ગાંધીનગર: રાજ્ય સરકારે લોકડાઉન દરમિયાન થયેલા નુકસાન અને અર્થતંત્રને પાટા પર લાવવા માટે ઇકોનોમિક રિવાઇવલ માટેની ડૉ.હસમુખ અઢિયા કમિટી જેમ ડૉક્ટર્સનું એકસપર્ટ ગૃપ બનાવ્યું છે. જે કોવિડ-19ને લગતી પબ્લિક હેલ્થ સિસ્ટમ, હેલ્થ ફેસેલીટીઝ, સારવાર અને પ્રોટોકોલના ક્ષેત્ર માટે કાર્યરત રહેશે. આ એકસપર્ટ ગૃપ સમયાંતરે તેનો ભલામણ અહેવાલ રાજ્ય સરકારને આપશે અને આ ભલામણોના આધારે રાજ્ય સરકાર રણનીતિ નક્કી કરશે.
આ એકસપર્ટ ગૃપ ઓફ ડૉક્ટર્સમાં ખ્યાતનામ ડૉક્ટર્સ ડૉ.અતુલ પટેલ, ડૉ. તુષાર પટેલ, ડૉ.આર. કે. પટેલ, ડૉ.તેજસ પટેલ, ડૉ.મહર્ષિ, ડૉ.દિલીપ માવલંકર, ડૉ.પંકજ શાહ, ડૉ.અમીબહેન પરીખ અને ડૉ.વી.એન.શાહ સમેલ છે. આ ગૃપના કન્વીનર તરીકે આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિની નિમણૂક કરવામાં આવી છે.
મુખ્યપ્રધાન રૂપાણીએ આ ટીમ સાથે મંગળવારે બેઠક યોજી હતી. જેમાં આરોગય અગ્રસચિવ ડૉ. જ્યંતિ રવિએ કોરોના સામે રાજ્ય સરકારે હાથ ધરેલા ઉપાયો, સારવાર તથા અન્ય સર્વગ્રાહી બાબતોનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.