- અત્યાર પૂરતી BS 6 ચાર બસો મળી
- સીએનજી કરતાં પણ ઓછું પ્રદૂષણ ફેલાવે છે BS 6
- આ બસમાં નાઇટ્રોજન કાર્બન ઓછો નીકળે છે
ગાંધીનગર : પ્રદૂષણ ઓછું થાય તે માટે ખાસ પ્રકારની બીએસ 6ની, 1000 બસો નિગમને મળશે. જેમાં રાજ્યભરમાં અત્યારે 101 બસો જુદા જુદા ડેપોને ફાળવવામાં આવી છે. ગાંધીનગર ડેપોને પણ ચાર બસો આપવામાં આવી છે. જે આગામી સમયમાં સિટી એરૃિયાના રૂટમાં દોડતી જોવા મળશે.આ બસની વિશેષતા એ છે તેનું પ્રદૂષણ સીએનજી કરતા પણ ઓછું ફેલાય છે. આ ઉપરાંત અનેક પ્રકારની સુવિધાઓ અને વિશેષતા આ બસમાં રહેલી છે.
આ પણ વાંચોઃ વલસાડ નજીક સંજાણમાં વાવાઝોડાને કારણે ભારે નુકશાન , જૂઓ વીડિયો...
રાજ્યમાં 101 બસો ફાળવવામાં આવી, જાણો BS 6 બસોની શું છે વિશેષતાઓ?
ગાંધીનગર ડેપો મેનેજર કીર્તન પટેલે કહ્યું કે, રાજ્યમાં અત્યારે BS 6 બસો 101 જુદા જુદા ડેપોને પ્રાયોરિટીના ધોરણે ફાળવવામાં આવી છે. આગામી સમયમાં પ્રદૂષણ ઓછું ફેલાય માટે રાજ્યમાં 1000 બસો ડેપોને આપવામાં આવશે. અત્યાર પૂરતી ગાંધીનગરને ચાર બસો ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાંથી એક ટૂંક સમયમાં મળશે. આ બસોની વિશેષતા એ છે કે, વાતાવરણને પ્રદૂષણ ફેલાવતા નાઇટ્રોજન, હાઇડ્રોજન, કાર્બન ઓછો નીકળે છે. જેથી વાતાવરણમાં પ્રદૂષણમાં ઘટાડો થશે તેની બીજી વિશેષતા એ છે કે સીએનજી કરતાં પણ ઓછું પ્રદૂષણ આ બસો ફેલાવે છે. બસની આગળ તેમ જ પાછળ સેન્સર મૂકવામાં આવ્યાં છે જેથી અમુક પ્રકારે રહેલા વાહન તેમજ ઉભી રહેલી વ્યક્તિથી પણ ડ્રાઇવરને તરત જ જાણ થશે. જેથી એક્સિડન્ટનો ભય પણ નહીં રહે. બસનું સાયલન્સર પણ ઓટો ક્લિન થાય છે. તેનું એન્જીન પણ વિશેષ રીતે બનાવાયું છે.
આ પણ વાંચોઃ ડીઝલના વધતા ભાવથી STના ખર્ચમાં વધારો
70 જેટલા રૂટમાં આગામી સમયમાં બસો દોડશે, અત્યાર પૂરતી સિટી એરિયામાં બસો દોડાવાશે
ગાંધીનગરને અત્યાર પૂરતી 4 બસ મળી છે, પણ આગામી સમયમાં વધુ બસો ઉપલબ્ધ કરવામાં આવશે. ટોટલ 20થી 25 બસો ગાંધીનગરને મળશે. વધુ બસો મળતાં જ્યાં પણ સિટી એરિયા છે ત્યાં પ્રદૂષણ ઘટે માટે, અમદાવાદને વધુ પ્રાધાન્ય આપવામાં આવશે. ત્યાર બાદ 70 જેટલા રૂટ નક્કી કરવામા આવશે. અત્યારે આ બસો ડેપોમાં ઉભી કરવામાં આવી છે. ટૂંક સમયમાં ગાંધીનગરથી અમદાવાદ બસો દોડાવાશે.