ETV Bharat / city

ગાંધીજીના આપઘાત અંગેના સવાલની ઘટનાઃ શિક્ષણાધિકારીએ આપ્યા તપાસના આદેશ

ગાંધીનગર: માણસા તાલુકામાં આચાર્ય સંઘ દ્વારા તૈયાર કરેલા પ્રશ્નપત્રોમાં ગાંધીજીએ આપઘાત કેમ કર્યો? અને તમારા જિલ્લામાં દારૂનું વેચાણ થાય છે, તો આ અંગે જિલ્લા પોલીસ અધિકારીને કેવી રીતે રજૂઆત કરશો? જેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેને લઈને રાજ્યભરમાં પ્રશ્નપત્ર અંગે ટીકાઓ થઈ રહી હતી. આ અંગે ગાંધીનગરના જિલ્લા શિક્ષણ અધિકારી ભરત વઢેરે તપાસના આદેશ આપીને સમગ્ર ઘટનાનો ડિટેલ રિપોર્ટ મંગાવ્યો છે.

ગાંધીજીની આત્મહત્યા અંગેના સવાલમાં ગાંધીનગર શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા
author img

By

Published : Oct 14, 2019, 3:43 PM IST

માણસાની 4 સ્કૂલમાં પરીક્ષામાં પૂછાયેલા વિવાદિત પ્રશ્નન મામલે ગાંધીનગર જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. પેપર તૈયાર કરનાર શિક્ષકોને નોટિસ આપી ખુલાસો માગ્યો છે. 12મી ઓક્ટોમ્બરે ધોરણ 9 અને 12નાં ગુજરાતી પ્રશ્નપત્રમાં પુછાયેલા પ્રશ્નને લઇને વિવાદ વકર્યો હતો. ધોરણ-9નાં ગુજરાતી વિષયનાં પેપરમાં ગાંધીજીએ આપઘાત કેમ કર્યો? તેવો 4 ગુણનો પ્રશ્ન પૂછાયો હતો.

શિક્ષણાધિકારીએ આપ્યા તપાસના આદેશ

મળતી માહિતી મુજબ, આ પ્રશ્ન સુફલામ શાળા વિકાસ સંકુલમાં પૂછવામાં આવ્યો હતો. સુફલામ શાળા વિકાસ સંકુલ એક ખાનગી શાળા છે અને ગાંધીનગરમાં ગ્રાન્ટ મેળવીને ચાલી રહી છે.

ઉપરાંત, વર્ગ 12ના વિદ્યાર્થીઓના પરીક્ષાનું પેપરમાં બીજો પ્રશ્ન એવો હતો કે, જિલ્લા પોલીસ વડાને પત્ર લખીને તમારા વિસ્તારમાં દારૂના વેચાણમાં વધારો અને બુટલેગરો દ્વારા ઉદ્ભવેલા ઉપદ્રવ અંગે ફરિયાદ કરો.

Intro:Approved by panchal sir

નોંધ : વિઝ્યુલ સાથે હિન્દી અને ગુજરાતી બન્ને બાઈટ છે... હિન્દી બાઈટ નેશનલમાં આપવી. પંચાલ સાહેબ સાથે વાત થઈ ગઈ છે.

ગાંધીનગર : ગાંધીનગરના માણસ જિલ્લામાં
આચાર્ય સંઘ દ્વારા તૈયાર કરેલપ્રશ્નપત્રોમાં ગાંધીજીએ આત્મહત્યા કેમ કરી ? અને તમારા જિલ્લામાં દારૂ નું વેચાણ થાય છે તો આ બાબતે જિલ્લા પોલીસ અધિકારી ને કેવીરીતે રજુવાત કરશો તેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેને લઈને રાજ્યમાં પ્રશ્નોપત્ર અંગે ટીકાઓ થઈ રહી હતી જેમાં ગાંધીનગર ના જિલ્લા શિક્ષણ અધિકારી ભરત વઢેરે ખાસ તાપસ ના આદેશ આપીને સમગ્ર ઘટના નો ડિટેલ રિપોર્ટ મંગાવ્યો છે. Body:માણસાની 4 સ્કૂલમાં પરિક્ષાપત્ર પૂછાયેલા વિવાદિત પ્રશ્નનો મામલગાંધીનગર જિલા શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા, પેપર તૈયાર કરનાર શિક્ષકોને નોટિસ આપી ખુલાસો માગ્યો છે. 12મી ઓક્ટોબરે ધોરણ 9 અને 12નાં ગુજરાતી પ્રશ્નપત્રમાં પુછાયેલા પ્રશ્નને લઇને વિવાદ વકર્યો હતો, ધોરણ-9નાં ગુજરાતી વિષયનાં પેપરમાં ગાંધીજીએ આપઘાત કરવા માટે શું કર્યું ? તેવો 4 ગુણનો પ્રશ્ન પૂછ્યો હતો, દારૂના વેચાણ મુદ્દે જિલા એસપીને પત્ર લખવાનું પૂછ્યું હતું
'ગાંધીજીએ આપઘાત કરવા માટે શું કર્યું' તેવો પ્રશ્ન 9માં ધોરણની પરિક્ષામાં પૂછવામાં આવ્યો હતો. આ પ્રશ્ન પેપર સુફલામ શાળા વિકાસ સંકુલમાં પૂછવામાં આવ્યો હતો તેવું હાલ જાણવા મળી રહ્યું છે. સુફલામ શાળા વિકાસ સંકુલ એક ખાનગી શાળા છે અને ગાંધીનગરમાં ગ્રાન્ટ મેળવીને ચાલી રહી છે.

આ ઉપરાંત, વર્ગ 12ના વિદ્યાર્થીઓના પરીક્ષાનું પેપરમાં બીજો પ્રશ્ન એવો હતો કે, "જિલ્લા પોલીસ વડાને પત્ર લખીને તમારા વિસ્તારમાં દારૂના વેચાણમાં વધારો અને બુટલેગરો દ્વારા ઉદ્ભવેલા ઉપદ્રવ અંગે ફરિયાદ કરવામાં આવી હતી."

ગાંધીનગરના જિલ્લા શિક્ષણાધિકારી ભરત વાઢેરે જણાવ્યું હતું કે, સેલ્ફ ફાઇનાન્સ કરેલી શાળાના ક્લસ્ટર અને ગ્રાન્ટ મેળવનારાઓને શનિવારે આંતરિક પરીક્ષાઓ માટે આ બે પ્રશ્નોને શામેલ કર્યા છે. આ પ્રશ્નો ખૂબ વાંધાજનક છે અને અમે તપાસ શરૂ કરી છે. રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.

બાઈટ... ભરત વઢેર જિલ્લા શિક્ષણ અધિકારીConclusion:સુફલામ શાળા વિકાસ સંકુલના બેનર હેઠળ ચાલતી આ શાળાઓના મેનેજમેન્ટ દ્વારા પ્રશ્નપત્ર બનાવવામાં આવ્યા હતા અને રાજ્યના શિક્ષણ વિભાગને તેમાં કંઈ લેવાદેવા નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.