ETV Bharat / city

લોકડાઉનમાં નોંધાયેલી CRPCની કલમ 188 અંતર્ગતની ફરિયાદો રદ્દ કરવા માગ

author img

By

Published : Mar 31, 2021, 6:25 PM IST

વિધાનસભામાં ફોજદારી કાર્યરીતિ સુધારા બિલ પસાર કરવામાં આવ્યું હતું. CRPCની કલમ 188 મુજબ લોકડાઉનમાં નોંધવામાં આવેલી ફરિયાદો રદ્દ કરવા ધારાસભ્ય કીરીટ પટેલ માંગણી કરી હતી. તેમણે કહ્યું કે, કલમ 188માં સુધારો કરવામાં આવી રહ્યો છે, તો કલમ 188 મુજબ નોંધવામાં આવેલી ફરિયાદો પણ રદ્દ કરવામાં આવે.

લોકડાઉનમાં નોંધાયેલી CRPCની કલમ 188 અંતર્ગતની ફરિયાદો રદ્દ કરવા માગ
લોકડાઉનમાં નોંધાયેલી CRPCની કલમ 188 અંતર્ગતની ફરિયાદો રદ્દ કરવા માગ

  • કલમ 188 મુજબ લોકડાઉનમાં નોંધવામાં આવેલી ફરિયાદો રદ્દ કરવામાં આવે: કિરીટ પટેલ
  • ફોજદારી કાર્યરીતિ સુધારા બિલ વિધાનસભામાં કરવામાં આવ્યું પસાર
  • વેટ અને પ્રોફેશનલ ટેક્સને GSTમાં લાવવા માટે વિધાનસભામાં બિલ પાસ

ગાંધીનગર: ચૌદમી ગુજરાત વિધાનસભાના સત્રમાં બુધવારે કુલ 8 બિલ પાસ કરવામાં આવ્યા હતા. જેમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ગુજરાત વિનિયોગ બિલ, ગુજરાત વિનિયોગ વધારાના ખર્ચ બિલ, ગુજરાત રાજ્ય વ્યવસાય, વ્યાપાર, ધંધા અને રોજગાર વેરા સુધારા બિલ, ગુજરાત વ્યવસાયિક તબીબી શૈક્ષણિક કોલેજો અને સંસ્થાઓ બાબત સુધારા બિલ અને ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ફોજદારી કાર્યરીતિ સુધારા બિલ, શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધારા બિલ, ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા બિલ, રાજ્યકક્ષાના પંચાયત પ્રધાન જયદ્રથસિંહ પરમારે ગુજરાત પંચાયત સુધારા બિલ રજૂ કર્યું હતું.

તમામ ટેક્સની જવાબદારી સ્થાનિક તંત્ર પાસે

રાજ્યમાં અત્યાર સુધી વેટનો કાયદો GST અંતર્ગત આવતો ન હતો. જેને લઈને બુધવારે વિધાનસભામાં ગુજરાત રાજ્ય વ્યવસાય, વ્યાપાર, ધંધા અને રોજગાર વેરા સુધારા બિલ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ રજૂ કર્યું હતું. આ બિલને વિધાનસભામાં સર્વાનુમતે પાસ કરવામાં આવ્યું હતું. બિલ અંતર્ગત વેટમાંથી GSTમાં ગયેલા તમામ વેપારીઓ પાસેથી ટેક્સ વસૂલવામાં આવે છે. તે ટેક્સ રાજ્ય સરકાર હસ્તક રહેશે. તમામ વેપારીઓને નોકરિયાતો પાસેથી વસૂલવામાં આવતો ટેક્સ હવેથી જે તે વિસ્તારની મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને પંચાયત હસ્તક રહેશે.

વિધાનસભાના અન્ય સમાચાર:

6 હજારથી ઓછી આવક ધરાવતા લોકો પાસેથી ટેક્સ નહીં

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે બિલને લઈને જાહેરાત કરતા કહ્યું કે, 6 હજારથી ઓછી આવક ધરાવતા લોકો પાસેથી ટેક્સ લેવામાં આવશે નહીં. 6,000થી 9,000 સુધીની આવક ધરાવતા લોકો પાસેથી 80 રૂપિયા પ્રતિ માસ ટેક્સ વસૂલવામાં આવશે. 9000થી 12 હજાર સુધીની આવક ધરાવતા લોકો પાસેથી 150 રૂપિયા પ્રતિ માસ ટેક્સ વસૂલવામાં આવશે. 12 હજારથી વધુ આવકવાળા લોકો પાસેથી 200 રૂપિયા પ્રતિમાસ લેવામાં આવશે.

વર્ષ 2019-20માં વેટમાંથી 254 કરોડની કર વસૂલાત

સરકારે વર્ષ 2019-20માં વેટમાંથી 254 કરોડની કર વસૂલાત કરી હતી. જેનાથી નગરપાલિકાઓને 75 કરોડ કરતા વધુ આવક થઈ હતી. જિલ્લા પંચાયતોને 125 કરોડ જેટલી આવક થઈ હતી. અમદાવાદ મહાનગરપાલિકાને 183 કરોડની આવક થઈ હતી. સુરત મહાનગરપાલિકાને 148 કરોડની આવક થઈ હતી. વડોદરા મહાનગર પાલિકાને 150 કરોડની આવક થઈ હતી.

કોંગ્રેસ દ્વારા કરાયો વિરોધ

કોંગ્રેસના નેતાઓએ બિલને લઇને વિરોધ ઉઠાવતાં કહ્યું કે, નાના વેપારી ઉપર સરકાર કામનો બોજ વધારી રહી છે. પાણીપુરીની લારી ચલાવતા લોકોને દરરોજ 1,000 રૂપિયાનું ટર્નઓવર હોય છે. જેથી જોવા જઈએ તો, પાણીપુરીની લારી ચલાવતા લોકોને પણ ચોપડાઓ મેન્ટેન કરવા પડશે. ગુજરાત રાજ્ય કરતા મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, કર્ણાટક જેવા રાજ્યમાં પ્રોફેસર્સ ટેક્સની આવક મર્યાદા વધારે છે. પરંતુ ગુજરાતમાં 6000ની આવક રાખવામાં આવતા હવે નાના વેપારીઓને અને નાના કામદારોને પણ ચોપડાઓ રાખવાનો વારો આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.