- 38 હજાર અરજીમાંથી 22 હજારને કોરોના મૃત્યુ માટે સહાય ચૂકવાઇ
- સુપ્રીમમાં થયેલી PIL બાદ સહાયનો નિયમ બદલાયો
- કોરોના થયાના 30 દિવસમાં જેનું મૃત્યુ થયું હોય તેવા કેસોમાં સહાય મળશે
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાની બીજી લહેર (corona second wave in gujarat)માં સ્મશાનોમાં પણ જગ્યા નહોતી તેવી હાલત થઈ હતી, ત્યારે રાજ્ય સરકારે કોરોનામાં મૃત્યુ પામેલા અને અન્ય કોઈ બીમારી ધરાવનારાના મૃત્યુ કોરોનામાં ગણ્યા નહોતા. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ (supreme court on corona ex gratia) કોરોના થયાના 30 દિવસમાં જેનું મૃત્યુ થયું હોય અને rtpcr પોઝિટિવ હોય તેવા કેસો (corona cases in gujarat)માં હવેથી સહાય ચૂકવવામાં આવી રહી છે, જેથી સરકારના આંકડા કરતા કોરોનામાં મૃત્યુ પામનારાઓ (corona death in gujarat)નો આંકડો બદલાઈ ગયો છે.
કોરોના થયાના 30 દિવસમાં મૃત્યું થયું હોય તેમને પણ સહાય
મહેસૂલ પ્રધાને સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ જે વ્યાખ્યા બદલાઈ છે એ મુજબ સહાય ચૂકવવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટમાં PILના અનુસંધાને આદેશ થયો જેથી એ સિવાયનાને પણ સહાય ચૂકવવામાં આવી. મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે, ગુજરાત સરકારની શરૂઆતમાં જે વ્યાખ્યા હતી એ મુજબ કોરોનામાં મૃત્યુ પામનારા 10,093 કેસો હતા. સુપ્રીમ કોર્ટમાં PILના અનુસંધાને આદેશ થયો. જેથી એ સિવાયનાને પણ સહાય ચૂકવવામાં આવી છે. જેણે આત્મહત્યા કરી હોય અને ટેસ્ટમાં rtpcrમાં કોરોના પોઝિટિવ આવ્યો હોય અને 30 દિવસમાં મૃત્યુ થયું હોય તેમને પણ સહાય આપવામાં આવશે. અન્ય રાજ્યોની સરખામણીએ dbtથી 22 હજાર અરજીઓ પ્રોસેસ કરી પૈસા જમા કરાવ્યા છે.
સહાય માટે અત્યાર સુધી 38 હજાર અરજીઓ આવી છે
વધુમાં કહ્યું કે, ચુકાદા મુજબ આ મૃત્યુ ગણ્યા હોવાથી સહાય આપી છે. અન્ય રાજ્યોની સરખામણીએ સહાય ચૂકવવામાં ગુજરાત આગળ છે. અન્ય અરજીઓ આવશે તો પણ સહાય ચૂકવાશે. 38 હજાર અરજીઓ અત્યાર સુધી આવી છે. આવી અન્ય અરજીઓ સરકાર સ્વીકારશે. સરકારે આંકડો છુપાવવા આવું કર્યું છે? તેના જવાબમાં તેમણે કહ્યું કે, કોમોર્બિટ (comorbid death in gujarat)ની બાબતમાં સહાયનો આ સવાલ છે, જે સુપ્રીમ કોર્ટે કહ્યું છે એ વ્યાખ્યાનું વિસ્તૃતીકરણ કર્યું છે.
પેપર લીક આક્ષેપમાં SOG, LCB અને પોલીસ વિભાગ તપાસ કરી રહ્યો છે
હેડક્લાર્કનું પેપર લીક (head clerk paper leak in gujarat) થયું છે એ બાબતે પૂછાયેલા સવાલના જવાબમાં કહ્યું કે, પેપર લીક આક્ષેપમાં SOG, LCB અને પોલીસ વિભાગ તપાસ કરી રહ્યો છે. CCTV ફૂટેજ લઈ રહ્યા છીએ. ભ્રષ્ટાચાર છાવરવામાં નહીં આવે. પોલીસ કાર્યવાહી જરૂર પડશે તો થશે જ.
ભરતસિંહ દારૂ પીવે છે કે નહીં એ ખબર નથી
આજે દારૂબંધી (alcohol prohibition in gujarat)ને લઈને રાજકારણ ગરમાયું હતું, ત્યારે આ વાતનો પ્રત્યુતર આપતા મહેસૂલ પ્રધાને કહ્યું, ભરતસિંહ દારૂ પીવે છે કે નહીં એ ખબર નથી, 25 વર્ષથી સરકાર મક્કમ છે. ગુજરાતમાં દારૂબંધી છે જ.
આ પણ વાંચો: corona omicron variant: વલસાડમાં ઓમીક્રોનને પોહચી વળવા તંત્ર સજ્જ, સિવિલમાં 60 બેડનો વોર્ડ શરૂ
આ પણ વાંચો: કોરોના દરમિયાન પણ અમદાવાદ હંમેશા એક્ટિવ રહ્યું: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