- રાજ્ય સરકારની વિચારણા
- ફેસિલીટી આઇસોલેશન સેન્ટર સરકારની વિચારણા હેઠળ
- હોમ આઈસોલેશનને કારણે કેસ વધતાં હોવાનું તારણ-સૂત્ર
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાની બીજી વહેર વધુ ધાતક બની રહી છે. રાજ્યની હોસ્પિટલમાં જગ્યા નથી. તેના કરતા વધારે તો પોઝિટિવ કેસો સામે આવ્યા છે. સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને હોમ આઇસોલેશન કરવાની પરિસ્થિતિ ઉભી થઇ છે. જેથી અમુક દિવસોના અંતરોમાં ઘરના બીજા સભ્યોને પણ કોરોના સંક્રમણ થવાની શક્યતાઓ વધી જાય છે. તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા આવનારા દિવસોમાં ફેસિલીટી આઇસોલેશન સેન્ટર શરૂ કરવાની વિચારણા કરવામાં આવી છે. જ્યારે આ સમગ્ર બાબતે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ આ વાતને લઇને રાજ્ય સરકારનુ ધ્યાન દોર્યું છે.
આ પણ વાંચો: બારડોલીમાં 30 બેડ સાથે નિઃશુલ્ક આઈસોલેશન સેન્ટર શરૂ કરાયું
વધતાં કેસોને અટકાવવા સરકાર પગલું ભરી શકે છે
જે રીતે રાજ્યમાં પોઝિટિવ કેસનો રાફડો ફાટ્યો છે. જેથી અમુક દર્દીને હોમ ક્વોરેન્ટાઇન થઈને સારવાર કરવાની ફરજ પડી છે. આ દિવસો દરમિયાન પરિવારના અન્ય સભ્યો પણ પોઝિટિવ આવે છે, ત્યારે રાજ્યમાં અનેક એવા પરિવારો છે જેમાં તમામ સભ્યો પોઝિટિવ આવ્યા છે. આવી ઘટનાઓના થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવશે. સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકારનેએ પણ ધ્યાનમાં આવ્યું છે કે, રાજ્યમાં જે રીતે કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે કોરોનાગ્રસ્ત વ્યક્તિ ઘરના અન્ય સભ્યોને સંક્રમણ કરી શકે છે.
આ પણ વાંચો: સુરતમાં નિ:શૂલ્ક ‘કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર’ની સંખ્યા આજે 17 થઈ
પીપીપી ધોરણે ફેસિલીટી આઈસોલેશન સેન્ટર
રાજ્ય સરકારના સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા ફેસિલીટી સેન્ટરની શરૂઆત કરવામાં આવશે, પરંતુ પીપીપી ધોરણે આ આઇસોલેશન સેન્ટરની શરૂઆત કરવામાં આવશે. જ્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતના પ્રવાસે હતા ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ સાથે ફેસિલીટી આઈસોલેશન સેન્ટર બાબતે ચર્ચા કરી હતી. આમ જ્યારે અમિત શાહે કરેલા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ અને આરોગ્ય વિભાગ સાથે કરેલી ચર્ચા પરથી રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટાડવા માટે હવે કેન્દ્ર સરકારની પણ સલાહ લેવામાં આવી રહી છે.