ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં (Gujarat Assembly 2022 )કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે (Congress MLA Kirit Patel )જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આઉટસોર્સિંગના કર્મચારીઓને (Outsource Job Problem) મહત્વ આપી રહી છે. ગયા વર્ષે આઉટસોર્સિંગ માટે બજેટમાં 43 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. જે વધારીને આ વર્ષના બજેટમાં 100 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
આઉટસોર્સિંગના કર્મચારીઓને જવાબદારી નક્કી થતી નથી -કિરીટ પટેલે (Congress MLA Kirit Patel )જણાવ્યું હતું કે, ચૂંટણી અને ન્યાયતંત્રમાં આઉટસોર્સિંગ કર્મચારીઓ ઉપયોગ કરવો જોઈએ નહીં. કારણ કે, તેનાથી કર્મચારીઓની જવાબદારી નક્કી થતી નથી. વળી આઉટસોર્સિંગમાં 12 હજાર કરોડનો ભ્રષ્ટાચાર (Corruption in outsourcing )છે. મહેસાણા-પાટણમાં આઉટસોર્સિંગના કર્મચારીઓને મહિને 16 થી 17 હજાર વેતન ચૂકવાતું હોવાનું કહેવાય છે. પરંતુ ખરેખર માટે 10 થી 12 હજાર જેટલો જ (Outsource Job Problem)પગાર ચૂકવવામાં આવે છે.
ગુજરાતમાં ન્યાય ધીમો - કિરીટ પટેલે (Congress MLA Kirit Patel ) જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યમાં એક જજ 19 કેસોનો નિકાલ કરે છે. તેની સામે અન્ય રાજ્યમાં 100 કેસનો નિકાલ થાય છે. આમ રાજ્યમાં ન્યાય પણ ધીમો છે.
આ પણ વાંચોઃ Gujarat Assembly 2022: ગુજરાતમાં પડતર કેસોને ડિઝપોઝ કરવા 227 વર્ષ લાગશે, કિરીટ પટેલે કર્યો ઘટસ્ફોટ