- ગાંધીનગર કોર્પોરેશનની બેદરકારી
- રોડ બનાવ્યા પછી પાઇપલાઇન નાખવાનો વિચાર આવ્યો
- ચોમાસામાં લોકોને ફરીથી પડશેેે તકલીફ
ગાંધીનગર: શહેરના સેક્ટર 27માં આંતરિક માર્ગોનું નવીનીકરણ અને રીનોવેશનની કામગીરી હમણા જ પુરી થઈ છે. ગાંધીનગર કોર્પોરેશન (Gandhinagar Corporation) આ માર્ગના રિનોવેશન બાદ 23 જૂન ગુરુવારે ફરી માર્ગમાં ખોદકામ કરવામાં આવ્યું હતું. પાણીની લાઈન નાખવાની હોવાથી ખોદકામ કરવામાં આવ્યું હતું.
બેદરકારી માટે કોર્પોરેશન જ જવાબદાર
શહેરના સેક્ટર 27માં હાલમાં પાણીની લાઈન નાખવાનું કામ ચાલી રહ્યું છે. અહીં આ કામને લઈ ત્યાંના વસાહતીઓ દ્વારા કોર્પોરેશનની બેદરકારી ગણાવી છે. આ કાર્યમાં આયોજનનો અભાવ જોવા મળ્યો હતો, જ્યારે જૂના રોડ પર નવો રોડ બનાવવાનું નક્કી થયું ત્યારે પાણીની પાઇપલાઇન નાખવાનું યાદ ના આવ્યું. રોડ બનતો હતો ત્યારે ત્યાંના અધિકારીઓ પણ જાતે જ ઉભા રહી રોડનું કામ કરાવ્યું હતું. આ પ્રકારના કામની મંજૂરી આપનારુ કોર્પોરેશન છે તો આ બેદરકારી માટે પણ કોર્પોરેશન જ જવાબદાર છે.
આ પણ વાંચોઃ અમદાવાદ-ગાંધીનગર વચ્ચે 864 કરોડના ખર્ચે 6 લેન હાઈવે બનશે: અમિત શાહ
ચોમાસામાં પાણી અંદર જવાથી ફૂટપાથો પણ પોલી થઈ છે
વરસાદ આવતાની સાથે જ શહેરની ફુટપાથો બેસી જવા લાગે છે. આ રોડ પર મોટા મોટા ભુવા પડવા લાગે છે રસ્તાઓ દબાઈ જાય છે. જેમાં કોર્પોરેશનના (Gandhinagar Corporation) આયોજનનો અભાવ જવાબદાર છે. સેક્ટર 27ના રોડ પર પણ બાજુમાં જ ફૂટપાથ છે. જ્યાં રોડને ખોદવામાં આવ્યો છે. જેથી પોલી પડેલી આ જમીનમાં અંદર પાણી ઘુસી શકે છે અને ફૂટપાથ પણ બેસી શકે છે. જો કે આ પહેલા પણ તૌકતે વાવાઝોડા (Taukte cyclone) ના પગલે થયેલા કમોસમી વરસાદના કારણે ફૂટપાથો બેસી ગઈ હતી.