર ઘટના બાબતે અધિકારીઓને પણ કડક સૂચના આપીને વહેલી તકે તપાસ કરવાની સૂચના આપી છે. સુરત ગ્રીષ્મા કેસ બાબતે પણ આજે જ તમામ લોકોની જુબાની લેવાઇ ગઇ છે.