ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાવાયરસ કહેર વર્તાવી રહ્યો છે ત્યારે લોકો ભેગા થવાનો પ્રયાસ કરશે તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે. આ અગાઉ રામનવમી તથા હનુમાન જયંતીના તહેવારોમાં પણ પોલીસે લોકોને પૂજા-અર્ચના માટે ભેગા થવા દીધા ન હતા અને જ્યાં આ અંગેની માહિતી પ્રાપ્ત થઇ હતી, ત્યાં ગુના પણ દાખલ કર્યા હતા. લોકડાઉન દરમિયાન જીવનજરૂરી ચીજવસ્તુઓના સામાનની હેરફેર કરતા વાહનોની મુક્તિની આડશમાં, આ વ્યવસ્થાનો ગેરલાભ લઈને કેટલાક લોકો ગુનાઇત પ્રવૃતિઓ કરતા હોવાનું સામે આવ્યું છે. મુક્તિનો ગેરલાભ લઈને દારૂની મોટાપાયે હેરફેર કરતા બે ગુનાઓ પોલીસે દાખલ કર્યા છે. આ પૈકીના એક ગુનામાં મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં સેનિટાઇઝર લઇ આવવા હરિયાણાના ડીસ્ટ્રીકટ મેજિસ્ટ્રેટની મંજૂરી સાથેના પત્રની આડમાં - 'Essential Service' નું સ્ટીકર લગાવીને લઇ જવાતો રૂ.11.40 લાખનો દારૂ પકડીને ગુનો નોંધવામાં આવ્યો હતો. જયારે બીજા કિસ્સામાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે ઉપર પંજાબના એક જિલ્લાના ડીસ્ટ્રીકટ મેજિસ્ટ્રેટનો મંજૂરી પત્ર બતાવીને શાકભાજીની હેરફેરનું બહાનું ધરીને રૂ.16.80 લાખનો લઇ જવાતો દારૂ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ઝબ્બે કરવામાં આવ્યો છે.
પરશુરામ જયંતી, રમઝાન માસમાં ઘરે જ રહી પૂજા અને બંદગી કરો: DGP - સીએમ વિજય રુપાણી
આગામી સમયમાં પરશુરામ જયંતી અને રમજાન માસ આવતાં હોવાને લઈને શિવાનંદ ઝાએ કહ્યું કે, આ કપરી પરિસ્થિતિમાં લોકો ધાર્મિક સ્થળે ન જતાં, ઘરેથી જ બંદગી કરે તેવો સંદેશ લોકોને આપો. આ સમયે અન્ય કોઈ સ્થળોએ પણ જમવા માટે સાથે ભેગા થવાનું ટાળીને આ સંક્રમણથી બચવાનો પ્રયાસ કરે. આ સમય પૂરતું સામાજિક અંતર જાળવીને સંક્રમણથી તમારી જાત અને અન્યને બચાવવાનો છે.