ETV Bharat / city

ગાંધીનગર શહેર, જિલ્લામાં 20 લોકો કોરોનાથી સંક્રમિત, તાલુકામાં સૌથી વધુ કેસ સામે આવ્યા

ગાંધીનગર શહેર અને જિલ્લામાં હવે કોરોનાનો કાળો કહેર વર્તાવી રહ્યો છે. રોજબરોજ આંકડા વધુ સામે આવી રહ્યાં છે, ત્યારે બુધવારના રોજ પણ 20 કેસ સામે આવ્યાં છે. જેમા ગાંધીનગર શહેરમાં 2, માણસામાં 2, દહેગામમાં 1 અને કલોલમાં 6 અને ગાંધીનગર તાલુકામાં 10 કેસ સામે આવ્યાં છે.

ગાંધીનગર શહેર, જિલ્લામાં 20 લોકો કોરોનાથી સંક્રમિત, તાલુકામાં સૌથી વધુ કેસ સામે આવ્યા
ગાંધીનગર શહેર, જિલ્લામાં 20 લોકો કોરોનાથી સંક્રમિત, તાલુકામાં સૌથી વધુ કેસ સામે આવ્યા
author img

By

Published : Jun 18, 2020, 3:37 AM IST

ગાંધીનગર: જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલમા 33 વર્ષીય મહિલાને કાનમાં રસીની બિમારીને લીધે ઓપરેશન કરાવવાનું હોવાથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી. જ્યા કોરોના ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો છે. માણસા શહેરમા વૃંદાવન સોસાયટી 50 વર્ષીય મહિલાને ત્રણ દિવસ અગાઉ તાવ આવતા ખાનગી તબિબ પાસે સારવાર લીધી હતી. મહિલાને ડાયાબિટીસ હતો. કોરોના ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. ચરાડામા 52 વર્ષીય આધેડ વિજાપુર દુકાન હોવાથી અપડાઉન કરતા હતા. તાવ આવતા ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમાં બુધવારના રોજ વધુ 2 કેસ સામે આવ્યા છે. જેમા સેક્ટર 4બી છાપરામા રહેતી 25 વર્ષિય મહિલા અને સેક્ટર 30માં 62 વર્ષિય વૃદ્ધા પોઝિટીવ થયા છે.

કલોલના વડસરમા 65 વર્ષીય વૃદ્ધ તાવ અને ખાંસીની બિમારીને લીધે સેમ્પલ લેતા પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ કર્યા છે. જેમણે પંદર દિવસ અગાઉ બહુચરાજીની મુસાફરી કરી હતી. ચંદ્રલોક સોસાયટીમા 67 વર્ષીય વૃદ્ધ થાઇરોડની બિમારી છે. સર્વેલન્સમાં વૃદ્ધને તાવની બિમારી જોવા મળી હતી. જેમનું સેમ્પલ લેવામાં આવતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. લવારવાસમા 67 વર્ષીય વૃદ્ધા તાવની બિમારીથી ટેસ્ટ કરાવતા પોઝિટિવ, હાઇબીપીની બિમારી હતી. સપથ હાઇટ્સમા 55 વર્ષીય મહિલા, સિદ્ધેશ્વરી સોસાયટીમા 54 વર્ષીય આધેડને તાવની બિમારીને લીધે ટેસ્ટ કરાવતા પોઝિટિવ અને ચંદ્રલોક સોસાયટીમાં 37 વર્ષીય યુવાન તાવ અને ગળામાં દુખાવાની બિમારીને લીધે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ગાંધીનગર તાલુકાના કુડાસણમા 37 વર્ષીય યુવાન અમદાવાદની ઇન્સ્યોરન્સ કંપનીમાં નોકરી કરે છે. ભાટમા 37 વર્ષીય યુવાન અમદાવાદમાં ખાનગી નોકરી કરે છે. કોલવડાની 57 મહિલા અમદાવાદ ગયા હતા. ત્યારબાદ પોઝેટીવ આવી છે. કોલવડા 10 વર્ષીય બાળકી, રૂપાલમાં 31 વર્ષીય યુવાન અરવિંદ મીલમાં નોકરી કરે છે. મોટા ચિલોડામા 60 વર્ષીય વૃદ્ધ હાર્ડવેરની દુકાન ધરાવે છે. પેથાપુરમા 47 વર્ષીય મહિલા અને 36 વર્ષીય યુવાન, કોબામા 17 વર્ષીય સગીર અને વાવોલમા 24 યુવાન સંક્રમિત થયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.