ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી સતત કોરોનાના નવા કેસમાં ઘટાડો (Gujarat Corona Update) જોવા મળી રહ્યો છે ત્યારે આજે ફેબ્રુઆરીની 23 તારીખે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 305 કોરોના પોઝિટિવ કેસ (Covid19 Update today) નોંધાયા છે અને 839 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે ફર્યા છે. આજે 05 દર્દીઓના દુઃખદ મૃત્યુ (Gujarat Corona Death today) થયા છે જેમાં બરોડામાં 02 દર્દીના મૃત્યુ આંક સાથે સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે. જ્યારે અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં એક પણ મૃત્યુ નોંધાયું નથી.
આ પણ વાંચોઃ Corona third wave to end : 367 પોઝિટિવ કેસ નોંધાવા સાથે 4 દર્દીના મૃત્યુ હવે અંત ભણી ત્રીજી લહેર
અમદાવાદમાં કોરોના કેસ ઘટાડા પર
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવતું રાજ્યના તમામ કોર્પોરેશન વિસ્તારમાં કેસ સામે આવ્યાં છે. જેમાં અમદાવાદ મ્યુ. કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ 120 જેટલા કેસો નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 07 બરોડા શહેરમાં 40 અને રાજકોટમાં 07 કેસ નોંધાયા છે. જ્યારે કુલ 839 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
આજે 1,38,874 નાગરિકોને રસીકરણ થયું
આજ રોજ 23 ફેબ્રુઆરી ના રોજ રાજ્યમાં કુલ 1,38,874 નાગરિકોને રસી આપવામાં આવી છે જ્યારે 18 થી 45 વર્ષથી વયના 12,345 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો જ્યારે 42,001 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ઉપરાંત 15 થી 18 વર્ષના 4742 બાળકો રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે 51,786 બાળકોને બીજો ડોઝ પણ આપી દેવામાં આવ્યો છે. ઉપરાંત 17,661 નાગરિકોને પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ 10,26,14,662 નાગરિકોનું રસીકરણ (Corona Vaccination today ) કરવામાં આવ્યું છે.
રાજ્યમાં એક્ટિવ કેસ 3386
રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 3386 જેટલા એક્ટિવ કેસ છે જેમાં 33 વેન્ટિલેટર પર અને 3853 ર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,911 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 12,07,284 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.83 ટકા સુધી પહોંચ્યો છે.
આ પણ વાંચોઃ DCGI એ 12 થી 18 વર્ષની વયના બાળકો માટે કોરોના રસી 'Corbevax' ને આપી મંજૂરી