ETV Bharat / city

Corona In Gujarat: રાજ્યમાં કોરોના બ્લાસ્ટ, આજે 548 કેસ નોંધાયા - અમદાવાદમાં કોવિડ બેફામ - ગાંધીનગરમાં કોરોના કેસ

ગુજરાતમાં કોરોનાના (Corona In Gujarat) 548 કેસો નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ 265 કેસો (Corona Cases in Ahmedabad) નોંધાતા ચિંતા વધી છે. રાજ્યમાં ઓમિક્રોન (Omicron Cases In Gujarat)ના નવા 13 કેસો નોંધાયા છે. આ સાથે ગુજરાતમાં ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા 97એ પહોંચી ગઈ છે. અમદાવાદમાં ઓમિક્રોન (Omicron Cases In Ahmedabad)ના કુલ 33 કેસો છે.

Corona In Gujarat: રાજ્યમાં કોરોના બ્લાસ્ટ, આજે 548 કેસ નોંધાયા - અમદાવાદમાં કોવિડ બેફામ

author img

By

Published : Dec 29, 2021, 8:14 PM IST

ગાંધીનગર: ગુજરાતમાં કૂદકે અને ભૂસકે વધી રહેલા કોરોના કેસોથી ત્રીજી લહેર (Corona Third Wave In Gujarat)ની શંકા પ્રબળ બની છે. રાજ્યમાં કોરોના કેસો (Corona case in Gujarat) એક સાથે મોટી સંખ્યામાં આવી રહ્યા છે. આજે 548 કોરોનાના કેસો રાજ્યમાં (Corona In Gujarat) નોંધાયા છે, જ્યારે તેના અડધા જેટલા 265 કેસો અમદાવાદ શહેર (Corona Cases in Ahmedabad)માં નોંધાયા છે. બીજી લહેરમાં પણ અમદાવાદ કોરોનાનું એ.પી. સેન્ટર હતું, ત્યારે ડિસેમ્બરમાં પણ કેસો સૌથી વધુ અમદાવાદ શહેરમાં નોંધાયા છે.

અમદાવાદમાં ઓમિક્રોનના 33 કેસ

અમદાવાદમાં ઓમિક્રોન (Omicron Cases In Ahmedabad)ના કારણે સંક્રમણ વધી રહ્યું છે. સૌથી વધુ ઓમિક્રોનના કેસો અમદાવાદમાં કુલ 33 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસો (Corona Active Cases In Gujarat) 1,902 નોંધાયા છે, જ્યારે એક દર્દીનું મૃત્યુ કોરોનાથી થયું છે. ત્રીજી લહેરની શરૂઆત જાણે ડિસેમ્બર મહિનાથી થઈ હોય તેવું વધતા કેસોને જોઈને લાગી રહ્યું છે. નવા વર્ષની શરૂઆત ત્રીજી લહેરથી થઈ શકે છે. જો કે બીજી લહેરનો ઘા લોકો ભૂલ્યા નથી, ત્યારે ફરી કોરોના સંક્રમણ દેશભરમાં વધ્યું છે, જેમાં મહારાષ્ટ્ર, દિલ્હીની જેમ ગુજરાતમાં પણ કેસો વધી રહ્યા છે.

કોર્પોરેશન વિસ્તારમાં નોંધાયલા કેસો

રાજ્યમાં આજે 548 કેસો સામે 65 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જેથી સાજા થવાનો દર પણ ઘટીને 98.55 ટકા (Recovery Rate In Gujarat) પહોંચ્યો છે. ઓમિક્રોનના નવા 13 કેસો રાજ્યમાં નોંધાયા છે. આ કેસો હજુ પણ વધશે, કેમ કે કેટલાકના રિપોર્ટ આવવાના હજુ બાકી છે. આજે 24 ડિસેમ્બરના રોજ કોરોના પોઝિટિવ કેસો વિવિધ કોર્પોરેશન અને જિલ્લા સ્તરે જોવા મળ્યા હતા. ત્યારે સમગ્ર રાજ્યમાં કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદમાં 265, સુરત કોર્પોરેશનમાં 72 (Corona cases in surat), વડોદરા કોર્પોરેશનમાં 34 કેસો, રાજકોટ કોર્પોરેશનમાં 20 (Corona cases in Rajkot), ભાવનગર કોર્પોરેશનમાં 5, જામનગર કોર્પોરેશનમાં 3, ગાંધીનગર કોર્પોરેશનમાં 2 કેસ (Corona cases in Gandhinagar) નોંધાયા છે. બાકીના કેટલાક જિલ્લાઓમાં પણ કેસો નોંધાયા હતા.

આજે 1.94 લાખથી વધુ લોકોને આપવામાં આવી વેક્સિન

કોરોનાના કેસોમાં એક બાજુ વધારો થઈ રહ્યો છે. ત્યારે બીજી બાજુ વેક્સિન (Vaccination in Gujarat)નો 100 ટકાનો ડોઝ પૂર્ણ થવાના આરે છે. તો કિશોરોને પહેલીવાર અને વડીલોને ફરી ત્રીજીવાર એટલે કે બૂસ્ટર ડોઝ આપવામાં આવશે, ત્યારે હજુ પણ પ્રથમ અને બીજો ડોઝ લેનાર જૂજ લોકો બાકી છે. આજે 1.94 લાખથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી હતી. અત્યાર સુધી સમગ્ર રાજ્યમાં 8,90 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.

રાજ્યમાં વર્તમાન સ્થિતિ

રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે હાલમાં રાજ્યમાં કુલ 1,902 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 11 દર્દીઓ વેન્ટિલેટર પર અને 1,891 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કુલ 10,115 દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 8,18,487 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

નવા 13 ઓમિક્રોન પોઝિટિવ કેસો નોંધાયા

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા જોવા જઈએ તો ગુજરાતમાં કુલ 97 કેસો ઓમિક્રોનના અત્યાર સુધી નોંધાયા છે. જેમાંથી 24ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ઓમિક્રોનથી રાજ્યમાં એકપણ મૃત્યુ નોધાયું નથી. જિલ્લાવાર વાત કરીએ તો આજે અમદાવાદમાં 4, વડોદરામાં 2, સુરતમાં 5 અને આણંદમાં 2 કેસ નોંધાયા હતા.

આ પણ વાંચો: Vaccination of children in Gujarat 2022: 3 જાન્યુઆરીથી બાળકોને વેક્સિન આપવા માટે ગુજરાત તૈયાર

આ પણ વાંચો: Corona In Gujarat: રાજ્યમાં કોરોનાના નવા 394 કેસ નોંધાતા ફફડાટ, અમદાવાદમાં કોવિડ કેસોનો રાફડો ફાટ્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.