ગાંધીનગર : કોરોના સંક્રમણ ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા vibrant summit 2022 કે જે 10, 11 અને 12 જાન્યુઆરીના રોજ યોજવાનું આયોજન કર્યું હતું. પરંતુ કોરોના કેસીસમાં વધારો થયો હતો ત્યારે રાજ્ય સરકારે vibrant summit 2022 નો કાર્યક્રમ મોકૂફ રાખ્યો હતો. ત્યારે હવે માર્ચ મહિનામાં ગાંધીનગરમાં defence expo નું કેન્દ્ર સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi will inaugurate Defense Expo) ડિફેન્સ એકપોના ઉદ્ઘાટન પ્રસંગમાં હાજરી (Defence Expo in Gandhinagar) આપશે.
10 માર્ચે શરૂ થશે ડિફેન્સ એક્સપો
કેન્દ્ર સરકારના સંરક્ષણ વિભાગ દ્વારા આ વખતે ગુજરાતમાં ડિફેન્સ એક્સપો 2022 નું આયોજન (Defence Expo in Gandhinagar) કરવામાં આવ્યું છે જેમાં 10 માર્ચના રોજ ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આ એક સમયનું આયોજન કરવામાં આવ્યું છે. જેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 માર્ચના રોજ સાંજે અમદાવાદ ખાતે આવી જશે અને 10 માર્ચના રોજ ડિફેન્સ એક્સપો 2022 નું ઉદઘાટન કરાવશે. મહત્વની વાત કરવામાં આવે તો આ એક્સપો 10 થી 13 માર્ચ સુધી કાર્યરત રહેશે.
100થી વધુ દેશો લેશે ભાગ
ગુજરાતમાં વિદ્યાનગર ડિફેન્સ એક્સપોમાં ત્રણ દિવસના ડિફેન્સ 101 સમયમાં સૌથી વધુ દેશો ભાગ લે તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી PM Modi will inaugurate Defense Expo બે દિવસ ગુજરાતમાં રોકાશે અને defence expo ના કાર્યક્રમમાં હાજરી આપશે. મહત્વની વાત કરવામાં આવે તો ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા દર બે વર્ષે યોજાતા defence expo 2022માં બારમાં સંસ્કરણના યજમાન તરીકે ગુજરાત પર (Defence Expo in Gandhinagar) પસંદગી ઉતારવામાં આવી છે. આમ આ એક્સપોથી રાજ્યમાં ડિફેન્સ ઇક્વિપમેન્ટ પ્રોડક્શન અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરને નવી દિશાઓ પ્રાપ્ત થશે. આ એક્સપોમાં આર્મી, નેવી અને એરફોર્સના આધુનિક હથિયારોનું પ્રદર્શન પણ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Gujarat Vibrant Summit 2022 canceled: વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી રદ્દ કરવા પાછળનું જણાવ્યું કારણ
સંરક્ષણ ક્ષેત્રેના ઉચ્ચ અધિકારીઓ રહેશે હાજર
ગુજરાતના ગાંધીનગર ખાતે યોજાતા defence expo 2020 માં સંરક્ષણ ક્ષેત્રના ઉચ્ચાધિકારીઓ (Defence Expo in Gandhinagar) પણ હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે સૌથી વધુ દેશોના ડેલિગેટ્સ આ કેસમાં હાજર રહેવાના છે. ત્યારે સોનાક્ષી તેના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને આઇએએસ અધિકારીઓ પણ આમાં હાજર રહેશે.
ગાંધીનગર પોલીસે શરૂ કરી તૈયારીઓ
સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે જે રીતે defence expo 2020 નું આયોજન કરવામાં આવી રહ્યું છે, તેેમાં અનેક આમંત્રિતો ગુજરાત અને ગાંધીનગરમાં (Defence Expo in Gandhinagar) આવશે. ત્યારે તેમની સુરક્ષાની જવાબદારી ગાંધીનગર પોલીસના માટે રહેશે. ગાંધીનગર પોલીસ દ્વારા પણ તમામ એક્શન પ્લાનનું આયોજન કરી દેવામાં આવ્યું છે. અત્યારે આ બાબતે ખાસ મેરેથોન બેઠકો પણ યોજવામાં આવી રહી છે. જ્યારે ડિફેન્સ એક્સપો નજીક હશે ત્યારે ગાંધીનગર શહેર અને હોટેલ લીલા તથા અમદાવાદની ફાઇવ સ્ટાર હોટલ કે જ્યાં ડેલીગેટનું રોકાણ કરવામાં આવશે તે તમામ જગ્યાને પોલીસ છાવણીમાં તબદિલ કરી દેવામાં આવશે.
આ પણ વાંચોઃ સરકારે મોટી ઇવેન્ટ રદ કરી જનતાએ પણ સામાજિક મેળાવડા રદ કરવા જોઈએ : ઋષિકેશ પટેલ
ગુજરાત સ્થાપના દિને યોજાશે વાઇબ્રન્ટ સમિટ 2022
કોરોના સંક્રમણને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા gujarat global summit 2022 નો કાર્યક્રમ મોકુફ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે ગુજરાત સ્થાપના દિન એટલે કે 1 મેના રોજ રાજ્ય સરકાર દ્વારા વાઇબ્રન્ટ સમિટ 2022 યોજાય તેવી આયોજન કરવામાં આવી હોવાનું સૂત્રો તરફથી માહિતી પ્રાપ્ત થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી સત્તાવાર કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં નથી આવી પરંતુ રાજ્ય સરકાર કોઈપણ સંજોગોમાં આ વાઇબ્રન્ટ સમિટ (vibrant summit 2022) યોજવા માગે છે. કારણ કે ગણતરીના મહિનાઓમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections 2022) આવી રહી છે ત્યારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ સરકાર માટે ખૂબ જ મહત્વનું ઇવેન્ટ સાબિત થશે.