ETV Bharat / city

Global Ayush Summit 2022: આયુષ કાર્યક્રમમાં ખુરશીઓ ખૂટી, પતિ-પત્ની એક જ ખુરશીમાં બેઠેલાં જોવા મળ્યાં - દાહોદમાં પીએમ મોદી

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલી આયુષ સમિટ (Global Ayush Summit 2022)માં મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા. PM મોદીના આ કાર્યક્રમમાં લોકોની સંખ્યા એટલી હતી એક ખુરશીમાં બે બે લોકો બેઠેલા પણ જોવા મળ્યા હતા. દોઢથી 2 કલાક સુધી એક જ ખુરશીમાં લોકોએ બેસીને કાર્યક્રમ નિહાળ્યો હતો.

આયુષ કાર્યક્રમમાં ખુરશીઓ ખૂટી, પતિ-પત્ની એક જ ખુરશીમાં બેઠેલાં જોવા મળ્યાં

author img

By

Published : Apr 20, 2022, 7:12 PM IST

Updated : Apr 20, 2022, 8:25 PM IST

ગાંધીનગર: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે (PM Modi Gujarat Visit) છે. આજે ગાંધીનગરના મહાત્મા મંદિર (gandhinagar mahatma mandir) ખાતે આયુષ સમિટ (Global Ayush Summit 2022) યોજવામાં આવી હતી. આ સમિટમાં આયુષ સાથે સંકળાયેલા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત અનેક ડેલીગેટ પણ જોડાયા હતા. મહાત્મા મંદિરના કેમ્પસ થયેલા આ કાર્યક્રમમાં બેસવાની પણ જગ્યા નહોતી. બેસવાની જગ્યા ન હોવાના કારણે પતિ-પત્ની એક જ ખુરશીમાં બેઠાં હતા. કાર્યક્રમ દરમિયાન પતિ-પત્ની એક જ ખુરશીમાં બેઠેલા જોવા મળ્યા હતા. સતત 2 કલાક સુધી પતિ-પત્નીએ એક જ ખુરશીમાં બેસીને ઈવેન્ટમાં હાજરી આપી હતી.

સતત 2 કલાક સુધી પતિ-પત્નીએ એક જ ખુરશીમાં બેસીને ઈવેન્ટમાં હાજરી આપી.

5થી 6 ખુરશીઓમાં 2-2 લોકો બેઠેલા જોવા મળ્યા- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ (PM Modi's Program In Gandhinagar)માં વધુ સંખ્યા હોવાના કારણે ખુરશીઓની સંખ્યા ઘટી હતી. મીડિયાના કેમેરામેન માટેની જે વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યાં 5થી 6 ખુરશીઓમાં 2-2 લોકો એક જ ખુરશીમાં બેઠેલા જોવા મળ્યા હતા. આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં દોઢથી 2 કલાક સુધી એક જ ખુરશીમાં લોકોએ બેસીને કાર્યક્રમ નિહાળ્યો હતો.

આ પણ વાંચો: PM Modi Gujarat visit : PM મોદી આજે ગાંધીનગરમાં આયૂષ સમિટનું કરશે ઉદ્ઘાટન, શું છે આ સમિટ જાણો...

PM મોદીની પ્રધાનો સાથે મુલાકાત- સમગ્ર કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ આરોગ્ય સંસ્થાના વડા (head of who in gandhinagar), રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને મોરિશિયસના વડાપ્રધાન (PM of Mauritius in gandhinagar) સાથે એક્ઝિબિશન સેન્ટરની મુલાકાત લીધી હતી. PM મોદી ગણતરીના જ સુરક્ષાકર્મીઓ સાથે મહાત્મા મંદિરના સંકુલમાં ફરતા જોવા મળ્યા હતા. સાથે જ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂપેન્દ્ર પટેલની સરકારના તમામ પ્રધાનો સાથે શુભેચ્છા મુલાકાત પણ કરી હતી.

આ પણ વાંચો: Global AYUSH Summit 2022: આયૂષ સેક્ટરમાં પણ રોકાણ વધારવાનો સમય આવી ગયો છેઃ PM

6.15 કલાકે દિલ્હી જવા રવાના- 20 એપ્રિલના રોજ સવારે મહાત્મા મંદિર ખાતેનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાહોદ ખાતે સંમેલન (PM Modi In Dahod)માં હાજરી આપી હતી. PM મોદી સાંજે 6 કલાકની આસપાસ દિલ્હી પરત જવા રવાના થશે. ઉલ્લેખનીય છે કે, હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022)ને ગણતરીના મહિનાઓની જ વાર છે ત્યારે આવનારા દિવસોમાં ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે.

Last Updated : Apr 20, 2022, 8:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.