ગાંધીનગરઃ રાજ્યમાં જ્યારે શંકરસિંહ વાઘેલા મુખ્યપ્રધાન બન્યાં હતાં, તે દરમિયાન જીઆઇએસએફ અમલમાં મૂકયું હતું. જેને લઇને અનેક લોકો અત્યારે નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે. ત્યારે જ્યારે સરકાર દ્વારા પોલીસ કર્મચારીઓનું આંદોલન સફળ ન થાય તે માટેનો પ્લાન બનાવવામાં આવ્યો છે. તેવા સમયે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા પોલીસ કર્મચારીઓની પડખે આવ્યાં છે.
તેમણે કહ્યું કે, પરિવારની ખુશીઓ ત્યાગીને દેશ સેવામાં તહેનાત સેના અને પોલીસ સહિતના જવાનોનું ધ્યાન રાખવાની ફરજ સરકારની છે. આપણી પોલીસને વિદેશ માફક કાર્યક્ષમ બનાવવી હોઈ તો તેમને એવી સવલતો પણ દેવી જોઈએ. કામના કલાક નક્કી થવા જોઈએ, સારા પગાર આપવા જોઈએ, આધુનિક શસ્ત્રો અને ઉપકરણો સાથે સજ્જ કરવા જોઈએ. ગુજરાત સલામત ત્યારે જ રહેશે. જ્યારે આપણી પોલીસ આધુનિક અને ચિંતામુકત હશે. સરકારે વહીવટતંત્રના આધાર સમાન કર્મચારીઓની માંગણીઓ સકારાત્મકતા સાથે સાંભળવી જોઈએ.