ETV Bharat / city

CM નો નિર્ણય: ઇ-ગ્રામ વિશ્વગ્રામ કેન્દ્રો તરફથી આપવામાં આવતા આવક પ્રમાણપત્ર 3 વર્ષ સુધી માન્ય - Decision of the Chief Minister of Gujarat

રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગ્રામ્ય કક્ષાએ અને વિશ્વ ગ્રામ સંસ્થાઓ દ્વારા આપવામાં આવતા આવકના પ્રમાણપત્રની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. જેથી હવે આવા પ્રમાણપત્ર 3 વર્ષ સુધી માન્ય ગણવામાં આવશે.

Income certificate valid for 3 years
Income certificate valid for 3 yearsIncome certificate valid for 3 years
author img

By

Published : Oct 1, 2021, 11:01 PM IST

  • મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય
  • ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ વિશ્વગ્રામ કેન્દ્રો દ્વારા અપાતા આવકના પ્રમાણપત્રો ત્રણ વર્ષ સુધી માન્ય
  • દર વર્ષે આવકનું પ્રમાણપત્ર મેળવવામાંથી મુક્તિ

ગાંધીનગર: રાજ્ય સરકારના વિવિધ વિભાગોની યોજનાઓનો લાભ મેળવવામાં એકસૂત્રતા જળવાય તે માટે એક મહત્વપૂર્ણ નિર્ણય રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં ગ્રામ્ય કક્ષાએ અને વિશ્વ ગ્રામ સંસ્થાઓ દ્વારા આપવામાં આવતા આવકના પ્રમાણપત્રની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. જેથી હવે આવા પ્રમાણપત્ર 3 વર્ષ સુધી માન્ય ગણવામાં આવશે.

  • પહેલા 1 વર્ષની હતી મુદ્દત

સીએમ ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણય અનુસાર રાજ્યમાં ‘‘ડિજીટલ ગુજરાત’’ અન્વયે આવકના જે પ્રમાણપત્રો ગ્રામ્ય કક્ષાએ તલાટી-કમ-મંત્રી દ્વારા ઇ-ગ્રામ વિશ્વગ્રામ કેન્દ્ર પરથી કાઢી આપવામાં આવે છે, તેની સમયમર્યાદા હવે એક વર્ષથી વધારીને ત્રણ વર્ષની કરવામાં આવી છે. આ નિર્ણયને પરિણામે રાજ્યના ગ્રામ્ય વિસ્તારના લાખો લાભાર્થીઓને હવે વિવિધ સરકારી યોજનાઓના લાભ મેળવવાની સરળતા થશે.

  • તલાટીમંત્રી આપે છે પ્રમાણપત્ર

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આવકના પ્રમાણપત્રો ઇસ્યુ થયા તારીખથી ત્રણ વર્ષ માટે ગ્રાહ્ય રાખવામાં આવે છે. રાજ્યના અન્ય વિભાગોની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા લાભાર્થીઓને દર વર્ષે આવકનું પ્રમાણપત્ર લેવું પડતું હોય છે. આ સમસ્યાનું નિવારણ લાવતાં હવે તલાટી કમ મંત્રી દ્વારા ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો પરથી આપવામાં આવતા આવકના પ્રમાણપત્રોની અવધિ પણ 1 વર્ષથી વધારીને 3 વર્ષની કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.