ETV Bharat / city

તંત્રની બેદરકારી: ગાંધીનગરની સરકારી ઇમારતોમાં જ નથી લેવામાં આવી ફાયર NOC - સરકારની બેદરકારી

પ્રાઇવેટ બિલ્ડીંગોની જેમ સરકારી બિલ્ડીંગોમાં પણ ફાયર સેફટીને લઈને બેદરકારી સામે આવી છે. ગાંધીનગરના કેટલાક ભવનો, નવા સચિવાલયના બ્લોક નંબર 8થી 14ની પાસે ફાયર NOC દોઢ વર્ષથી રીન્યુ નહોતી થઈ. ત્યાં પણ કેટલીક ખામીના કારણે NOC આપવામાં નહોતી આવી.

ગાંધીનગરની સરકારી ઇમારતોમાં નથી લેવાઈ ફાયર NOC

author img

By

Published : Jun 2, 2021, 5:39 PM IST

  • ગાંધીનગરના ભવાનોમાં પણ NOC રિન્યુ જ નહોતી થઈ
  • કેટલીક ખામીના કારણે ફાયર વિભાગે NOC આપી નહોતી
  • 3 દિવસ સુધી સરકારી બિલ્ડીંગોનું ચેકિંગ ચાલુ રહેશે

ગાંધીનગર: હાઇકોર્ટમાં ફાયર NOC મુદ્દે PIL કરવામાં આવી છે. આ PIL સામે અધિકારીઓને એફિડેવિટ કરવી પડતી હોય છે. પરંતુ, એફિડેવિટમાં ગુજરાત સરકારજની બિલ્ડિંગમાં જ ઘણી ખામીઓ ફાયર સિસ્ટમને લઈને સામે આવી છે. જો ગાંધીનગરની જ વાત કરવામાં આવે તો પોલીસ ભવન નિર્માણ ભવન કૃષિ ભવન તેમજ નવા સચિવાલયના 8થી 14 નંબરના બ્લોક પાસે ફાયર NOC 1.5 વર્ષથી રીન્યુ જ નહોતી કરવામાં આવી. બીજી તરફ, ગાંધીનગરમાં 80થી 90 ટકા બિલ્ડિંગો ફાયર NOCથી સજ્જ છે.

ગાંધીનગરના ભવનો, નવા સચિવાલયના 7 બ્લોકમાં ફાયર NOC દોઢ વર્ષથી રીન્યુ નહોતી કરાઈ

આ પણ વાંચો: હાઈકોર્ટે સરકારની કાઢી ઝાટકણી, સરકારી કચેરીઓ અને રાજ્યની અનેક હોસ્પિટલમાં ફાયર NOC નથી

ઇક્વિ્પમેન્ટ બરાબર હોય આપવામાં આવે છે NOC

તાજેતરમાં જ હાઇકોર્ટમાં PIL ચાલી રહી છે. ત્યારે, 2થી 3 વાર એફીડેવીટ કરવાનું થયું છે. દર વર્ષે હાઇકોર્ટ માહિતી માગે છે જેમાં કેટલા બિલ્ડિંગો પાસે ફાયર NOC છે કેટલા પાસે નથી. પરંતુ, ગાંધીનગરમાં 80 ટકા બિલ્ડિંગો પાસે ફાયર NOC છે. 10-20 ટકા જેટલી બિલ્ડિંગો ફાયર NOC વિના બાકી છે. ફાયર સિસ્ટમ તો બંધ છે પરંતુ નવા નિયમો સાથે થોડું અપગ્રેડેશન કરાવવાનું છે. સિસ્ટમ ક્યાંક પ્રોપર મેન્ટેન ન થઈ હોય એના કારણે અમે NOC ઈસ્યુ નથી કરતા, ઘણી જગ્યાએ સિસ્ટમ ચાલુ છે જેમાં પાણી પણ આવતું હોય છે. પરંતુ, તેની સાથેના ઇક્વીપમેન્ટ બરાબર હોય ત્યારે જ NOC અમે આપીએ છીએ. બિલ્ડિંગોમાં આ પ્રકારના ઇક્વિપમેન્ટ ન હોવાથી અમે NOC હોલ્ડ પર કરી દઈએ છીએ. -મહેશ મોડે (ચીફ ફાયર ઓફિસર- ગાંધીનગર)

