ETV Bharat / city

કોંગ્રેસે વિવિધ મુદ્દે રાજ્યપાલને આવેદનપત્ર પાઠવ્યું

ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા 25 વર્ષથી ભાજપની સરકાર છે. પરંતુ સરકારી નોકરીમાં ભ્રષ્ટાચાર, નોકરીમાં શૈક્ષણિક લાયકાત બદલવા અનેક ફેરફારો અને 6000 જેટલી શાળા બંધ કરવાને લઈને બુધવારે ગુજરાત કોંગ્રેસ દ્વારા ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે બેઠક કરીને રાજ્યપાલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

congress
કોંગ્રેસ
author img

By

Published : Nov 27, 2019, 10:29 PM IST

રાજ્યપાલને આવેદનપત્ર આપ્યા બાદ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારના શાસનમાં રાજ્યમાં બહુધા શિક્ષણ બાદ રોજગારી મેળવી ખુબ મુશ્કેલ થઈ ગઈ છે. સમગ્ર રાજ્યમાં બેરોજગારીની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. સરકારની નીતિઓ રોજગાર આપવાના બદલે તે સિવાયની દિશામાં કામ કરી રહી છે. સરકાર દ્વારા સરકારી નોકરી માટે ભરતી પ્રક્રિયામાં સતત ગેરરિતી, પેપર ફૂટવા, મેરીટમાં ગોલમાલ, 2 વર્ષ સુધી પ્રમાણપત્ર ચકાસણી અને લાખો રૂપિયા પરીક્ષાની ફી ના નામે ઉઘરાવવામાં આવે છે.

વિવિધ મુદ્દાને લઇ કોંગ્રેસે રાજ્યપાલને આવેદનપત્ર પાઠવ્યું

અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, શિક્ષણ લોકોનો મૂળભૂત અધિકાર છે. રાજ્ય સરકાર આવનારા દિવસોમાં 6000 જેટલી શાળાઓ બંધ કરવાની વિચારણા કરી રહી છે. જેને ધ્યાનમાં લઈ રાજ્યપાલ દેવવ્રત આચાર્યને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં રાજ્યપાલે ડેલિગેશન સાથે ચર્ચા કરીને આગળ પગલાં ભરવાની પણ સાંત્વના આપી છે.

રાજ્યપાલને આવેદનપત્ર આપ્યા પહેલાં કોંગ્રેસના ધારાસભ્યોએ ગાંધીનગર ખાતે બેઠક યોજીને સંપૂર્ણ પ્લાન કર્યો હતો. જેમાં, કેવી રીતે અરજી કરવી અને તેમની સાથે કેવી ચર્ચા કરવી, જેવું આયોજન કરીને રાજ્યપાલને આવેદનપત્ર આપ્યું હતું. સાથે જ જો રાજ્ય સરકાર સ્કૂલો બંધ કરવાનો નિર્ણય પાછો નહીં લે અથવા સરકારી નોકરીમાં શૈક્ષણિક લાયકાત સુધારાનો જે નિર્ણય કર્યો છે, તે પાછો નહીં લે તો કોંગ્રેસ આગામી સમયમાં આંદોલન કરશે, એવી ચિમકી ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પ્રમુખ અમિત ચાવડાએ ઉચ્ચારી હતી.

Intro:Approved by panchal sir

ગાંધીનગર : રાજ્યમાં ભાજપ માં સરકાર ની છેલ્લા 25 વર્ષથી સરકાર છે પણ સરકારી નોકરી માં ભ્રષ્ટાચાર, સરકારી નોકરીમાં શેક્ષણિક લાયકાત બદલવા અનેક ફેરફારમાં થયા છે પણ જ્યારે રાજ્ય સરકાર 6000 જેટલી શાળા બંધ કરવાને લઈને આજે સમગ્ર મુદ્દે ગુજરાત કોંગ્રેસ દ્વારા ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે બેઠક કરીને રાજ્યપાલ ને આવેદનપત્ર આપ્યું હતું.
Body:રાજ્યપાલને આવેદનપત્ર આપ્યા બાદ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ભાજપ સરકારના શાસનમાં રાજ્યમાં બહુધા શિક્ષણ બાદ રોજગારી મેળવી અતિ મુશ્કેલ થઈ ગઈ છે સમગ્ર રાજ્યમાં બેરોજગારીની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે ત્યારે સરકારની નીતિઓ રોજગાર આપવાના બદલે સિવાય તે દિશામાં કામ કરી રહી છે સરકારી નોકરી માટે ભરતી પ્રક્રિયામાં સતત ગેર નિધિ પેપર ફૂટવા મેરીટમાં ગોલમાલ ૨ વર્ષ સુધી પ્રમાણપત્ર ચકાસણી અને લાખો રૂપિયા પરીક્ષા ની ફી ના નામે ઉઘરાવવામાં આવે છે તેવા આક્ષેપ કર્યા હતા

બાઈટ... અમિત ચાવડા કોંગ્રેસ પ્રમુખ

અમિત ચાવડા વધુમાં આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે શિક્ષણ એ લોકોની મૂળભૂત અધિકાર છે ત્યારે રાજ્ય સરકાર આવનારા દિવસોમાં ૬૦૦૦ જેટલી શાળાઓ બંધ કરવાનું વિચારણા કરી રહી છે તેને પણ ધ્યાનમાં લઈને આજે રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય ને આવેદનપત્ર આપ્યું હતું જેમાં રાજ્યપાલે ડેલિગેશન સાથે ચર્ચા કરીને આગળ પગલા ભરવાનું પણ સાંત્વના આપી છે..Conclusion:આમ રાજ્યપાલને આવેદનપત્ર આપવા જાય તે પહેલાં કોંગ્રેસના દસથી વધુ કેટલા ધારાસભ્યોએ ગાંધીનગર ખાતે બેઠક યોજીને સંપૂર્ણ પ્લાન કર્યો હતો અને રાજ્યપાલને કઈ રીતની અરજી કરવી તેમની સાથે કેવી ચર્ચા કરવી તેનું પણ અગાઉથી આયોજન કરીને રાજ્યપાલને આવેદનપત્ર આપવા ગયા હતા સાથે જ જો રાજ્ય સરકાર સ્કૂલો બંધ કરવાનો નિર્ણય પાછો લે તથા સરકારી નોકરીમાં જે શૈક્ષણિક લાયકાતઃ સુધારાનો જે નિર્ણય કર્યો છે તે નિર્ણય પણ પાછો નહીં લે તો કોંગ્રેસ આગામી સમયમાં આંદોલન કરશે એવી પણ ચિમકી ગુજરાત કોંગ્રેસ પ્રદેશ ના પ્રમુખ અમિત ચાવડાએ ઉચ્ચારી છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.