ETV Bharat / city

Gujarat Assembly 2022 : સરકારી શાળાઓમાં ઓરડાઓની ઘટ કેટલી તેનો શિક્ષણપ્રધાને આપ્યો જવાબ - વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર

વિધાનસભામાં (Gujarat Assembly 2022) કોંગ્રેસના ધારાસભ્યોએ શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીને સરકારી પ્રાથમિક શાળાઓમાં ઓરડાઓની અછત અંગે પૂછેલા પ્રશ્નના (Gujarat Congress Questions in Vidhansabha )જવાબમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. કઇ હાલમાં સરકારી શાળાઓ છે તે જાણવા કરો ક્લિક.

Gujarat Assembly 2022 : સરકારી શાળાઓમાં ઓરડાઓની ઘટ કેટલી તેનો શિક્ષણપ્રધાને આપ્યો જવાબ

author img

By

Published : Mar 7, 2022, 2:52 PM IST

Updated : Mar 8, 2022, 1:55 PM IST

ગાંધીનગરઃ વિધાનસભામાં (Gujarat Assembly 2022)કોંગ્રેસના ધારાસભ્યોએ શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીને રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં ઓરડાઓની (Classrooms in state government schools )અછત અંગે પૂછેલા પ્રશ્નના (Gujarat Congress Questions in Vidhansabha ) જવાબમાં (Education Minister Jitu Waghan's reply in the assembly) ચોકાવનારી વિગતો સામે આવી હતી. રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં 19,128 ઓરડાઓની ઘટ છે.

શાળાઓના ઓરડા મુદ્દે સરકાર અને વિપક્ષ દ્વારા વિધાનસભામાં સવાલ જવાબ

14 જિલ્લાઓની શાળામાં એક પણ ઓરડો બન્યો નહીં

રાજ્યની સરકારી પ્રાથમિક શાળામાં 19,128 ઓરડાઓની ઘટ છે. વર્ષ 2020-21 માં રાજ્યમાં 972 ઓરડાઓ જ બનાવવામાં આવ્યા છે. રાજ્યમાં 14 જિલ્લાઓમાં વર્ષ 2020-21 માં એકપણ ઓરડો બનાવવામાં આવેલો નથી.

આ પણ વાંચોઃ કામરેજના ધારાસભ્યને કોંગ્રેસના કાર્યકરોએ ગાજર-લોલીપોપ આપ્યા ભેટ...!

છેલ્લા વર્ષોની સ્થિતિ

વર્ષ 2015માં શિક્ષણપ્રધાને ગૃહમાં માહિતી આપી હતી કે, રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં 8,388 ઓરડાઓની ઘટ હતી. 2018 ના જવાબ પ્રમાણે 16,008 ઓરડાઓની ઘટ હતી.2021 માં 18,537 ઓરડાઓની ઘટ હતી. જ્યારે 2022 માં 19,128 ઓરડાઓની ઘટ (Classrooms in state government schools ) છે.

આ પણ વાંચોઃ બાળકોના ભવિષ્ય સાથે ચેડા, વર્ગખંડ વિના જ ભણી રહ્યા છે બાળકો

આ પણ વાંચોઃ Congress Protest : સરકારને વારંવાર રજૂઆત છતાં અમરેલીમાં ખેડૂતોને માટી ન અપાતાં કોંગ્રેસનો વિરોધ

સૌથી વધુ આ જિલ્લાઓમાં ઘટ

રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં સૌથી વધુ ઘટ બનાસકાંઠા 1532, કચ્છ 885 ,ખેડા 1089 ,પંચમહાલ 1209, ભાવનગર 966 અને સાબરકાંઠા 941 જિલ્લામાં (Classrooms in state government schools )જોવા મળે છે.

આ પણ વાંચોઃ સરકારી શાળાઓમાં કેમ ઓરડા ઓછા છે, કોંગ્રેસના સવાલ પર વિધાનસભામાં ઘેરાઈ રાજ્ય સરકાર

બનાસકાંઠાની પ્રાથમિક શાળાઓમાં 2,000 ઓરડાની ઘટ : ગેનીબેન ઠાકોર

બનાસકાંઠાના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સરકારી પ્રાથમિક શાળાઓમાં ઓરડા અને વીજળીની ઘટ અંગે બોલતાં જણાવ્યું હતું કે, બનાસકાંઠામાં સરકારી પ્રાથમિક શાળાઓમાં ઓરડાઓ જર્જરિત થઇ ચૂક્યા છે. 02 હજાર ઓરડાઓની ઘટ સામે સરકારે ફક્ત 74 ઓરડાની ફાળવણી કરી છે. શિક્ષણ નીતિમાં વિવિધ પ્રયોગો કરીને સરકાર બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરી રહી છે. કોંગ્રેસ સરકારે ભેગી કરેલી પ્રોપર્ટી વેચવાનું કાર્ય ભાજપ સરકાર કરી રહી છે.

ભાજપના રાજમાં 2.5 લાખ શાળાઓના ઓરડા બન્યા: જીતુ વાઘાણી

ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં ઓરડાઓની અછત છે. તે વિશે જવાબ આપતા શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, વિપક્ષે આ પ્રશ્ન ઉઠાવ્યો તેનાથી આનંદ છે. કેટલાક ઓરડાઓ કોરોના કાળમાં બનાવવાના રહી ગયા છે. જે શાળાઓમાં ઓરડાઓ જર્જરિત છે, ત્યાં અન્ય ઓરડાઓ ભાડે પણ લેવાય છે. 2.5 હજાર જેટલા ઓરડાનું બાંધકામ અત્યારે ચાલુ છે. નવા 10 હજાર ઓરડા બનવા જઈ રહ્યા છે. જેના માટે 937 કરોડની જોગવાઈ બજેટમાં કરાઈ છે. ઘણીવાર ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ અને ટેન્ડર રદ થવાથી પણ મોડું થાય છે. ગુજરાતમાં ભાજપના શાસનમાં 2.5 લાખ જેટલાં સરકારી શાળાના ઓરડાઓ બન્યા છે.

Last Updated : Mar 8, 2022, 1:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.