ETV Bharat / city

વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કેશુબાપાને અર્પી શ્રદ્ધાંજલિ

ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલનું નિધન થતા ગાંધીનગર સ્થિત તેમના નિવાસ સ્થાને પહોંચી તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કેશુબાપાને અર્પી શ્રદ્ધાંજલિ
વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કેશુબાપાને અર્પી શ્રદ્ધાંજલિ
author img

By

Published : Oct 30, 2020, 2:31 PM IST

  • વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કેશુબાપાને પાઠવી શ્રદ્ધાંજલિ
  • કેશુબાપાના નિવાસસ્થાને પહોંચી ભૂતકાળના સંભારણા યાદ કર્યા

ગાંધીનગર: ગત 29 ઓક્ટોબરે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલનું નિધન થયું હતું. જેના પગલે રાજ્ય સરકારે 1 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો હતો. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાજપના પ્રથમ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલને શ્રદ્ધાંજલિ આપવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા, પરંતુ મોદી પહોંચે તે પહેલા જ ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કેશુભાઈ પટેલના ઘરે પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી સાથે જ કેશુભાઈ સાથેના ભૂતકાળના સંભારણા વાગોળ્યા હતા.

વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કેશુબાપાને અર્પી શ્રદ્ધાંજલિ

વર્ષ 1995માં કેશુભાઈ પટેલે 127 બેઠકો સાથે સરકાર બનાવી હતી

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ભૂતકાળને વાગોળતા જણાવ્યું હતું કે વર્ષ 1995માં કેશુભાઈ પટેલે 127 બેઠકો સાથે ગુજરાતમાં ભાજપની પ્રથમ સરકાર બનાવી હતી. ગુજરાતના ગામડાઓને ખૂંદીને ગરીબ ખેડૂતોનો અવાજ બનવાનો તેમણે પ્રયાસ કર્યો હતો. આખા ગુજરાતને ગોકુળીયુ ગામ બનાવવાનું સપનું તેમણે જોયું હતું. સદભાવના અને સમાનતાના પાયા પર તેઓ જીવન જીવ્યા હતા.

ગુજરાતની જનતાએ ગુમાવ્યો લોકનાયક

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે કેશુબાપાના નિધનને પગલે ગુજરાતની જનતાએ એક લોકનાયક ગુમાવ્યો છે. લોકો માટે અને લોકોનું સારું ઇચ્છતા કેશુભાઈ પટેલ આજે નથી રહ્યા તેનું સમગ્ર ગુજરાતની જનતાને દુઃખ છે. ગુજરાતના તમામ ગામડાઓમાંથી જે ગામડાઓમાં નર્મદાના પાણી કેશુભાઈ પહોંચાડ્યા હતા તે તમામ ગામડાના લોકોએ કેશુબાપાના સમાચાર સાંભળીને તેમની આંખોમાંથી આંસુ વહાવ્યા છે.

બાપાનું જીવન લોકો માટે પ્રેરણારૂપ

પરેશ ધાનાણીએ ઉમેર્યુ હતું કે કેશુભાઈ પટેલે તેમના જીવનમાં અનેક ચઢાવ-ઉતાર જોયા છે પરંતુ ક્યાંય તેમણે પોતાની વફાદારી છોડી ન હતી. તેમનું જીવનમાં હંમેશા તેમણે સંઘર્ષ જ કર્યો છે તેમનું જીવન આવનારી પેઢીને પ્રેરણારૂપ બનશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.