- ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 987 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
- 24 કલાકમાં 1083 દર્દીને રજા આપવામાં આવી
ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન- 162 અમદાવાદ કોર્પોરેશન- 159, વડોદરા કોર્પોરેશન- 79, રાજકોટ કોર્પોરેશન- 57, સુરત- 51, રાજકોટ- 39, વડોદરા- 38, મહેસાણા- 33, બનાસકાંઠા- 28, નર્મદા- 27, કચ્છ- 21, પાટણ- 21, સાબરકાંઠા- 20, જામનગર કોર્પોરેશન- 18, સુરેન્દ્રનગર- 18, ગાંધીનગર- 17, ગાંધીનગર કોર્પોરેશન- 17, અમરેલી- 15, ગીર સોમનાથ- 15, જૂનાગઢ- 13, પંચમહાલ- 13, અમદાવાદ- 12, ભાવનગર કોર્પોરેશન- 12, ખેડા- 12, મોરબી- 12, અરવલ્લી- 11, જામનગર- 10, જૂનાગઢ કોર્પોરેશન- 10, આણંદ- 9, ભરૂચ- 7, ભાવનગર- 6, દેવભૂમિ દ્વારકા- 6, છોટાઉદેપુર- 4, દાહોદ- 3, નવસારી- 3, તાપી- 3, બોટાદ- 2, મહિસાગર- 2 અને પોરબંદરમાં 2 કેસ સામે આવ્યા છે.
આ ઉપરાંત રાજ્યમાં 61 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે. અત્યાર સુધી 3708 લોકોના મોત થયા છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધુ 42,155 કેસ નોંધાયા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે. સુરત આજે એક દિવસ બાદ રાજ્યમાં ફરીથી પહેલા નંબરે કોરોના કેસમાં રહ્યું છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 162 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 51 કેસ સામે આવ્યા છે. 24 કલાકમાં સુરતમાં 213 સામે આવ્યા છે. જોકે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.