ETV Bharat / city

GIFT International Arbitration Center : કેન્દ્રીય બજેટ 2022માં થયેલી ગાંધીનગર ગિફ્ટ સિટીને લગતી મહત્ત્વની જાહેરાત - ઈન્ફિનિટી ફોરમ

ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર શરુ કરવાની કેન્દ્રીય બજેટમાં જાહેરાત થઇ છે. ત્યારે આ જાહેરાતને અનુલક્ષી (GIFT International Arbitration Center) વિશેષ વાંચન આ અહેવાલમાં.

GIFT International Arbitration Center : કેન્દ્રીય બજેટ 2022માં થયેલી ગાંધીનગર ગિફ્ટ સિટીને લગતી મહત્ત્વની જાહેરાત

author img

By

Published : Feb 1, 2022, 1:39 PM IST

અમદાવાદઃ કેન્દ્રીય બજેટમાં ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર ( GIFT International Arbitration Center ) શરુ કરવાની દરખાસ્ત નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે કરી છે. આંતરરાષ્ટ્રીયસ્તરના નાણાકીય વિવાદો ઉકેલવાના પ્રયાસરુપે આ સેન્ટર કામ કરશે. કેન્દ્રીય બજેટમાં થયેલી આ જાહેરાતની પશ્ચાદભૂમિકા તરફ ખાસ વિગતો જોઇએ. વર્ષોથી સતત વિકસતી રહેલી આ સિટી ગુજરાતની પ્રતિભાનું પણ પ્રતીક છે.

પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ હોવાથી વિશેષ ધ્યાન

ગિફ્ટ સિટી પ્રોજેક્ટ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ (PM Modi dream project ) એવા ગિફ્ટ સિટીની ( Gujarat International Finance Tec-City ) ડીસેમ્બરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લઇને કામકાજની સમીક્ષા કરી હતી. મુખ્યપ્રધાને ઉચ્ચ અધિકારીઓ સાથે ગિફ્ટ સિટીમાં આવનારા પ્રોજેક્ટ અને વિકાસના કામ બાબતે ઉચ્ચસ્તરીય બેઠકમાં જ કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે કરેલી બેઠક મુદ્દે પણ માહિતી મેળવી હતી.

ગિફ્ટ સિટીની નેમ શું છે?

ગુજરાતની ગિફ્ટ સિટી આંતરરાષ્ટ્રીય નાણાકીય હબનું (International Financial Hub) ગેટ વે ઓફ ઇન્ડિયા બને તેવી નેમ છે. તેથી ભવિષ્યમાં અનેક કોર્પોરેટ કંપનીઓ અને મોટી કંપનીઓ ગિફ્ટ સિટીમાં પોતાના હેડક્વાટર બનાવે તે પ્રકારનું આયોજન પહેલેથી કરાયેલું છે. હાલમાં 200થી વધુ કંપની અહીં કાર્યરત છે અને 12,000 લોકોને રોજગારી પૂરી પાડવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીયસ્તરના નાણાકીય ગેટ વે ઓફ ઈન્ડિયા બનાવવાની દિશામાં વધુ એક કદમ તરીકે ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટરની ( GIFT International Arbitration Center )આજના બજેટની જાહેરાતને સાંકળીને જોવામાં આવી રહી છે.

