ETV Bharat / city

ધમણ-1ને DCGI લાયસન્સની આવશ્યકતા નથી, અમદાવાદ સિવિલમાં ધમણ પર 48, અન્ય પર 134 દર્દી

author img

By

Published : May 20, 2020, 4:11 PM IST

આરોગ્યવિભાગના અગ્ર સચીવ જયંતી રવિએ જણાવ્યું કે ગુજરાતમાં વેન્ટિલેટરની આકસ્મિક જરૂરિયાત કોરોનાને લીધે સર્જાઇ હતી. આ મહામારીમાં વેન્ટિલેટર્સની માગને પહોંચી વળવાની પરિસ્થિતિમાં આપણે ન હતાં. બીજી તરફ અત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ધમણ વેન્ટિલેટર ઉપર માત્ર 46 દર્દીઓ રાખવામાં આવે છે. જ્યારે અન્ય વેન્ટિલેટર પર 134 દર્દી સારવાર મેળવી રહ્યાં છે.

ધમણ-1ને DCGI લાયસન્સની આવશ્યકતા નથી, અમદાવાદ સિવિલમાં ધમણ પર 48, અન્ય પર 134 દર્દી
ધમણ-1ને DCGI લાયસન્સની આવશ્યકતા નથી, અમદાવાદ સિવિલમાં ધમણ પર 48, અન્ય પર 134 દર્દી

ગાંધીનગરઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ધમણ 1 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવેલા દર્દીઓ ટપોટપ મરી રહ્યાં છે તેવા અહેવાલ બાદ સરકાર હવે બચાવમાં આવી છે. રાજકોટની જ્યોતિ સી.એન.સી. પ્રા. લી. એ ગુજરાતને આ મહામારીમાં મદદરૂપ થવા જરૂરી તમામ ધારાધોરણો પ્રમાણે વેન્ટિલેટરનું ઉત્પાદન કરીને, જરૂરી તમામ પરીક્ષણો અને પ્રમાણપત્રો મેળવ્યાં પછી 18 એપ્રિલે પ્રથમ 10 વેન્ટિલેટર સપ્લાય કર્યાં હતાં. સમગ્ર વિશ્વના તમામ દેશોમાં અને ભારતમાં પણ વેન્ટિલેટરની ભારે અછત અને જબરદસ્ત માગ છે એવા સંજોગોમાં જ્યોતિ સી.એન.સી.એ અત્યાર સુધીમાં કુલ 866 નંગ વેન્ટિલેટર સપ્લાય કર્યા છે અને તે પણ વિનામૂલ્યે કર્યાં છે.

ધમણ-1 કે અન્ય કોઈપણ વેન્ટિલેટરના નિર્માણ કે ઉપયોગમાં ડ્રગ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા- DCGI ના લાયસન્સની આવશ્યકતા નથી. ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ ડૉ. વી જી. સોમાણીએ જણાવ્યું છે કે, મેડિકલ ડિવાઇસ રૂલ્સ- 2017ના રેગ્યુલેશન અંતર્ગત હાલમાં વેન્ટિલેટર માટે રાજ્ય કે કેન્દ્ર સરકારના કોઈ જ લાયસન્સની આવશ્યકતા નથી. જ્યોતિ સી.એન.સી.એ સ્ટાન્ડર્ડ વેન્ટિલેટર માટે આઇ.એસ.ઓ. હેઠળ જરૂરી IEC 60601 માપદંડ મુજબ વેન્ટિલેટર્સનું નિર્માણ કર્યું છે. ભારત સરકારની હાઇપાવર પ્રોક્યોર્મેન્ટ કમિટીના વેન્ટિલેટર માટેના જે માપદંડો છે તેને પણ ધમણ-1 પરિપૂર્ણ કરે છે. એટલું જ નહીં, આ હાઇ પાવર પ્રોક્યોર્મેન્ટ કમિટીએ વેન્ટિલેટરના નિર્માણ-ખરીદી માટે જે 24 ઉત્પાદકોને માન્યતા આપી છે તેમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

પોન્ડેચેરી સરકારે 25 વેન્ટિલેટર્સનો ઓર્ડર આપ્યો છે અને મહારાષ્ટ્ર સરકારના ઉપયોગ માટે એક ખાનગી દાતા દ્વારા 25 વેન્ટિલેટર્સ ખરીદવાનો ઓર્ડર જ્યોતિ સી.એન.સી.ને આપવામાં આવ્યો છે. એટલું જ નહીં ભારત સરકારના એચ.એલ.એલ. લાઇફકેર લી. દ્વારા ગુજરાતની જ્યોતિ સી.એન.સી.ના વેન્ટિલેટર્સની યોગ્ય ગુણવત્તા ચકાસ્યા પછી 5 હજાર વેન્ટિલેટર્સ ખરીદવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. ભારત સરકારની આ કંપનીના ગુણવત્તાના પોતાના માપદંડો છે જેને તે કડક રીતે અનુસરે છે. આ કંપનીએ ગુજરાતના ધમણ-1ની ઉપયોગીતા જોઇને જ ઓર્ડર આપ્યો છે. એટલું જ નહી ગુજરાતના ધમણ–1 વેન્ટિલેટરની આવી માગ જ તેની ગુણવત્તા અને ઉપયોગીતાનું પ્રમાણપત્ર છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાવાયરસ મચાવી રહ્યો છે. ત્યારે તેને લગતાં સવાલો કરવામાં આવતાં અગ્ર સચીવ ઢાંકપિછોડો કરતા હોય તેવું જોવા મળ્યું હતું. તેમણે કહ્યું કે માત્ર દમણ માટેની પ્રેસ હોવાના કારણે અન્ય સવાલના જવાબ બાદમાં આપીશું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.