ETV Bharat / city

6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણી ફેબ્રુઆરી-2021માં યોજાશે - Election Program 2021

ગુજરાતની 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તેમજ ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી ફેબ્રુઆરી-2021માં યોજાશે, તેમ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું છે અને આ ચૂંટણી માટેની સમીક્ષા પણ શરૂ કરી દેવામાં આવી છે.

Election Program 2021
Election Program 2021
author img

By

Published : Dec 15, 2020, 9:42 PM IST

  • રાજ્ય ચૂંટણી પંચે સત્તાવાર સમીક્ષા શરૂ કરી છે
  • કોવિડ-19ની સ્થિતિને કારણે જિલ્લા કલેક્ટર્સ પાસેથી જરૂરી સૂચનો મેળવ્યા
  • તારીખ 1/1/2021ની મતદારી ફાઈનલ ગણાશે

ગાંધીનગર : રાજ્ય ચૂંટણી પંચની મંગળવારે સર્વ પ્રથમ બેઠક મળી હતી. જેમાં હાલની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર્સ, જિલ્લા સંબધિત ચૂંટણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોવિડ-19ની સ્થિતિને કારણે ચૂંટણી કેવી રીતે યોજવી તે અંગે જરૂરી સૂચનો મેળવવામાં આવ્યા હતા. આ અંગે હજૂ વધુ બેઠકોનું આયોજન કરવામાં આવશે.

6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણી ફેબ્રુઆરી-2021માં યોજાશે

મતદાર યાદીમાં સુધારા વધારા કરવા આદેશ

ગુજરાતની 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને પેટા ચૂંટણી માટે તારીખ 1/1/2021ની મતદાર યાદીની લાયકાતને આધારે મત આપી શકાશે. તેના માટે અદ્યતન રીતે મતદાન યાદી પૂર્ણ કરવા અને સુધારા વધારા કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે.

કોવિડને કારણે આવશ્યક ચીજવસ્તુઓની જરૂરિયાત અંગે ચર્ચા

ચૂંટણીમાં ઉપયોગમાં લેવામાં આવનાર EVM, ચૂંટણી સાહિત્યની જરૂરિયાત, કોવિડ-19ના કાળમાં યોજાતી ચૂંટણીને કારણે આરોગ્ય વિષયક ચીજ વસ્તુઓની જરૂરિયાત અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તેમજ મતદાર જાગૃતિ અભિયાન ચલાવવા જેવી વગેરે બાબતોની સમીક્ષા શરૂ કરવામાં આવી છે.

19 નગરપાલિકાના વોર્ડનું સીમાંકન ફેરફારની યાદી

ગુજરાતની 19 નગરપાલિકાઓની ગત સામાન્ય ચૂંટણી વખતે શહેરના વોર્ડનું સીમાંકન અને બેઠકોની ફાળવણી અંગેના આખરી આદેશ જાન્યુઆરી 2016માં કર્યો હતો. શહેરી વિકાસ વિભાગના 19/10/2020ના જાહેરનામા મુજબ અશઃત સુધારો કરી જે તે બેઠકના પ્રકાર નીચે દર્શાવેલી નગરપાલિકાઓ માટે નક્કી કરતાં આદેશ રાજ્ય ચૂંટણી પંચે તારીખ 15/12/2020ના રોજ પ્રસિદ્ધ કર્યો છે.

(1) બારેજા

(2) સોજીત્રા

(3) આમોદ

(4) વલ્લભીપુર

(5) સિક્કા

(6) જામરાવલ

(7) તલાલા

(8) કણજરી

(9) ઠાસરા

(10) કઠલાલ

(11) ગણદેવી

(12) શહેરા

(13) માળિયા મિયાણા

(14) વડાલી

(15) બાયડ

(16) તરસાડી

(17) ચોટીલા

(18) સાવલી

(19) ઉમરગામ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.