ગાંધીનગર: કેરળથી ભારતમાં પગપેસારો કરનારી વૈશ્વિક મહામારી કોરોના વાઈરસની અડફેટે જ્યારથી ગુજરાત આવ્યું છે ત્યારથી રાજ્યમાં સંક્રમણ સતત ફેલાતું રહ્યું છે. અનેક જિલ્લાઓ, શહેરો તથા ગ્રામ્ય વિસ્તારોના વહીવટી આરોગ્ય તંત્ર દ્વારા સંક્રમણ ફેલાતું રોકવાના અથાગ પ્રયાસો છતા કેસની સંખ્યા માં થતો વધારો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ક્યારેક શહેરોમાં તો ક્યારેક જિલ્લામાં કોરોના કેસ દરરોજ અવનવા રેકોર્ડ બનાવી ભયના માહોલમાં વધારો કરી રહ્યું છે.
![રાજ્યમાં 24 કલાકમાં રેકોર્ડબ્રેક 1110 કેસ, 21 મોત, કુલ 55822 સંક્રમિત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08:01:30:1595773890_gj-gdr-14-gujaratcorona-photo-7205128_26072020195805_2607f_1595773685_244.jpg)
રાજ્યમાં કુલ 55822 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાઇ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં નવા 1110 કેસ સામે આવ્યા છે. જ્યારે 21 દર્દીઓના મોત થયા છે. જો કે 753 દર્દીઓ કોરોના થી સ્વસ્થ થતા તેમને રજા પણ આપવામાં આવી છે.
ગુજરાત કોરોના વાઇરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મહાપાલિકા વિસ્તારમાં 152, સુરત મહાપાલિકા વિસ્તારમાં 201, વડોદરા મહાપાલિકા વિસ્તારમાં 79, સુરત 98, રાજકોટ કોર્પોરેશન 52, અમરેલી 39, બનાસકાંઠા 35, દાહોદ 30, નર્મદા 26, સુરેન્દ્રનગર 24, છોટાઉદેપુર 22, પાટણ 22, કચ્છ 20, રાજકોટ 20, ભરૂચ 19, ગીર સોમનાથ, જુનાગઢ કોર્પોરેશન, મહેસાણા, નવસારી, પંચમહાલમાં 18-18, ભાવનગર કોર્પોરેશન 17, વલસાડ 15, ભાવનગર 14, સાબરકાંઠા 14, ગાંધીનગર 23, વડોદરા 13, અમદાવાદ 11, આણંદ 11, મોરબી 10, ખેડા 9, તાપી 9, જામનગર કોર્પોરેશન 8, ડાંગ 6, ગાંધીનગર કોર્પોરેશન 6, જામનગર 6, બોટાદ 5, દેવભૂમિ દ્વારકા 4, અરવલ્લી 3, મહીસાગર 3, જુનાગઢ અને પોરબંદરમાં 2-2 કેસ સામે આવ્યા છે.
રાજ્યમાં અત્યાર સુધી 2326 લોકોના મોત થયાં છે. જ્યારે 85 દર્દીઓ હાલ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ સંક્રમણ ફેલાતા 25692 કેસ સામે આવ્યા છે જેને પગલે અન્ય મહાનગર માં પણ કેસ વધ્યા છે.
સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 201 કેસ સામે આવ્યા છે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 98 કેસ સામે આવ્યા છે. 24 કલાકમાં સુરતમાં 299 કેસ સામે આવ્યા છે.