- ગુજરાતમાં યોજાઈ વેસ્ટર્ન ઝોનલ ગતિશક્તિ યોજનાની વર્કશોપ
- મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગોવાના અધિકારીઓ રહ્યા હાજર
- હવે તમામ ઝોનલમાં યોજાશે બેઠક
- ઝોનલ બાદ તમામ રાજ્યમાં યોજાશે ગતિશક્તિ પ્રોજેક્ટના વર્કશોપ
ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) અને કેન્દ્રીય રાજ્ય કક્ષાના પ્રધાન શિપિંગ અને પોર્ટના પ્રધાન સર્વાનંદ સોનવાલના (Sarvanand Sonwal) અધ્યક્ષ સ્થાને વેસ્ટન સોનલ શક્તિ યોજના પ્રોજેક્ટ હેઠળ એક ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં કેન્દ્ર સરકારે જાહેર કરી હતી. શક્તિ યોજનામાં કઈ રીતે કામગીરી કરી શકાય અને તમામ વિભાગોની કામગીરી કરી દીધી હોઈ શકે તે બાબતની ખાસ જાણકારી અને આવનારા સમયમાં પોર્ટના વિકાસ બાબતની પણ ચર્ચા કરવામાં આવી હતી. આવનારા સમયમાં તમામ ઝોનલમાં ગતિશક્તિ (Gati Shakti Yojana) પ્રોજેક્ટની કામગીરી બાબતે વર્કશોપ યોજવામાં આવશે. જે બાદ તમામ રાજ્યોમાં આ ખાસ કાર્યક્રમનું (state conference will be held) આયોજન કરવામાં આવશે.
આ પણ વાંચો: 75 Years Gujarat: નવજીવનને મૌલાના મહોમ્મદ અલીએ છાપકામના તમામ યંત્રો કર્યા હતા ભેટ
તમામ વિભાગોના કામગીરી જોડે પ્રોજેક્ટ શરૂ થશે
કેન્દ્ર સરકારના ગતિશક્તિ પ્રોજેક્ટ (Gati Shakti Yojana 2021) બાબતે જો વાત કરવામાં આવે તો કોઈપણ પ્રોજેક્ટ જ્યારે અમલમાં આવે છે. અન્ય વિભાગોની જરૂર પડતી હોય છે. ત્યારે જે તે પ્રોજેક્ટ પૂર્ણ થઈ જાય પછી અનેક વિભાગો દ્વારા કોઈ સુધારા- વધારા અથવા તો જે તે વિભાગના કામગીરી શરૂ કરવામાં આવે છે. જેથી પ્રોજેક્ટ સરળતાથી શરૂ થઈ શકતો નથી. ગતિશક્તિ પ્રોજેક્ટ પ્રમાણે તમામ વિભાગોને એક સાથે લઈને જે તે વિભાગની કામગીરીની વહેંચણી કર્યા બાદ પ્રોજેક્ટની કામગીરી શરૂ કરવામાં આવે છે. આમ આ ગતિશક્તિ પ્રોજેક્ટથી તમામ વિભાગો સાથે સંકલનમાં રહીને આવનારા દિવસોમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે.
2025માં પોર્ટનું 1967 લાખ કરોડ ટર્ન ઓવર
રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) પોતાની સ્પીચ દરમિયાન જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં ગુજરાતને 1600 કિ.મી.નો દરિયા કિનારો પ્રાપ્ત થયો છે અને 40 ટકા કેપીસિટિ ગુજરાત રાજ્ય ધરાવે છે. આવનારા સમયમાં એટલે કે વર્ષ 2025માં કોર્ટની ત્રણ ઓવર ક્ષમતામાં વધારો કરીને કુલ 1967 કરોડ મેટ્રિક ટન કાર્ગો કેપીસિટિ તૈયાર કરવામાં આવશે. જેથી રાજ્યના અને દેશના વિકાસમાં ગુજરાત સર્વાંગી ફાળો આપી શકે.
તમામ રાજ્ય પાસે મંતવ્ય લેવામાં આવશે: સર્વાનંદ સોનવાલ
કેન્દ્રીય પ્રધાને (Sarvanand Sonwal) વધુમાં નિવેદન આપ્યું હતું કે, આ પ્રમાણે કાર્ય પૂર્ણ થયા બાદ હવે તમામ રાજ્યોમાં આ રીતનો સેમિનાર કરવામાં આવશે. જેમાં ગતિ પ્રોજેક્ટ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવશે અને રાજ્ય પાસેથી કેન્દ્ર સરકાર પોતાના મંતવ્યો મંગાવશે અને જો તેમાં સુધારો વધારો કરવાનો રહેશે તો તે કરવામાં આવશે. આ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત હંમેશા કેન્દ્ર સરકારની પડખે રહેવું છે. જ્યારે ગુજરાતની ઓળખએ મોડેલ સ્ટેટ અને વિકસતા રાજ્ય તરીકેની છે. કેન્દ્ર સરકાર ગમે તે પ્રોજેક્ટર આવે તેમાં તે પ્રોજેક્ટને પરિપૂર્ણ કરવાની વેગવંતી કામ કરવામાં આવશે.