- જગન્નાથજીના નિધન પર રાજયમાં એક દિવસનો રાજકીય શોક જાહેર કરાયો
- એક દિવસ તમામ સરકારી કચેરીમાં રાષ્ટ્રધ્વજ અર્ધીકાઠીએ ફરકવાશે
- ગુજરાતમાં પણ 5 જૂનના દિવસે રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો
ગાંધીનગર: મોરેશિયસના પૂર્વ રાષ્ટ્રપતિ અને પૂર્વ વડાપ્રધાન પદ્મવિભૂષણ અનિરુદ્ધ જગન્નાથજીનું ગઈકાલે નિધન થયું છે. આ તકે, રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સમગ્ર ભારતની સાથે સાથે ગુજરાતમાં પણ એક દિવસનો રાજકીય શોકની જાહેરાત કરી છે.
આ પણ વાંચો: સિહોરમાં પ્રિન્ટિંગ પ્રેસના માલિકે દુકાનમાં જ અગ્નિસ્નાન કર્યું
સમગ્ર દેશમાં એક દિવસનો રાજકીય શોક
મોરેશિયસના પૂર્વ રાષ્ટ્રપતિ અને પૂર્વ વડાપ્રધાન અનિરુદ્ધ જગન્નાથજીનું ગઈકાલે નિધન થયું છે. ત્યારે, પદ્મવિભૂષણ અનિરુદ્ધ જગન્નાથજીના નિધન પર કેન્દ્ર સરકારે પણ એક દિવસની રાજકીય શોકની જાહેરાત કરી છે. જેને લઇને ગુજરાતમાં પણ 5 જૂનના દિવસે રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: દેશને અમેરિકન મકાઈનો સ્વાદ ચખાડનારા વલ્લભ કુકડીયાનો કોરોનાએ ભોગ લીધો
રાજકીય શોક એટલે અડધી દાંડીએ રાષ્ટ્રધ્વજ
ગુજરાત સરકાર દ્વારા આજે શનિવારે એક દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે, તમામ સરકારી કચેરીઓમાં અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે.