ગાંધીનગરઃ શહેરની વાત કરવામાં આવે તો આદર્શનગર સેક્ટર-24ના 64 વર્ષીય, સેકટર-30ના 75 વર્ષીય, સેકટર-3ના 66 વર્ષીય, સેકટર-5સીના 66 વર્ષીય, સેકટર-28ના 82 વર્ષીય, સેકટર-30ના 70 વર્ષીય પુરુષ કોરોનાગ્રસ્ત થયા છે. સેકટર-6સીમાં 66 વર્ષીય અને સેકટર-13એમાં 62 વર્ષીય મહિલાના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સત્તાવાર યાદી મુજબ અત્યાર સુધીમાં કોરોનાના 369 દર્દી નોંધાયા છે અને કુલ 10 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે.
ગાંધીનગર જિલ્લાના કલોલ, ગાંધીનગર, દહેગામ અને માણસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના વાઈરસનો ચેપી રોગ મહામારી જેવો પુરવાર થઇ રહ્યો છે. આજોલ ગામમાં 5 વર્ષની બાળકી કોરોનામાં સપડાઇ છે. તેની સાથે ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સોમવારે વધુ 12 પોઝિટિવ કેસ નોંધાયા છે.
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સોમવારે કોરોનાથી સંક્રમિત થયેલા 12 વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તેમાં આજે વધુ એક વખત ગાંધીનગર તાલુકામાં સૌથી વધુ 6 વ્યક્તિ સંક્રમિત થયા છે. તેમાં શાહપુરમાં 28 વર્ષની એક યુવતી, કુડાસણમાં 51 અને 37 વર્ષના બે પુરૂષો, સરગાસણમાં 65 વર્ષની સ્ત્રી, મોટા ચિલોડામાં 58 વર્ષના પુરૂષ અને કોબામાં પણ 58 વર્ષના પુરૂષ સંક્રમિત થયા છે. તેમજ કલોલ તાલુકાના નારદીપુર ગામમાં 45 વર્ષના પુરૂષ, અર્બનમાં 32 વર્ષની યુવતી અને 40 વર્ષનો પુરૂષ પોઝિટિવ આવ્યા છે.
જ્યારે દહેગામ તાલુકાના લક્ષ્મીપુરા કંપામાં 35 વર્ષનો યુવાન અને માણસા તાલુકાના આજોલ ગામમાં 5 વર્ષની બાળકી પણ કોરોના વાઈરસથી સંક્રમિત થતાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેના પગલે સમગ્ર ગામમાં ચિંતાની લાગણી પ્રસરી જવા પામી છે. ગ્રામ્ય વિસ્તારમાં કુલ આંકડો 786 ઉપર પહોંચ્યો છે. જે વહિવટી તંત્રની સાથે ગ્રામ્ય પ્રજા માટે પણ અત્યંત ચિંતાજનક બાબત પુરવાર થઇ રહી છે.