ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં કોરોનાએ છેલ્લા બે વર્ષનો રેકોર્ડ તોડયો છે. કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં વધુમાં વધુ 14,000 જેટલા પોઝિટિવ કેસ એક દિવસમાં નોંધાયા હતાં. ત્યારે 25,000ની આસપાસ પોઝિટિવનો આંકડો (Corona Update in Gujarat )જતાં હવે ત્યાર બાદ છેલ્લા કેટલાય દિવસથી સતત કેસમાં ઘટાડો (Gujarat Health Department ) જોવા મળી રહ્યો છે.
3 ફેબ્રુઆરીએ પણ 34 દર્દીના મોત
આજે ફેબ્રુઆરીની 3 તારીખે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 7606 કોરોના પોઝિટિવ કેસ (Corona Positive cases 2020 ) નોંધાયા છે. જેમાંથી 13,195 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે ફર્યા છે. આજે 34 દર્દીઓના દુઃખદ મૃત્યુ થયા છે જેમાં અમદાવાદમાં 10 દર્દીના મૃત્યુ આંક સાથે સૌથી વધુ મૃત્યુ અમદાવાદમાં નોંધાયા છે જ્યારે રાજકોટ 02 બરોડામાં 04, ગાંધીનગર 02, સુરતમાં 02, જામનગર 01, ભાવનગર કોર્પોરેશનમાં 1 મૃત્યુ (Corona Update in Gujarat )નોંધાયું છે.
અમદાવાદમાં કોરોના કેસ ઘટાડા પર
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ (Gujarat Health Department ) દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવતું રાજ્યના તમામ કોર્પોરેશન વિસ્તારમાં કેસ સામે આવ્યાં છે. જેમાં અમદાવાદ મ્યુ. કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ 3118 જેટલા કેસો નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 227, બરોડા શહેરમાં 1127 અને રાજકોટમાં 238 કેસ નોંધાયા છે. જ્યારે કુલ 13,195 દર્દીઓએ કોરોનાને (Corona Update in Gujarat ) માત આપી છે.
આ પણ વાંચોઃ Child Vaccination Update in Gujarat : રાજ્યમાં હજુ 8 લાખથી વધુ બાળકો રસીકરણથી વંચિત, સરકારનું આયોજન ફેઇલ ?
આજે 3,87,645 નાગરિકોને રસીકરણ થયું
આજ રોજ 3 ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં કુલ 3,87,645 નાગરિકોને વેકસીન આપવામાં આવી છે. જ્યારે 18 થી 45 વર્ષથી વયના 23,718 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો. જ્યારે 84,070 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ઉપરાંત 15 થી 18 વર્ષના 25,591 બાળકો રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે 1,98,744 બાળકોને બીજો ડોઝ પણ આપી દેવામાં આવ્યો છે. ઉપરાંત 34,710 નાગરિકોને પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ 9,90,43,111 નાગરિકોને (Corona Update in Gujarat ) રસીકરણ કરવામાં આવ્યું છે.
રાજ્યમાં એક્ટિવ કેસ 63,564
રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ (Gujarat Health Department ) તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 63,564 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 266 વેન્ટિલેટર પર અને 68,298 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,579 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 11,11,394, દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 93.75 ટકા સુધી (Corona Update in Gujarat ) પહોંચ્યો છે.
આ પણ વાંચોઃ India Corona Update: છેલ્લા 24 કલાકમાં દેશમાં 1.72 લાખ કેસ નોંધાયા, 1008 લોકોના મોત