ગાંધીનગર : રાજ્યમાં વર્ષ 2022ના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવાની છે, ત્યારે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, આપ અને કોંગ્રેસનો ત્રી પંખીયા જંગ છે. એવા જ સમયે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ ચૂંટણીલક્ષી જાહેરાત કરી છે. જેમાં વર્ષ 2022ની ચૂંટણીમાં હવે પ્રજા શક્તિ પાર્ટી તરીકે ચૂંટણીમાં ઝંપલાવશે તેવા પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે. આ ઉપરાંત, શંકરસિંહ વાઘેલાએ દારૂને લઈને રાજ્ય સરકાર પર પણ આકરા (EX CM Shankarsinh Vaghela) પ્રહાર કર્યા હતા.
ગત વર્ષે કરવાની હતી જાહેરાત - શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, તેવો કોરોના પહેલા પોતાનો નવો પક્ષ રચવાના હતા. પરંતુ તે સમયે એહમદ પટેલ તેમને કોંગ્રેસ પક્ષમાં જોડાવાની વાત કરી હતી. જેના પગલે તેમના આગ્રહ પર કોંગ્રેસ પક્ષ સાથે જોડાવવા માટેની વિચારણા હાથ ધરી હતી, પરંતુ જે તે સમયે અહેમદ પટેલને કોરોના થયા બાદ તેમનું નિધન થયું હતું. જેથી આ મામલે વિચારણા પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. પરંતુ હવે કોંગ્રેસ પક્ષમાં કહી ખાસ રહ્યું નથી. જેના કારણે ભાજપ પક્ષ સતત વિજય થઈ રહ્યો છે, પરંતુ આજે મારા નિવાસસ્થાને મારા કાર્યકર્તાઓની બેઠક બોલાવી છે.
આ પણ વાંચો : અલીગઢમાં પણ થયો અગ્નિપથનો વિરોધ
દારૂબંધી અને શિક્ષણ પર પ્રહાર - રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ ફરી વખત ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા, શંકરસિંહ વાઘેલા ભાજપ સરકાર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સરકાર દારૂ બધીની છૂટ આપવી જોઈએ, અને દારૂની આવક જે થાય તે ગુજરાત રાજ્યના શિક્ષણ અને આરોગ્યમાં વાપરવા જોઈએ. ગુજરાતમાં દારુબંધ કરાવવા જતા હવે યુવાનો ડ્રગ્સ તરફ આગળ વધી રહ્યા છે. જેથી ઉડતા ગુજરાત બની રહ્યું છે, આ ઉપરાંત શંકરસિંહ વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે અને ભાજપના એકહથ્થુ શાસન સામે ભ્રષ્ટાચાર બેફામ વધ્યો છે. ભાજપ પક્ષના પ્રમુખો જાહેરમાં દારૂને સ્ટેજ પર આવીને કાર્યક્રમમાં હાજરી આપે છે. જાહેરમાં મહિલાને શારીરિક અડપલાં કરે છે, લોકોના બેંકમાં રહેલા નાણાઓ સીઝ કરી દે છે. જેથી હવે લોકો આ પક્ષની નારાજ છે.
જો હું કોંગ્રેસ પક્ષ જોડાવું તો - આ ઉપરાંત શંકરસિંહ વાઘેલાએ લઠ્ઠાકાંડ મામલે પ્રતિક્રિયા (Shankersinh Vaghela Attack BJP) આપતા જણાવ્યું હતું કે, સરકારની મીઠી નજર હેઠળ દારૂની હાટકડી ચાલે છે. પોલીસને સસ્પેન્ડ કરવાથી સંતોષ ન માનવો જોઈએ. સરકાર સ્વૈચ્છિક પોતાનું રાજીનામું (Shankar Singh Vaghela about alcohol) આપવું જોઈએ. આ ઉપરાંત સરકાર રાજ્યમાં દારૂની છૂટ આપવી જોઈએ. જેના કારણે યુવાનો ડ્રગ્સના રવાડે ન ચઢે ,દારૂ મુક્તિ મામલે વિધાનસભામાં નક્કી કરવામાં આવે. જો હું કોંગ્રેસ પક્ષમાં જાવ તો હું તમામ સભ્યોને ભેગા કરીને રાજ્યમાંથી દારૂ મુક્તિ મામલે ચર્ચા કરાવું.
આ પણ વાંચો : બાપુની ઘરવાપસી: શંકરસિંહ વાઘેલા જોડાઈ શકે છે કોંગ્રેસમાં, રાજ્યના રાજકારણમાં ગરમાવો
રાજ્યમાં ધારાસભ્યો સાંસદો કોઈ મહત્વ નહીં - શંકરસિંહ વાઘેલાએ વધુમાં આક્ષેપ કર્યા હતા કે, છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતના રાજકારણમાં શૂન્ય અવકાશ જોવા મળી રહ્યો છે. રાજકારણનું ક્રાઈસીસ જોવા મળી રહ્યું છે, લોકો દ્વારા ચૂંટવામાં આવેલા સભ્યોનું વહીવટી પાંખ પર કોઈ કમાન (Shankar Singh Vaghela on Vighan Sabha election) નથી અને ગત વર્ષે રજીસ્ટ્રેશન કરાવેલ પ્રજા શક્તિ પાર્ટીનું હવે શું તે બાબતે કાર્યકર્તાઓ સાથે બેઠક યોજવામાં આવી હતી, ત્યારે હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલા ફરી નવી રાજકીય પાર્ટી સાથે જોવા મળશે કે નહીં તે જોવું રહ્યું.