થોડાસમય પહેલાં જ નાણાંપ્રધાને લીધી હતી બેઠક

નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે નવેમ્બર 2021માં ગિફ્ટ સિટીની મુલાકાત લઇને નાણાં મંત્રાલય અને કોર્પોરેટ બાબતોના મંત્રાલયોના 7 સચિવોની ટીમ સાથે ચર્ચા કરી હતી. ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર (IFSC)ના વિકાસ અને વૃદ્ધિના મુદ્દાઓ પર તે સમયે ચર્ચા કરવામાં આવી હતી. ભારતીય કોર્પોરેટ માટે વૈશ્વિક નાણાકીય સેવાઓના પ્રવેશદ્વાર તરીકે GIFT-IFSCની ભૂમિકા, વૈશ્વિક નાણાકીય વ્યવસાયને ભારત તરફ આકર્ષિત કરવા અને ફિનટેક વૈશ્વિક હબ તરીકે વૃદ્ધિ જેવા ત્રણ મુદ્દાની ચર્ચા થઇ હતી. જે દરમિયાન કેન્દ્રીય નાણાંપ્રધાને ગિફ્ટ સિટીની મુખ્ય માળખાકીય સુવિધાઓને નજરે નિહાળી હતી. સાથે IFSCમાં હાજર વિવિધ હિતધારકો અને એકમો સાથે વાર્તાલાપ કર્યો હતો અને ગિફ્ટ સિટીના ઉપક્રમે દેશને પ્રીમિયર ફાઈનાન્શિયલ સર્વિસ સેન્ટર તરીકે વિકસાવવા અને ભારતમાં તેમજ ભારત બહાર વૈશ્વિક નાણાકીય પ્રવાહ માટે પ્રબળ ગેટવે તરીકે પ્રમુખપણે આગળ કરવાની નેમ દર્શાવી દેવાઈ હતી.

પીએમ મોદીએ ફિનટેક ક્રાંતિ પર ભાર મૂક્યો છે

પીએમ મોદીએ ડીસેમ્બર 2021માં ઈન્ફિનિટી ફોરમનું ઉદઘાટન કરતાં જણાવ્યું હતું કે ફિનટેક પહેલને ફિનટેક ક્રાંતિમાં બદલવાનો સમય આવી ગયો છે. આપને જણાવીએ ઈન્ફિનિટી ફોરમ ફિન ટેક પર વિચારશીલ નેતૃત્વ કરતું ફોરમ છે. જેનું આયોજન ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ ઓથોરિટી (IFSCA) દ્વારા ભારત સરકારના નેજામાં કરવામાં આવ્યું છે. જેમાં ગિફ્ટ સિટી (ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી) (InFinity Forum GIFT City) (Gujarat International Finance Tech-City) અને બ્લૂમબર્ગ સહયોગ કરી રહ્યાં છે. ફોરમના પહેલા આયોજનમાં ઈન્ડોનેશિયા, દક્ષિણ આફ્રિકા અને યુકે ભાગીદાર દેશ બન્યાં હતાં.. ઈન્ફિનિટી ફોરમ ના માધ્યમથી નીતિ, વેપાર અને ટેક્નોલોજી ક્ષેત્રમાં વિશ્વની પ્રખ્યાત પ્રતિભાઓ એકમંચે આવીને ઊંડાણપૂર્વક ચર્ચા કરે છે કે કઈ રીતે ટેક્નોલોજી અને નવીનતાનો ફિન ટેક ઉદ્યોગમાં ઉપયોગ કરી શકાય છે.

ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ પણ ધરાવે છે ગિફ્ટ સિટી

ગિફ્ટ સિટીમાં (Gandhinagar Gift City ) 2021ના ઉત્તરાર્ધમાં ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જની (International Bullion Exchange) શરુઆત પણ થઇ ગઇ છે. જેથી ગિફ્ટ સિટીમાં સોનાની આયાત, એક્સચેન્જ રેટ અને તેનું ટ્રેડિંગ વગેરે બાબતો ધારાધોરણ ઘડાયાં છે. ભારતું આવું પ્રથમ એક્સચેન્જ છે જે ગોલ્ડ પ્રાઈસ નક્કી કરે છે. ગુજરાત ઈન્ટરનેશનલ ફાયનાન્સ ટેક (ગિફ્ટ સિટી)માં ઈન્ટરનેશનલ ફાયનાન્શિઅલ સર્વિસીઝ સેન્ટર ઓથોરિટીના સ્થાપના દિન નિમિત્તે ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ શરૂ કરાયું હતું. આ અંગેની જાહેરાત પણ નાણાંપ્રધાને તેમના બજેટમાં જ કરી હતી.

આ પણ વાંચોઃ લોકસભામાં નાણાંપ્રધાન સીતારમણનો જવાબ, કહ્યું- નીતિઓ પર આધારિત છે બજેટ

સોનાના વેપાર માટે ગિફ્ટ સિટી સજ્જ છે

આ એક્સચેન્જ સ્થાપવા અને સંચાલન કરવા માટે કેન્દ્રએ ઈન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન હોલ્ડિંગ કંપનીનું ગઠન કરવામાં આવ્યું હતું, જેમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ, મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ, ઈન્ડિયા આઈએનએક્સ, આઈએફએસસી, નેશનલ સિક્યુરિટી ડિપોઝિટ લિમિટેડ અને સેન્ટ્રલ ડિપોઝિટરી લિમિટેડ અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીઝ વચ્ચે એમઓયુ (MoU) સાઈન કરવામાં આવ્યા હતાં.

દેશમાં દર વર્ષે 800થી 900 ટન સોનાનો વપરાશ થાય છે. એક અંદાજ મુજબ અહીં દર વર્ષે 800થી 900 ટન સોનાનો વપરાશ થાય છે. આવનાર સમયમાં એવું પણ બની શકે છે કે આ એક્સચેન્જ સોનાનો ભાવ નક્કી કરશે જે આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબ રહેશે. આથી આ એક્સચેન્જનું સોનાની બાબતમાં એક મોટું પગલું કહી શકાય છે. સોનાની કિંમત અને ગુણવત્તા, પારદર્શિતામાં પણ આ કારણે આવશે. આગામી સમયમાં ગોલ્ડ સ્પોર્ટ એક્સચેન્જ મારફતે તેનું ટ્રેડિંગ થઈ શકશે. આ એક્સચેન્જ પછી 5 ગ્રામથી એક કિલોગ્રામ સુધીના સોનાનું ટ્રેડિંગ થઈ શકે છે જેને સેબી દ્વારા રેગ્યુલેટ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Union Budget MSME Sector: બજેટમાં લઘુ ઉદ્યોગ જગતને શું મળ્યું, જુઓ

ગિફ્ટ સિટીની પરિકલ્પના, શરુઆત અને વિકાસ

ગિફ્ટ સિટીની (Gandhinagar Gift City ) પરિકલ્પના 2009માં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતાં ત્યારે થઇ હતી અને તેનું ખાતમૂહુર્ત 2021માં થયું હતું. ગિફ્ટ સિટીની ઇમારત તેના સ્વયંમાં સ્ટેટ ઓફ આર્ટ ફેસિલિટીઝ ધરાવે છે અને અહીં વિશ્વસ્તરની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. ગિફ્ટ સિટીમાં કુલ વ્યાપારી, રહેણાંક અને સોશિયલ યુટિલિટી માટે 1,200,000 ચોરસ મીટર જમીનમાંથી 7,80,000 ચોરસ મીટર એરિયા બિલ્ટ અપ વિસ્તાર છે. આ પ્રકલ્પ દ્વારા 11,000 કરોડથી વધુનું રોકાણ આકર્ષિત થયું હોવાનો પણ એક અહેવાલ દ્વારા જાણવા મળે છે. પરિવહન સુવિધાને ધ્યાનમાં લેતાં તેને અમદાવાદ મેટ્રો નેટવર્ક સાથે 2024 સુધીમાં જોડી દેવામાં આવનાર છે. ગિફ્ટ સિટી ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી પણ કહેવાય છે. સાબરમતી નદીની નજીકના સ્થળે સ્થિત ગિફ્ટ સિટી સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી 12 કિલોમીટર જ દૂર છે. તો તે ફોર લેન- સિક્સ લેન સાથે રાજ્ય અને નેશનલ હાઈ વે સાથે પણ કનેક્ટેડ છે. તેની શરુઆતે શાંઘાઇ મોડલ તરીકે જાણીતી આ ગિફ્ટ સિટી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ 2007માં પરિકલ્પિત થઇ હતી. ગિફ્ટ સિટી ઇન્ટિગ્રેડેટ ડેવલપમેન્ટ મોદલ તરીકે ત્રણ ફેઝમાં વિક્સતી સિટી છે જેમાં ડિઝાઈનિંગ, સમાવેશી વિકાસની દ્રષ્ટિએ ઓફિસ સ્પેસ, રહેણાંક, શાળાઓ, હોટેલ અને ક્લબ પણ ધરાવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.