ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં વિજય રૂપાણી સરકાર હોય કે ભૂપેન્દ્ર પટેલની સરકાર (Bhupendra Patel Government) હોય આ બંને સરકારો દ્વારા રાજ્યના મહાનગરોમાં ટીપી સ્કીમની અનેક જાહેરાતો કરવામાં આવતી હતી. આજે વિધાનસભાગૃહ (Gujarat Assembly 2022)માં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પૂછેલા પ્રશ્નમાં ફક્ત અમદાવાદ શહેરમાં જ છેલ્લા અનેક વર્ષોથી કુલ 174 જેટલી ટીપી સ્કીમ (tp scheme gujarat) પડતર હોવાનું ગૃહમાં સામે આવ્યું છે.
છેલ્લા 2 વર્ષથી અનેક ટીપી સ્કીમ પડતર
વર્ષ | પડતર ટીપી સ્કીમ |
1987 | 3 |
1991 | 1 |
1992 | 1 |
2000 | 3 |
2003 | 6 |
2004 | 3 |
2005 | 6 |
2006 | 18 |
2007 | 4 |
2008 | 1 |
2009 | 4 |
2010 | 4 |
2011 | 6 |
2012 | 14 |
2013 | 11 |
2014 | 8 |
2015 | 5 |
2016 | 13 |
2017 | 22 |
2018 | 28 |
2019 | 13 |
કુલ | 174 |
બિલ્ડરના લાભાર્થે સ્કીમ મંજૂરી આપવામાં આવે છે
કોંગ્રેસના વિધાનસભાના નેતા શૈલેષ પરમારે આક્ષેપ કર્યો હતો કે, અમદાવાદની 174 ટીપી સ્કીમો (tp scheme ahmedabad) વર્ષોથી પડતર છે. સરકાર દર વર્ષે સૌથી વધારે ટીપી સ્કીમને મંજૂર (tp scheme permission gujarat) કરવાનો દાવો કરે છે. પણ બિલ્ડરોના લાભાર્થે અને સરકારને અનુકૂળ હોય તેવી જ ટીપી સ્કીમની મંજૂરી આપવામાં આવે છે. ટીપી સ્કીમોમાં અગ્રતા મુજબ મંજૂરી આપવામાં આવતી નથી તેના કારણે 20 વર્ષ કરતાં વધુ સમયથી અનેક ટીપી સ્કીમો પડી રહી છે અને તેના કારણે વિકાસ થઇ શકતો નથી.
ACBએ લાંચ બાબતે 372 કેસ કર્યા
કોંગ્રેસ દ્વારા હંમેશા સરકારી કર્મચારીઓ ભ્રષ્ટાચાર કરે છે તેવા આક્ષેપ કરવામાં આવે છે, પરંતુ આજે વિધાનસભાગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય ભગાભાઈ બારડે એન્ટી કરપ્શન બ્યુરો (anti corruption bureau gujarat) દ્વારા વર્ગ 1, 2, 3 અને 4ના અધિકારીઓ વિરુદ્ધ કેટલા કેસ (corruption cases in gujarat) કરવામાં આવ્યા છે તેવો પ્રશ્ન કરવામાં આવ્યો હતો. તેના પ્રત્યુત્તરમાં રાજ્ય સરકારના ગૃહવિભાગ દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો કે, વર્ષ 2020 અને 2021ના વર્ગ-1ના 14, વર્ગ-2ના 60 વર્ગ-3ના 253 અને વર્ગ-4ના 9 તથા 141 વચેટિયાઓ વિરુદ્ધ ગુના નોંધવામાં આવ્યા છે. આમાં કુલ 372 કેસમાં 71 આરોપીઓની ધરપકડ પણ થઈ નથી. આમ ગુનાઓ નોંધાયા બાદ સરકારી કર્મચારીઓને (corruption by government officials Gujarat) પણ ભ્રષ્ટાચાર બદલ સરકાર પકડી શકતી ન હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસે કર્યો હતો.
નર્મદાના પાણી પહોંચાડવા મુદ્દે સરકારનો ખુલાસો
નર્મદાના પાણી ઉત્તર ગુજરાત (narmada water to north gujarat), સૌરાષ્ટ્ર અને કચ્છમાં પહોંચાડવા બાતે કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ રાજ્ય સરકારને પ્રશ્ન કર્યો હતો. તેમણે પ્રશ્ન કર્યો હતો કે, 31 ડિસેમ્બર 2021ની પરિસ્થિતિમાં 121 મીટરથી ઉપરના નર્મદાના પાણી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પહોંચાડવા અંદાજીત કેટલો ખર્ચ નોંધાયો છે? આ બાબતે રાજ્ય સરકારે 31 ડિસેમ્બર 2021ની પરિસ્થિતિમાં કુલ 21,651 કરોડનો ખર્ચ કર્યો છે.
આ પણ વાંચો: Gujarat Assembly 2022: મહિલા PSI પર હુમલાના પડઘા વિધાનસભામાં પડ્યાં, કોંગ્રેસે કર્યું વોકઆઉટ
2021-22માં 714.43 કરોડની ગ્રાન્ટ મળી
વર્ષ 2020માં કુલ 26 દિવસ પાણીનો ઓવરફ્લો નોંધાયો હતો જ્યારે વર્ષ 2021માં નર્મદા બંધ ઓવરફ્લો થયો નથી, જ્યારે ગાંધીનગર ધારાસભ્ય ડોક્ટર સી.જે. ચાવડાએ આ માટે કેટલી ગ્રાન્ટ (narmada water supply grant) કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે તેવો પ્રશ્ન કર્યો હતો. તે બાબતે રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, વર્ષ 2019-20, 2020-21 અને વર્ષ 2021-22માં અનુક્રમે 967.08 કરોડ, 420.30 કરોડ અને 714.43 કરોડની ગ્રાન્ટ મળી છે, જે તમામ ગ્રાન્ટ વપરાઈ ગઈ હોવાનો જવાબ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.