- રાજ્યમાં MBBS કોલેજની ફીના આંકડા સામે આવ્યા
- ગવર્મેન્ટ ક્વોટાની ફીમાં પણ થયો વધારો
- 50,000 થી 2 લાખ રૂપિયા સુધીની ફી વધારો
ગાંધીનગરઃ ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં મેડિકલ કોલેજ શરૂ કરવા રાજ્ય સરકારનો ટાર્ગેટ છે, ત્યારે અત્યારે વર્તમાન સમયમાં જે જગ્યા પર મેડિકલ કોલેજોના ફી બાબતેના પ્રશ્નો વિધાનસભા ગૃહમાં પૂછવામાં આવ્યા હતા. જેમાં રાજ્ય સરકારે તમામ મેડિકલ કોલેજની ફી કેટલા રૂપિયા છે. તે અંગેની માહિતી વિધાનસભા ગૃહમાં આપવામાં આવી હતી. છેલ્લા એક વર્ષમાં MBBS મેડિકલ કોલેજમાં એવરેજ 50,000થી 2 લાખ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.
સુરત મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સુરત
ગવર્મેન્ટ ક્વોટા વર્ષ 2019-20માં 7.08 લાખ ફી, વર્ષ 2021-22માં 7.65 લાખ
મેનેજમેન્ટ ક્વોટા વર્ષ 2019-20માં 14.04 લાખ વર્ષ 2021-22માં 14.82 લાખ
સી.યુ.શાહ મેડિકલ કોલેજ સુરેન્દ્રનગર
ગવર્મેન્ટ ક્વોટા વર્ષ 2019-20માં 5.73 લાખ 2020-21માં 6.26 લાખ
મેનેજમેન્ટ ક્વોટા 2019-20માં 13.5 લાખ વર્ષ 2020-21માં 15 લાખ
ગુજરાત કેન્સર સોસાયટી અમદાવાદ
ગવર્મેન્ટ ક્વોટા વર્ષ 2019-20માં 7.9 લાખ ફી, વર્ષ 2021-22માં 8.6 લાખ
મેનેજમેન્ટ ક્વોટા વર્ષ 2019-20માં 14 લાખ વર્ષ 2021-22માં 15.4 લાખ
ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ભુજ
ગવર્મેન્ટ ક્વોટા વર્ષ 2019-20માં 6.15 લાખ ફી, વર્ષ 2021-22માં 6.65 લાખ
મેનેજમેન્ટ ક્વોટા વર્ષ 2019-20માં 17.6 લાખ, વર્ષ 2021-22માં 17.9 લાખ
પ્રમુખ મેડિકલ કોલેજ કરમસદ
ગવર્મેન્ટ ક્વોટા વર્ષ 2019-20માં 8.22 લાખ ફી, વર્ષ 2021-22માં 8.7 લાખ
મેનેજમેન્ટ ક્વોટા વર્ષ 2019-20માં 15.2 વર્ષ 2021-22માં 16.1 લાખ
NHL મ્યુ. મેડિકલ કોલેજ અમદાવાદ
ગવર્મેન્ટ ક્વોટા વર્ષ 2019-20માં 5.64 લાખ ફી, વર્ષ 2021-22માં 5.93 લાખ
મેનેજમેન્ટ ક્વોટા વર્ષ 2019-20માં 15.87, વર્ષ 2021-22માં 18.25 લાખ
AMC મેડિકલ કોલેજ અમદાવાદ
ગવર્મેન્ટ ક્વોટા વર્ષ 2019-20માં 6.48 લાખ ફી, વર્ષ 2021-22માં 7.31 લાખ
મેનેજમેન્ટ ક્વોટા વર્ષ 2019-20માં 16 લાખ વર્ષ 2021-22માં 18.4 લાખ
પારુલ ઇન્સ્ટિટ્યૂટ વાઘોડિયા કોલેજ
ગવર્મેન્ટ ક્વોટા વર્ષ 2019-20માં 7.55 લાખ ફી, વર્ષ 2021-22માં 8.25 લાખ
મેનેજમેન્ટ ક્વોટા વર્ષ 2019-20માં 14.6 લાખ, વર્ષ 2021-22માં 15.75 લાખ
બનાસ મેડિકલ કોલેજ
ગવર્મેન્ટ ક્વોટા વર્ષ 2019-20માં 6.65 લાખ ફી, વર્ષ 2021-22માં 7.65 લાખ
મેનેજમેન્ટ ક્વોટા વર્ષ 2019-20માં 15 લાખ, વર્ષ 2021-22માં 16 લાખ
ઝાયડ્સ મેડિકલ કોલેજ દાહોદ
ગવર્મેન્ટ ક્વોટા વર્ષ 2019-20માં 6.65 લાખ ફી, વર્ષ 2021-22માં 7.65 લાખ
મેનેજમેન્ટ ક્વોટા વર્ષ 2019-20માં 15 લાખ, વર્ષ 2021-22માં 16 લાખ
ડૉ. એમ.કે. શાહ મેડિકલ કોલેજ અમદાવાદ
ગવર્મેન્ટ ક્વોટા વર્ષ 2019-20માં 7.85 લાખ ફી, વર્ષ 2021-22માં 8.65 લાખ
મેનેજમેન્ટ ક્વોટા વર્ષ 2019-20માં 15 લાખ વર્ષ 2021-22માં 16. લાખ
ફી ચૂકવણીને લીધે એક પણ વિદ્યાર્થીના એડમિશન નથી કરાયા રદ્દ
વિધાનસભા ગૃહની પ્રશ્નોત્તરીમાં એવો પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, ચૂકવણી બાકી રહી ગઈ હોય અને તેના લીધે કેટલા વિદ્યાર્થીઓના એડમિશન રદ્દ કરવામાં આવ્યા છે. જેના જવાબમાં રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે, આવા એક પણ વિદ્યાર્થીનું એડમિશન રદ્દ કરવામાં આવ્યું નથી.