ગાંધીનગરની સરકારી ઇમારતો 1.5 વર્ષથી ફાયર NOCથી વંચિત

ગાંધીનગરના આ ભવનોએ 1.5 વર્ષ સુધી NOC રીન્યુ જ નથી કરી

મહેશ મોડે વધુમાં કહ્યું કે, સરકારી બિલ્ડિંગોમાં નવા સચિવાલય 8થી 14 નંબર બ્લોક, નિર્માણ ભવન, કૃષિ ભવન, પોલીસ ભવનએ બધી જગ્યાએ ફાયર સિસ્ટમ ચાલુ હાલતમાં છે. પરંતુ, આ સિસ્ટમ સાથેના બીજા બધા ટેકનિકલ પાસાઓ છે પરંતુ એમાં કોઈ ટેકનિકલ ફોલ્ટ હોય તો અમે જે તે ડિપાર્ટમેન્ટને વાત કરી છે. ત્યાંના અધિકારી સાથે પણ વાત થઈ તેમને મીટિંગ કરી હવે એક જ વીકમાં આ પ્રકારના ઇક્વિપમેન્ટ સાથે લઈ નાખવામાં આવશે. નવા સચિવાલયના આ બ્લોક માટે અરજી આવી હતી અમે સ્થળ તપાસ કરી જ્યાં સિસ્ટમમાં ગેપ દેખાયા ત્યાં તત્કાલ લખીને આપ્યું છે. જેની તાત્કાલિક પૂર્ણતા કરો, આ હશે તો જ NOC મળી શકે છે. જેથી આજે જ મંગળવારે જ NOC ઇસ્યુ કરવા કહ્યું છે. અમે પાણીનું પ્રેશર 3.5-4 કેજી આવ્યું. જેથી NOC ઇસ્યુ કરીશું જેમાં 1-2 કન્ડિશન પણ નાખીશું. જેના વધારે પ્રિકોશન લેવાની જરૂર છે તે પણ NOCમાં લખીને આપીશું." જો કે, 1.5 વર્ષથી આ ભવાનો અને સચિવાલયના 8થી 14 નંબરના બ્લોકમાં NOC રીન્યુ જ થઈ નહોતી. - મહેશ મોડે (ચીફ ફાયર ઓફિસર- ગાંધીનગર)

આ પણ વાંચો: હાઈકોર્ટના આદેશ બાદ ફાયર NOC મામલે વડોદરા શહેરની 125 કોવિડ હોસ્પિટલોની પરવાનગી રદ કરાઈ

આગામી ત્રણ દિવસ બિલ્ડિંગોનું ચેકીંગ ચાલુ રહેશે

ગાંધીનગરમાં મંગળવારે કેટલીક ગવર્મેન્ટ ઓફિસો, ભવનો વગેરે જગ્યાએ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જોકે, આગામી 3 દિવસ સુધી બિલ્ડીંગોનું ચેકિંગ ચાલુ રહેશે. જુના સચિવાલયની વાત કરવામાં આવે તો ફાયર સિસ્ટમ બિલ્ડિંગના દરેક ફ્લોર પર લાગેલી છે. સમયસર રિફિલિંગ પણ થાય છે. સર્ટિફિકેટ પણ આપ્યું છે. પરંતુ, ત્યાં પણ નવા ઇક્વિપમેન્ટ નાખવાની વાત થઇ છે. પરંતુ સરકારમાં પ્રોસિઝર કરવા માટેના ટેન્ડર કરવા પડે છે ટેન્ડર આવ્યા બાદ તેનો ઓર્ડર કરવો પડે છે એ પછી થઈ શકે છે. અત્યારે ત્યાં ફાયરના સેફ્ટીના સાધનો તો છે જ પરંતુ ત્યાં અધ્યતન સિસ્ટમ કરવાની છે તેમાં થોડો સમય લાગી શકે છે. - મહેશ મોડે (ચીફ ફાયર ઓફિસર- ગાંધીનગર)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.