ETV Bharat / city

Corona In Gujarat: રાજ્યમાં એક જ દિવસમાં 100થી વધુ કોરોનાના કેસ નોંધાયા, ઓમિક્રોનના કેસ પણ વધ્યા - ગુજરાતમાં કોરોના રસીનો બીજો ડોઝ

દુનિયા અને દેશની માફક ગુજરાતમાં પણ કોરોના (Corona In Gujarat) વકરી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 111 કોરોનાના કેસ (corona cases in gujarat) આવ્યા છે. એટલું જ નહીં, વડોદરામાં એક સાથે ઓમિક્રોનના 7 કેસો (omicron cases in gujarat)સામે આવ્યા છે.

Corona In Gujarat: રાજ્યમાં એક જ દિવસમાં 100થી વધુ કોરોનાના કેસ નોંધાયા, ઓમિક્રોનના કેસ પણ વધ્યા

author img

By

Published : Dec 23, 2021, 11:04 PM IST

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાએ બીજી લહેર (corona second wave in gujarat) બાદ ફરી માથું ઊચક્યું છે. આજે કોરોનાના 100થી વધુ કેસો ઘણા સમય બાદ નોંધાયા છે. અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં જ 43 કોરોના પોઝિટિવ (corona cases in ahmedabad) કેસો નોંધાતા ફફડાટ પેઠો છે, જ્યારે રાજ્યમાં 111 એક્ટિવ કેસો (corona active cases in gujarat) નોંધાયા છે. 2 દર્દીઓનું મૃત્યુ થયું છે. ઓમિક્રોનના કારણે આ કેસો વધ્યા છે. તેમાં પણ આજે વડોદરામાં એક સાથે ઓમિક્રોન (omicron cases in vadodara)ના 7 કેસો નોંધાયા છે. અત્યાર સુધી 30 જેટલા કુલ ઓમિક્રોનના કેસો રાજ્ય (omicron cases in gujarat)માં નોંધાયા છે.

આજે 111 કેસોની સામે 78 લોકો સાજા થયા

રાજ્યમાં આગામી સમયમાં ઓમિક્રોનનો ખતરો વધી શકે છે. ફરી કોરોનાએ વિશ્વ અને દેશની જેમ ગુજરાતમાં પણ (Corona In Gujarat) દસ્તક દીધી છે. કોરોના કેસો દિવસેને દિવસે વધી (gujarat corona update) રહ્યા છે. આજે 111 કેસોની સામે 78ને સાજા થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. એક્ટિવ કેસોનો આંકડો 668એ પહોંચ્યો છે. ગુજરાતમાં દિવસેને દિવસે ઓમિક્રોનના કેસોની સાથે કોરોનાના કેસોમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. તેમાં પણ કોર્પોરેશનમાં કેસો વધ્યા છે. લોકો માસ્ક પહેરવામાં પણ બેદરકારી દાખવી રહ્યા છે. સરકાર દ્વારા SOP (corona guidelines gujarat) બહાર પડાઈ છે, પરંતુ તેના નિયમોને નેવે મૂકી દેવામાં આવ્યા છે. લોકોની વધુ બેદરકારી કોરોનાના વધુ કેસોને આમંત્રણ આપી શકે છે.

કોર્પોરેશન વિસ્તારમાં નોંધાયલા કેસો

આજે 23 ડિસેમ્બરના રોજ કોરોના પોઝિટિવ કેસો વિવિધ કોર્પોરેશન અને જિલ્લા સ્તરે જોવા મળ્યા હતા. ત્યારે સમગ્ર રાજ્યમાં કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદમાં 43, સુરત કોર્પોરેશનમાં 17, વડોદરા કોર્પોરેશનમાં 10, રાજકોટ કોર્પોરેશનમાં 11, ભાવનગર કોર્પોરેશનમાં 1 કેસ નોંધાયો હતો. જામનગર અને આણંદમાં 2 દર્દીઓનું મૃત્યુ થયું છે.

આજે 2.13 લાખથી વધુ લોકોને આપવામાં આવી વેક્સિન

કોરોનાના કેસોમાં એક બાજુ વધારો થઈ રહ્યો છે. ત્યારે બીજી બાજુ વેક્સિન (vaccination in gujarat)નો બીજો ડોઝ લેવામાં લોકો બેદરકારી દાખવી રહ્યા છે. આજે છેલ્લા 24 કલાકમાં 2,13,972 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. અત્યાર સુધી સમગ્ર રાજ્યમાં 8,78,97734 ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં 18 વર્ષથી ઉપરના 4,93,20,903 લોકોમાંથી વેક્સિનનો પહેલો ડોઝ (corona vaccine first dose in gujarat) 4,66,17,495 (94.5%)ને અપાયો છે, જ્યારે બીજો ડોઝ (corona vaccine second dose in gujarat) 4,10,79,357 (93.0%) લોકોને અપાયો છે.

રાજ્યમાં વર્તમાન સ્થિતિ

રાજ્યના આરોગ્ય વિભાગ (health department gujarat) તરફથી મળતી માહિતી પ્રમાણે હાલમાં રાજ્યમાં કુલ 668 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 12 દર્દીઓ વેન્ટિલેટર પર અને 656 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કુલ 10,108 દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 8,18,129 દર્દીઓએ કોરોનાને માત આપી છે, જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.70 ટકા સુધી પહોંચ્યો છે.

ગુજરાતમાં ઓમિક્રોન પોઝિટિવના કુલ 30 કેસો નોંધાયા

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં ઓમિક્રોનના કુલ 30 પોઝિટિવ કેસો અત્યાર સુધી નોંધાયા છે. જેમાં અત્યારે સારવાર હેઠળ-25 દર્દીઓ છે, જ્યારે 5 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. એકપણ મૃત્યુ નોધાયું નથી. જિલ્લાવાર વાત કરીએ તો એક્ટિવ કેસોમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 2, મહેસાણામાં 3, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 10, આણંદ 3, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 7, જ્યારે રાજકોટ કોર્પોરેશનમાં 1 એમ 25 જેટલા ઓમિક્રોનના એક્ટિવ કેસો છે.

આ પણ વાંચો: AMC Vaccination Scheme: આઇફોન જીતનાર કિશને કહ્યું - શરૂઆતમાં ફ્રોડ લાગ્યું, ફોન સ્વીચ ઑફ કરી દીધો હતો

આ પણ વાંચો: Jitu Vaghani on Rajkot Visit: શાળાઓમાં વાલીઓના બીજી વખત સંમતિ પત્ર લેવામાં આવશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.