ETV Bharat / city

હાર્દિક પંડ્યાએ પોલીસના ગ્રેડ પે વધારવા કર્યા ધરણા, LCB એ કરી અટકાયત - પોલીસ વતી ધરણા

બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરજ નિભાવતા હાર્દિક પંડ્યાએ ચાલી રહેલા પોલીસના ગ્રેડ-પે (Police grade-pay) વધારવાના વિરોધને લઈને સચિવાલય ખાતે વિરોધ (Protest on social media) કર્યો હતો. જેને હિંમત કરી તમામ પોલીસ વતી ધરણા કર્યા હતા, આ દરમિયાન LCBએ તેની અટકાયત કરી હતી. પોલીસ જ આજે પોલીસને પકડી લઈ જતી જોવા મળી હતી.

હાર્દિક પંડ્યાએ પોલીસના ગ્રેડ પે વધારવા કર્યા ધરણા

author img

By

Published : Oct 25, 2021, 8:50 PM IST

  • બાપુનગરના પોલીસકર્મીએ ખુલ્લેઆમ વિરોધ કર્યો
  • ગ્રેડ-પે અન્ય રાજ્યોની સરખામણીમાં વધારવા કરી માંગ
  • તમામ પોલીસ વતી વિરોધ કરી રહેલા પોલીસકર્મીને પોલીસ જ પકડી ગઇ

ગાંધીનગર : પોલીસ ગ્રેડ-પે મામલે એક અઠવાડિયાથી વધુ સમયથી આંદોલનની શરૂઆત થઈ છે. ADGએ પણ આ બાબતોથી દૂર રહેવા ફરમાન કર્યું હતું. સોશિયલ મીડિયા(Protest on social media) પણ પોલીસના ગ્રેડ-પે વધારાને લઈને માંગ કરવામાં આવી છે, પરંતુ પહેલીવાર ખોલીને પોલીસનો ગ્રેડ-પે (Police grade-pay) વધારાને લઇને હેડ કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યાએ માંગ કરી છે. જેને સચિવાલય ખાતે પોતાની નોકરીની ફરજ પૂરી કરી ધરણા કર્યા હતા.

હાર્દિક પંડ્યાએ પોલીસના ગ્રેડ પે વધારવા કર્યા ધરણા

પોલીસ કર્મચારી હાર્દિક પંડ્યાનો વિરોધ

વિધાનસભાના પગથીયા પર પોલીસ કર્મચારી હાર્દિક પંડ્યા ત્યાં બેસી ગયો હતો અને આ પોલીસકર્મીએ પોતાની વ્યથા વિરોધ કરી ઠાલવી હતી, આ સાથે જ હાર્દિક પંડ્યા વ્યથા રજુ કરતાં રડી પડ્યો હતો. પોલીસકર્મીની LCB દ્વારા અટકાયત કરાઈ હતી અને પોલીસકર્મીને ગાંધીનગર LCB ઓફિસ લઈ જવામાં આવ્યો હતો. પ્રતિબંધિત વિસ્તારમાં ધરણા કરવામાં આવ્યા હોવાથી અટકાયત કરાઈ હતી.

વિરોધ કરતા હાર્દિકને LCB ઓફિસ લઈ જવાયો

પોલીસનો ગ્રેડ-પે બહુ ઓછો હોવાથી તેને વધારવા માટે હાર્દિક પંડ્યાએ માંગ કરી હતી. તેનું કહેવું હતું કે, તે 2500 રૂપિયામાં 2009માં ભરતી થયો હતો. તમામ પોલીસ વતી તેને વિરોધ નોંધાવ્યો હતો. પોલીસનું દર્દ વિધાનસભાના પગથિયા પર હાર્દિકના પ્રદર્શનરૂપે જોવા મળ્યું હતું. 24 કલાક પોલીસ ખડેપગે કામ કરે છે. અન્ય ખાતા કરતા પોલીસનું અઘરું કામ છે. તે છતા ગ્રેડ-પે બહુ ઓછો છે. તેવું હાર્દિકનું કહેવું છે. હાર્દિકે કહ્યું હતું કે, જ્યા સુધી ગ્રેડ-પે વધારવામાં નહીં આવે ત્યાં સુધી તે અહીં બેસી રહેશે, પરંતુ થોડીવારમાં જ તેની LCB દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

રૂપિયા 20 સાયકલ એલાઉન્સ પોલીસ કર્મીઓને આપવામાં આવે છે

પોલીસકર્મીઓને મળતા ગ્રેડ-પે અને પગારની જો વાત કરવામાં આવે તો અન્ય રાજ્યમાં મળતો પોલીસનો ગ્રેડ પે 4,200 જ્યારે પગાર 9,300થી 34,800 છે. ગુજરાત રાજ્યમાં મળતો ગ્રેડ પે 1,800 અને પગાર 5200થી 20,200 છે. પોલીસ કોન્સ્ટેબલનો 2,800 ગ્રેડ-પે થાય છે. હેડ કોન્સ્ટેબલનો 3,600નો ગ્રેડ-પે થાય છે. ASI નો 4,200 નો ગ્રેડ-પે થાય છે. આ ઉપરાંત, રૂપિયા 20 સાયકલ એલાઉન્સ પોલીસ કર્મીઓને આપવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.