ETV Bharat / city

મુખ્યપ્રધાન વિજય રૂપાણી કોરોના પોઝિટિવ, CMનો ચાર્જ કોઈને નહીં સોંપાય: ડેપ્યૂટી CM નીતિન પટેલ - vijay rupani corona

રવિવારે વડોદરામાં ચૂંટણી સભાને સંબોધતી વખતે એકાએક ઢળી પડેલા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનો આજે સોમવારે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમના સિવાય તાજેતરમાં જ યોજાયેલી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં હાજર અન્ય બે નેતાઓનાં રિપોર્ટ પણ પોઝિટિવ આવતા તમામ લોકોની સારવાર શરૂ કરવામાં આવી છે.

CM વિજય રૂપાણી કોરોના પોઝિટિવ
CM વિજય રૂપાણી કોરોના પોઝિટિવ
author img

By

Published : Feb 15, 2021, 3:07 PM IST

Updated : Feb 15, 2021, 7:42 PM IST

  • રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી કોરોના પોઝિટિવ
  • પાર્લમેન્ટરી બોર્ડ ના બીજા 2 સભ્યો પણ પોઝિટિવ
  • ભીખુભાઈ દલસાણિયા અને કચ્છ સાંસદ વિનોદ ચાવડા પણ પોઝિટિવ

ગાંધીનગર : રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પ્રચાર-પ્રસાર જોરશોરથી ચાલી રહ્યો છે. ત્યારે રાજ્યનાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીને રવિવારે વડોદરામાં જાહેર સભાને સંબોધતી વખતે ચક્કર આવ્યા હતા અને ત્યારબાદ તેઓ સભા સ્થળ પર જ લથડી ગયા હતા. ત્યારબાદ તેઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાલમાં તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

મુખ્યપ્રધાને ટ્વીટરના માધ્યમથી આપ્યા સ્વાસ્થ્યના સમાચાર

CM રૂપાણીએ ટ્વીટમાં લખ્યું કે, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. તબિયત સારી છે ઝડપથી સારવાર થઈ રહી છે. છેલ્લા થોડા દિવસોમાં મારા સંપર્કમાં આવેલા લોકોને અપીલ કરું છું કે તેઓ પણ સ્વેચ્છાએ સાવચેતીના ભાગ રૂપે કોવિડ ટેસ્ટ કરાવે.

CM રૂપાણીએ ટ્વીટમાં આપ્યા સ્વાસ્થ્યના સમાચાર

મુખ્યપ્રધાન રૂપાણીની તબિયત સ્થિર: નિતીન પટેલમેડિકલ બુલેટિન જાહેર કરતી વખતે રાજ્યનાં આરોગ્ય પ્રધાન નિતીન પટેલે કહ્યું કે, રાજ્યનાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી કોરોના સંક્રમિત થયા છે અને તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને કોરોનાનાં દર્દી પ્રમાણે ટ્રીટ કરવામાં આવી રહ્યા છે. એક જ સ્પેશીયલ રૂમમાં દિવસમાં બે વખત તેમની તપાસ કરવામાં આવશે. જ્યારે CM તરીકેનો ચાર્જ અન્ય કોઈપણ વ્યક્તિને સોંપવામાં નહીં આવે તેવું પણ સ્પષ્ટપણે જણાવ્યું હતું. આ ઉપરાંત સીએમ વિજય રૂપાણીની તબિયત અત્યારે સ્થિર હોવાનું અને તેઓ ટેલિફોનિક રીતે તમામ લોકો સાથે સંપર્કમાં હોવાનું પણ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું.
ડેપ્યૂટી CM નીતિન પટેલ

પાર્લમેન્ટરી બોર્ડમાં હાજર રહેલા અન્ય 2 નેતાઓ પણ કોરોના પોઝિટિવ

રાજ્યના મુખ્ય પ્રધાન નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, પાર્લામેન્ટરી બોર્ડમાં હાજર રહેલા બીજા અન્ય બે નેતાઓ જેવા કે ભીખુભાઈ દલસાણીયા અને કચ્છના સાંસદ વિનોદ ચાવડાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ બંને નેતાઓને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે.

સતત કામ અને ચૂંટણીની કામગીરીને લઈને તબિયત લથડી

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલનાં જણાવ્યા પ્રમાણે, ચૂંટણી કામગીરી અને સતત કામ ઉપરાંત પાર્લામેન્ટરી બોર્ડની સતત બેઠકોને કારણે અને ચૂંટણી પ્રવાસ તથા જાહેર થવા સતત થઈ રહ્યો હતો અને એક શહેરમાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ચૂંટણીલક્ષી સભાઓ સંબોધી હતી. આમ સતત કામ અને ચૂંટણીના વધુ પડતા પ્રચારને લઈને તેઓની તબિયત લથડી હતી. પરંતુ હવે તેમની તબિયત સુધારા પર છે. જ્યારે સાત દિવસ સુધી તેઓને યુ.એન. મહેતા હોસ્પિટલમાં રાખવામાં આવશે અને કોરોના પ્રોટોકોલ પ્રમાણે તેમની સારવાર પણ કરવામાં આવશે.

CM રૂપાણીને ડાયાબીટીસ કે બ્લડ પ્રેશરની કોઈ તકલીફ નહીં

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી કોરોના સંક્રમિત થયા છે ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને અન્ય બિમારીનાં સંદર્ભમાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે સ્પષ્ટતા કરી હતી કે, સીએમ રૂપાણીને ડાયાબિટીસ અને બીપી જેવી અન્ય કોઈ તકલીફ નથી. તેઓને જરૂર પ્રમાણે દવાઓ પણ આપવામાં આવી રહી છે. જ્યારે દિવસમાં બે વખત જપ પણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણી સાથે પણ ચર્ચા કરવામાં આવી છે અને તેઓની સારવાર સિવિલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે.

વડાપ્રધાન તેમજ ગૃહપ્રધાને ફોન કરીને ખબર અંતર પૂછ્યાં

મુખ્ય પ્રધાન રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે યુ.એન મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. આ અંગેની જાણ થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે વિજય રૂપાણીની તબિયતની ભાળ મેળવવા માટે ફોન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

Last Updated : Feb 15, 2021, 7:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.