- રાજ્ય સરકારે કોર કમિટીમાં લીધો મહત્વનો નિર્ણય
- 18 કોર્પોરેશન વિસ્તારમાં 10વાગ્યાથી કરફ્યૂ લાગુ
- સિનેમા ગૃહ, મલ્ટીપ્લેક્ષ 50 ટકા કેપેસિટી સાથે શરૂ
ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમણ જે રીતે ત્રણ મહિના અગાઉ કાબૂની બહાર હતો. ત્યારે રાજ્ય સરકાર દ્વારા અનેક જગ્યા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતા. જેમાં હવે રાજ્યમાં જે રીતે કોરોનાનું સંક્રમણ ધીમે-ધીમે ઘટી રહ્યું છે અને કેસ કાબૂમાં આવી રહ્યા છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યા છે. જેમાં રાજ્યમાં છેલ્લા કેટલાય મહિનાઓથી બંધ પડેલા મલ્ટિપ્લેક્સ 50 ટકા કેપેસિટી સાથે શરૂ કરવાની મંજૂરી રાજ્ય સરકારે આપી છે.
ક્યાં લીધા મહત્વના નિર્ણય
રાજ્યની 8 મહાનગરપાલિકા અને વાપી, અંકલેશ્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, પાટણ, મોરબી, ભુજ અને ગાંધીનગર એમ કુલ 18 શહેરોમાં રાત્રી કરફ્યૂ 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો રહેશે.
આ 8 શહેરોમાં વ્યવસાય વૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી 30 જૂન સુધીમાં ફરજિયાત લેવાની રહેશે.
રાજ્યના આ સિવાયના તમામ વિસ્તારોમાં વ્યવસાય પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો માલિકો સ્ટાફ સહિત તમામે આગામી 10 જુલાઇ સુધીમાં લેવી ફરજીયાત રહેશે.
18 શહેરોમાં રેસ્ટોરન્ટ, હોટેલ 09:00 સુધી 60ટકાની કેપેસીટી સાથે ચાલુ રાખી શકાશે.
હોમ ડિલિવરી રાત્રિના 12 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.
લગ્ન પ્રસંગમાં સો લોકો સુધી ઉપસ્થિત રહી શકશે અને અંતિમ ક્રિયા તથા દફનવિધિમાં 40 લોકોને મંજૂરી અપાઇ છે.
સામાજિક રાજકીય પ્રસંગો અને ધાર્મિક સ્થાનો પર હોલની ક્ષમતાના 50 ટકા અને મહત્તમ 200 લોકો ઉપસ્થિત રહી શકશે.
વાંચનાલયોની ક્ષમતાના 60ટકાને મંજૂરી અપાઈ છે.
પાર્ક, ગાર્ડન રાત્રીના 09:00 સુધી ચાલુ રાખી શકાશે.
રાજ્યના સિનેમાઘરો, મલ્ટિપ્લેક્સ, ઓડિટોરિયમ 50ટકા કેપેસિટી સાથે ચાલુ કરી શકાશે.
રાજ્યની એસ.ટી.બસોમાં 75ટકાની ક્ષમતા સાથે પરિવહનની છૂટ આપવામાં આવી છે.
36 શહેરમાંથી 18 શહેરમાં કરફ્યૂ હટાવાયો
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યના 36 શહેરોમાંથી 18 શહેરોમાં રાત્રી કરફ્યૂ હટાવી લેવામાં આવ્યો છે. આણંદ, દાહોદ, ગાંધીધામ, નડિયાદ, ગોધરા, સુરેન્દ્રનગર, હિંમતનગર, પાલનપુર, મોડાસા, રાધનપુર, કડી, વિસનગર, અમરેલી, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ તથા અંકલેશ્વર અને વાપીમાંથી રાત્રી કરફ્યૂ હટાવી લેવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.
રાજ્યના 18 જેટલા શહેરોમાં કરફ્યૂ લાગુ રહેશે
અગાઉ રાજ્યના 36 શહેરોમાં રાત્રી કરફ્યૂનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. પરંતુ જે રીતે કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. તેને ધ્યાનમાં લઈને હવે રાજ્યના ફક્ત 18 જેટલા જ શહેરોમાં કરફ્યૂ લાગુ રહેશે. જ્યારે અન્ય શહેરોમાં રાત્રી કરફ્યૂ લાગુ રહેશે નહીં.