- કરર્ફ્યૂ, કોરોના મામલે કોંગ્રેસે ઉઠાવ્યા સવાલો
- બંધ પાળીશું તો રોજગારી પર માઠી અસર થશેઃ કોંગ્રેસ
- રજાના દિવસોમાં પણ વેક્સિન કાર્યક્રમ રખાયો ચાલું
ગાંધીનગરઃ અર્જુન મોઢવાડીયા અને શક્તિસિંહે કરેલા નિવેદનના આધારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું હતું કે, જાણકારી વગરના જે આક્ષેપો સરકાર પર થયા છે તેને અમે વખોડી રહ્યા છીએ. 20 શહેરમાં કરર્ફ્યૂ મૂક્યો તેના પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે. સરકાર છેલ્લા એક વર્ષથી કોરોના સામે કામગીરી કરી રહી છે અન્ય રાજ્યો કરતાં પણ સારું કામ થઇ રહ્યું છે. જેમાં ભાજપની સરકાર હોય કે, કોંગ્રેસની સરકાર હોય સમગ્ર દેશમાં કેન્દ્ર સરકારે નિઃ શુલ્ક વેક્સિન આપી છે. રજાના દિવસોમાં પણ વેક્સિન કાર્યક્રમ ચાલું રાખ્યો છે અને કોંગ્રેસ મનઘડત આક્ષેપ કરી રહી છે
આ પણ વાંચોઃ નર્મદામાં BJPના સ્થાપના દિવસની ઉજવણી, સાંસદ મનસુખ વસાવાએ પક્ષના નેતાઓ પર કર્યા આક્ષેપ
અત્યાર સુધીમાં 80 લાખ 17 હજાર 741 લોકોને વેક્સિન અપાઇ
નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં ગુજરાતમાં સૌથી વધુ વેક્સિન અપાઇ છે. 80 લાખ 17 હજાર 741 વેક્સિન અપાઇ છે. લોકડાઉંન મામલે સરકાર નાના, મધ્યમ વર્ગીય પરિવારને તકલીફ ના પડે કોઈની રોજગારી ન છીનવાય તે પ્રકારનું આયોજન કરી રહી છે. 20 શહેરમાં કરફ્યૂ મૂક્યો તો શું કોંગ્રેસ એવું ઈચ્છે છે કે, ગુજરાતમાં સંપૂર્ણપણે બંધ લગાવી દેવામાં આવે જો બંધ થાય તો રોજગારી અને ઉદ્યોગ પર માઠી અસર થશે.
આ પણ વાંચોઃ રાજકોટ સિવિલ હોસ્પિટલના હેલ્પ ડેસ્ક પર અવ્યવસ્થા હોવાનો દર્દીઓના સ્વજનોનો આક્ષેપ
રાત્રે લોકો બિનજરૂરી ભેગા થતાં હોવાથી રાત્રી કરર્ફ્યૂ
રાત્રી કરર્ફ્યૂમાં લોકો નોકરી ધંધા રોજગાર પરથી આવ્યા બાદ બિનજરૂરી એકત્ર થાય છે માટે રાત્રી કર્ફ્ય મૂક્યો છે. કોર્ટે જ્યારે માર્ગદર્શન આપ્યું તેનો અમલ સરકારે કર્યો છે. ગૃહ પ્રધાન અમિત શાહે વીડિયો કોન્ફરન્સ કરી ભારત સરકાર પૂરતો સહયોગ કરશે, ઓક્સિજન સહિત તમામ જરૂરિયાત પૂર્ણ કરવાની વાત કરી હતી. સરકાર દ્વારા પડતર ભાવે ઇન્જેક્શન આપશે. કોંગ્રેસ નેતા ગુજરાતની વાતો કરે છે પણ બાજુમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ છે ટેસ્ટ કરવામાં સરકાર પાછી પાની નહીં કરે. અમે ડૉક્ટરોની ટીમ બનાવી છે. આગામી સમયમાં લોકોને ઘરે રહી ઇન્જેક્શન મળી રહે તેનું પણ આયોજન વિચારી રહ્યા છે. જુનિયર ડૉક્ટરોએ અચાનક હડતાલની ચીમકી આપી હતી. તે મામલે જણવ્યું એમને દર મહિને 25,000 રૂપિયા વધારાનું સ્ટાઇપેન્ડ આપો તેવી માગ કરી છે પરંતુ પ્રથમ વર્ષમાં 60,000 સ્ટાઇપેન્ડ બીજા વર્ષમાં 61,000, ત્રીજા વર્ષમાં 62,000 ચોથા વર્ષમાં 65,000 સ્ટાઇપેન્ડ અપાય છે. કોરોના મહામારીમાં ડૉક્ટરને કોરોના વોરિયર્સ તરીકે ઓળખ્યા છે. જો આ પ્રકારની સ્થિતિમાં પણ તેઓ હડતાલની માગ કરે તો તે ખોટું છે.