ગાંધનગરઃ રાજ્યમાં કોરોના વાઇરસને પહોંચી વળવામાં સરકાર હવે વામણી પૂરવાર થઇ રહી છે. અમદાવાદ સિવાયની મોટાભાગની હોસ્પિટલો જ્યાં અન્ય સાથીઓને કામગીરી સોંપવામાં આવી છે, ત્યાં ડિસ્ચાર્જનો આંકડો વધુ આવી રહ્યો છે, જેની સામે અમદાવાદમાં મોતનો આંકડો વધી રહ્યો છે. મેડમ જયંતિ રવિ દ્વારા હવે આંકડાની માયાજાળ રચવામાં આવી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે, ત્યારે 24 કલાકના આંકડા જાહેર કરવાની જાહેરાત બાદ સવાર સુધીનું લિસ્ટ શા માટે બનાવવામાં આવ્યું તે પ્રશ્નો ઊભા કરે છે.
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ જાહેરાત કરી હતી કે, હવે 24 કલાકના આંકડા જાહેર કરવામાં આવશે તેનું મુખ્ય કારણ એ છે કે વિસંગતતા ઊભી ન થાય પરંતુ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવું સામે આવે છે. પહેલા દિવસે સવારે પ્રેસ કોન્ફરન્સ કર્યા બાદ બે કલાક પછી આંકડા ફરતા કરી દેવામાં આવ્યા હતા. જે સવારેે આંકડા હતા, આંકડામાં ફેરફાર જોવા મળતો હતો.
સરકારે આજથી એક જ સમય 24 કલાકમાં નોંધાયેલા કેસોની વિગત આપવાનું શરૂ કર્યું છે. જો કે, આજે બપોરે ગઈકાલથી સવાર સુધીનું લિસ્ટ લીક થઇ ગયું હતું. રાજ્ય આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિએ જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં કુલ 217 કેસ નોંધાયા છે. જેમાંથી સૌથી વધુ અમદાવાદમાં 151 કેસ નોંધાયા છે. સુરતમાં 41, વડોદરામાં 7 કેસ નોંધાયા છે. કુલ 11 વ્યક્તિના મૃત્યુ થયા છે અને 79 લોકો સ્વસ્થ થયા છે.
અત્યાર સુધી રાજ્યમાં કુલ 2624 કેસ નોંધાયા છે. જેમાં 28 વેન્ટિલેટર ઉપર છે અને 2224 લોકો સારવાર હેઠળ છે. અમદાવાદમાં અત્યાર સુધી કુલ 1652 કેસ નોંધાયા છે. 258 લોકોને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. દેશમાં આપણે ક્યાં નંબર ઉપર છીએ તે મહત્વનું નથી.
બીજી તરફ આયુષની ગાઈડ લાઈન પ્રમાણે આપણે વર્તવું જોઈએ, તેનું રટણ દરરોજ કરવામાં આવી રહી છે, પરંતુ પત્રકારો દ્વારા માગવામાં રિપોર્ટના આંકડા આપવામાં આવતા નથી, એ જ પુરવાર કરી રહી છે કે, સરકાર અને તેનું આરોગ્ય તંત્ર મહામારીને નાથવામાં નિષ્ફળ નીવડી રહ્યું છે.