ગાંધીનગર: રાજ્ય ચૂંટણી આયોગ (state election commission gujarat) દ્વારા 19 ડિસેમ્બરના રોજ રાજ્યના તમામ જિલ્લાઓના અનેક ગ્રામ્ય વિસ્તારની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. 19 ડિસેમ્બર રવિવારના રોજ કુલ 8,484 ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી (Gram Panchayat Election 2021) યોજાશે. સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા (gram panchayat election voting gujarat) હાથ ધરવામાં આવશે.
ચૂંટણીની વિગતો
સંપૂર્ણ બિનહરીફ ગ્રામપંચાયત | 1,167 |
સંપૂર્ણ બિનહરીફ સરપંચ | 1,167 |
સંપૂર્ણ બિનહરીફ સભ્ય/વોર્ડ | 9,669 |
અંશતઃ બિનહરીફ ગ્રામ પંચાયત | 6,446 |
અંશતઃ બિનહરીફ સરપંચ | 451 |
અંશતઃ બિનહરીફ સભ્ય/વોર્ડ | 26,254 |
ખાલી રહેલી બેઠકો ગ્રામ પંચાયત | 2,651 |
ખાલી રહેલી બેઠકો સરપંચ | 65 |
ખાલી રહેલી બેઠકો સભ્ય/વોર્ડ | 3,155 |
હરીફાઈમાં રહેલી ગ્રામપંચાયતોની વિગતો
ગ્રામ પંચાયત | 8,684 |
સરપંચ | 8,560 |
સભ્ય વોર્ડ | 53,507 |
હરીફાઈમાં રહેલા ઉમેદવાર
ગ્રામ પંચાયત | 8,684 |
સરપંચ | 27,200 |
સભ્ય | 1,19,998 |
મતદાન મથકની સંખ્યા | 23,097 |
સંવેદનશીલ મતદાન મથકો | 6,656 |
અતિ સંવેદનશીલ મતદાન મથકો | 3,074 |
ઉપલબ્ધ મતપેટીઓ | 59,694 |
ચૂંટણીમાં ઉપયોગમાં લેવાનાર મતપેટીઓ | 37,429 |
ચૂંટણી અધિકારીઓ | 2,546 |
મદદનીશ ચૂંટણી અધિકારી | 2,827 |
પોલીંગ સ્ટાફ | 1,37,466 |
પોલીસ સ્ટાફ | 51,747 |
મતદારોની કુલ સંખ્યા | 1,82,15,013 |
મહિલા મતદારો | 88,45,811 |
પુરુષ મતદારો | 93,69,202 |
હવે ઘરેઘરે જઈને ચૂંટણી પ્રચાર
રાજ્ય ચૂંટણી આયોગના નોટિફિકેશન પ્રમાણે 17 ડિસેમ્બર સાંજના 6:00થી સંપૂર્ણ આચારસંહિતા (code of conduct for gram panchayat election 2021) લાગુ થઈ જશે, જેથી હવે કોઈપણ ઉમેદવાર જાહેરમાં મોટી સભા યોજીને ચૂંટણીનો પ્રચાર પ્રસાર કરી શકશે નહીં, જેથી હવે ઉમેદવાર ઘરેઘરે જઈને બેઠક યોજીને ચૂંટણી પ્રચાર કરી શકશે.
કોઈ પક્ષના નેજા હેઠળ નથી થતી ચૂંટણી
ગ્રામ પંચાયતની ચૂંટણીની વાત કરવામાં આવે તો આજે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સત્તાવાર રીતે જાહેરનામું પ્રસિદ્ધ થશે. એટલું જ નહીં પંચાયતની ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોના ફોર્મ ભરવાનું આજથી પ્રારંભ કરવામાં આવશે, જેમાં પંચાયતની ચૂંટણી કોઈ રાજકીય પક્ષના બેનર હેઠળ આવતી નથી તેમ છતાં પણ અનેક પક્ષો દ્વારા પાછલા બારણે હસ્તક્ષેપ કરીને પંચાયતો પર રાજકીય કબજો મેળવવાના પ્રયત્ન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હવે 12 મહિના બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી (gujarat assembly election 2022 ) આવી રહી છે, ત્યારે ગ્રામ વિસ્તારની ચૂંટણી મહત્વની સાબિત થશે.
2,06,53,374 મતદારો કરશે માતાધિકારનો ઉપયોગ
19 ડિસેમ્બરના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં 2 કરોડથી વધારે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ ઉપરાંત 27 હજારથી વધુ મતદાન મથકો ઉપર 37,429 મતપેટીઓ મુકવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગ્રામ્ય વિસ્તારોમાં EVMથી ઇલેક્શન થતું નથી, જેથી ગ્રામ્ય વિસ્તારોનું ઇલેક્શન બેલેટ પેપર (gram panchayat election ballot paper)થી કરવામાં આવશે.
21 ડિસેમ્બરના રોજ યોજાશે મતગણતરી
19 ડિસેમ્બરના રોજ ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી થયા બાદ તમામ પેઢીઓને એક જ ગ્રૂપમાં પોલીસની નજર અને સુરક્ષા હેઠળ રાખવામાં આવશે. ત્યારબાદ 21 ડિસેમ્બરના રોજ મત ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને જરૂર જણાય તો 20 ડિસેમ્બરના રોજ પુન: મતદાન કરવામાં આવશે. 21 ડિસેમ્બરના રોજ મતગણતરી (gram panchayat election vote counting) હાથ ધરવામાં આવશે અને 24 ડિસેમ્બરના રોજ ચૂંટણી પ્રક્રિયા પૂરી કરવાની જાહેરાત પણ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવી છે.
આ પણ વાંચો: Gram Panchayat Election 2021: જૂનાગઢ જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણી માટે વહીવટીતંત્ર સજ્જ, તૈયારીઓ પૂર્ણ
આ પણ વાંચો: Gram Panchayat Election 2021: પૂર્વે ઉનાઈના ચરવીમાં કોંગી ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો