- કેન્દ્ર સરકારના બજેટને CM રૂપાણીએ આવકાર્યું
- કેન્દ્રનું બજેટ આત્મનિર્ભર ભારતનો બેઝ
- કોરોનાના કાળમાં દેશમાં વિકાસ થયો
- તમામ લોકોને લાભ થયા તે મુદ્દાને કેન્દ્રમાં રાખ્યો છે
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં આજે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ લોકસભામાં રજૂ કર્યું છે, ત્યારે કેન્દ્ર સરકારે રજૂ કરેલા બજેટ મુદ્દે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારનું બજેટ આત્મનિર્ભર ભારતનું બેજ છે. આ બજેટમાં તમામ લોકોને લાભ થાય યુવાઓને રોજગારી મળે તે તમામ મુદ્દાઓને કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે.
યુવાનોને રોજગારી અને ખેડૂતોના વિકાસની વાત
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, બજેટમાં બધા લોકોને લાભ થાય વિકાસને કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે અને ખેડૂત યુવાનોને રોજીરોટી કે તેની ચિંતા સાથે સાથે નાના અને મધ્યમ કદના ઉદ્યોગકારોને માટે પણ મહત્વ આપવામાં આવ્યું છે.
આરોગ્ય બજેટમાં આપત્તિને અવસરમાં બદલી.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આરોગ્ય બજેટ અંગે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે બજેટમાં લગભગ 65,000 કરોડની આરોગ્યની યોજનાની જાહેરાત કરવામાં આવી છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં આરોગ્યની સેવાઓ વધુ મજબૂત કરવાની વાત છે. સ્વચ્છતા મિશન 2.0નો પ્રારંભ કરાવ્યો છે, જ્યારે કોરોના જેવી મહામારીમાં પણ કેન્દ્ર સરકારેઆપત્તિને અવસરમાં ફેરવીને ચાર નવી વાઈરોલોજી સંસ્થા બનાવવાનો નિર્ણય પણ બજેટમાં કરવામાં આવ્યો છે.
રોજગારીમાં વધારો થશે, આદિવાસી સમાજને ફાયદો
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કેન્દ્ર બજેટ પર વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે આજના બજેટમાં જલ જીવન મિશન પર ભાર મૂક્યો છે. આ ઉપરાંત ભારે વાહનોના સ્ક્રેપ પોલીસી પણ જાહેર કરવામાં આવી છે. આ સાથે જ 100 જેટલી નવી સૈનિક સ્કૂલોનું પણ નિર્માણ કરવામાં આવશે. જેથી રોજગારીમાં પણ વધારો થશે. આ ઉપરાંત 750 જેટલી એકલવ્ય મોડેલ શાળા પણ આદિવાસી વિસ્તારમાં બનાવવામાં આવશે. જેથી આદિવાસી સમાજને વધુમાં વધુ લાભ થશે. આ સાથે જ ડિજિટલ પેમેન્ટ પર ભાર આપવામાં આવ્યો છે અને એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડના બાળ ઉપરાંત માઈક્રો ઈરીગેશન પર પણ વિશેષ ભાર આપીને 5,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
ગિફ્ટ સિટીને પણ કેન્દ્ર સરકારની ભેટ
વિજય રૂપાણીએ આજના કેન્દ્રના બજેટમાં ગિફ્ટ સિટી માટેની પણ જાહેરાત અંગે જણાવ્યું હતું કે, ગાંધીનગરના ગિફ્ટ સિટીને ઘણો લાભ થયો છે. ગિફ્ટ સિટીમાં ગુજરાતને ખુબ લાભ થશે. BSC, NSC અને નાના રોકાણકારો તેમજ વિદેશી મૂડીરોકાણ પણ ગીફ્ટ સિટીમાં આવશે. સાથે સાથે એરક્રાફ્ટ કંપનીઓ પણ ગિફ્ટ સિટીમાં આવશે. આમ કેન્દ્ર સરકારે દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેમાં ગિફ્ટ સિટીને કામકાજમા વધુ વેગ મળશે. જેનાથી ગુજરાતને પણ ફાયદો થશે. આમ કેન્દ્ર સરકારના બજેટથી આવનારા દિવસોમાં ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ખૂબ રોકાણ આવશે.
ઉજ્વલા યોજના, ટેકસ્ટાઈલ્સ પાર્કની જાહેરાત
મુખ્યપ્રધાન રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, એક કરોડ લોકોને ઉજ્વલા યોજનાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત 7 નવા ટેક્સટાઇલ મેઘા ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્ટની પણ જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત MSMEમાં 15,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. જેનાથી ગુજરાતને વિશેષ લાભ થશે.
રેલવેમાં વિસ્ટા ડોમની જોગવાઈ
મુખ્યપ્રધાન રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, રેલવેમાં પણ બ્રોડગેજ ઇલેક્ટ્રિફિકેશન કરવામાં આવશે. જેથી ઝડપી ટ્રેન ચાલે તે માટેની પણ વાત બજેટમાં કરવામાં આવી છે. કેવડિયા જે ઇન્સ્ટા કોચની સંખ્યા વધારવાની વાત છે ત્યાંથી પણ લાભ થશે.