- ‘મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના’ના વ્યાપક અમલીકરણ માટે સહકારી બેન્કોને આહ્વાન
- નાના માણસોને ધીરાણ કરવા આગળ આવવા સીએમનું આહ્વાન
- માઇક્રો ફાઇનાન્સ થકી ગ્રામીણ અર્થતંત્રને ધબકતું રાખી ખુશહાલી લાવવાની નેમ
- ગ્રામીણ-શહેરી આર્થિક નબળા વર્ગમાં માઇક્રોફાઇનાન્સનું એક આદર્શ મોડલ ઊભું કરી બતાવીશું
- મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના’માં રાજ્યની 10 લાખ બહેનોને 1 લાખ જૂથ રચી 1000 કરોડનું ધીરાણ આપવાનું લક્ષ્ય
- ગ્રામીણ-શહેરી આર્થિક નબળા વર્ગમાં માઇક્રો ફાઇનાન્સનું એક આદર્શ મોડલ ઊભું કરાશે
ગાંધીનગર : રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે સહકારિતાની સંકલ્પનાનો મૂળમંત્ર નાના માણસોની મદદ કરવાનો છે. આ યોજનાની સફળતાથી આપણે ગ્રામીણ-શહેરી આર્થિક નબળા વર્ગમાં માઇક્રો ફાઇનાન્સનું એક આદર્શ મોડલ ઊભું કરી બતાવીશું. મુખ્યપ્રધાને માઇક્રોફાઇનાન્સથી ગ્રામીણ અર્થતંત્રને ધબકતુ રાખી ખુશહાલી લાવવાની નેમ વ્યક્ત કરી હતી.
- આત્મનિર્ભર ગુજરાત યોજનામાં સહકારી બેંકો નાના માણસોની વેદના સમજી
આત્મનિર્ભર ગુજરાત યોજના બની ત્યારે સ્પષ્ટ હતું કે, આ કામ રાજ્યની સહકારી બેંકો જ કરી શકશે. સહકારી બેંકો ગ્રાહક સાથે આત્મીય સંબંધ ધરાવે છે. સહકારી બેંકોમાં સહકારિતાનો ભાવ, નાના માણસોને મદદ કરવાની લાગણી, નાના માણસોની વેદના-વ્યથા અને તકલીફ સમજી શકવાની ક્ષમતા સવિશેષ જોવા મળે છે. કોરોના જેવી મહામારી સદીમાં એકવાર આવતી હોય છે તેવા સમયે સહકારી બેંકોએ તેમનું સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ નિભાવી જાણ્યું છે. નાના માણસો, છૂટક વેપાર, મજૂરી કરતા, રોજનું કમાઈને રોજ ખાતાં લોકોને સહકારી બેંકોએ 01 થી 2.5 લાખની લોન આપી લોકડાઉનમાં જે આર્થિક ખાંચો પડયો હતો તેને પૂરી આપ્યો છે.
- સહકારી બેકોએ 2500 કરોડનું ધીરાણ આપ્યું
સીએમ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે સહકારી બેંકોએ રાજ્યના અઢી લાખ લોકોને કુલ 2500 કરોડનું ધીરાણ આપ્યું છે. ‘મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના’ માં રાજ્યની 10 લાખ બહેનોને 1 લાખ જૂથ રચી 1000 કરોડનું ધીરાણ આપવાનૂં લક્ષ્ય છે. યોજનામાં નક્કી કર્યું કે જૂથની રચના થાય-નોંધાય એ સાથે જ ખાતામાં પૈસા જમા થાય. જેમ એમ.એસ.એમ.ઇ. માટે પહેલા પ્રોડક્શન પછી પરમિશન. તે રીતે મહિલા જૂથોને આર્થિક સહાય માટે પણ આપણે પ્રોએક્ટિવ અભિગમ અપનાવ્યો છે.
મુખ્ય રૂપાણીએ સહકારી બેંકના ચેરમેનો સાથેની બેઠકમાં કહ્યુંઃ આર્થિક નબળા વર્ગમાં માઇક્રો ફાઇનાન્સનું આદર્શ મોડલ ઊભું કરીશું - Bank
ગુજરાત રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર સહકારી બેંકોને ધિરાણ આપવા માટેની 6 ટકા સબસિડી મળી છે. ‘મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના’ થકી રાજ્યની સહકારી બેંકો પોતાના વિસ્તારમાં આવા મહિલા સભ્યોની સંખ્યા વધારી શકશે, નાના માણસોની મદદ કરી શકશે અને મહિલા જુથોને 0 ટકા વ્યાજે લોન મળતી થશે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ‘મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના’ની સમજ અને અમલીકરણ માટેની ગાંધીનગર ખાતે આયોજીત બેઠકમાં સહકારી બેન્કોને નાના માણસોને ધીરાણ આપવા માટે આગળ આવવા હાકલ કરી હતી.
સીએમ રૂપાણીએ સહકારી બેંકના ચેરમેનો સાથેની બેઠકમાં કહ્યુંઃ આર્થિક નબળા વર્ગમાં માઇક્રો ફાઇનાન્સનું આદર્શ મોડલ ઊભું કરી બતાવીશું