ગાંધીનગર : વિધાનસભા ગૃહ રાજ્ય સરકારે બહુમતીના જોરે શહેરી વિસ્તારમાં ઢોર નિયંત્રણ કાયદો (Cattle Control Law) પસાર કર્યો હતો. જેના વિરોધમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં માલધારી સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતા. સાથે જ ગાંધીનગર 31 જેટલા માલધારીઓએ ઇચ્છામૃત્યુની અરજી પણ કલેક્ટર કચેરીએ કરી છે. ત્યારે રાજ્ય સરકારે હવે આ કાયદામાં સુધારા વધારા કરવાનું ફરીથી વચન આપ્યું છે. તેને લઈને માલધારી સમાજ સાથેની આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ હવે આવતીકાલે (ગુરૂવારે) આ બેઠક યોજાય તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે.
આજે યોજાવાની હતી - 6 એપ્રિલ બુધવારના બપોરના બે વાગ્યાની આસપાસ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાન ખાતે માલધારી સમાજના આગેવાનો સાથે બેઠક યોજાવાની હતી. સત્તાવાર રીતે માલધારી સમાજના આગેવાનો એ સોમવારે જાહેરાત કરી હતી કે, બુધવારે કાયદા બાબતે ફરીથી બેઠક યોજાશે. પરંતુ આજે (6 એપ્રિલ) ભાજપ સ્થાપના દિન (BJP Founding Day) હોવાના લીધે મુખ્યપ્રધાન અમદાવાદમાં સતત કાર્યક્રમમાં વ્યસ્ત હોવાના કારણે આ બેઠક રદ (Gandhinagar Maldhari Community Meeting) કરાઈ હોવાની પણ વાત સામે આવી છે.
આ પણ વાંચો : Gujarat Cabinet Meeting: 15 દિવસમાં બજેટના નાણા રિલીઝ કરવા સૂચના, માલધારી સમાજ સાથે CM કરશે બેઠક
હવે 7 એપ્રિલના દિવસે બેઠક - મહત્વની વાત કરવા આવે તો રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ પણ કેબિનેટ મીટિંગમાં સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે, 6 એપ્રિલના દિવસે બેઠક (Maldhari Samaj with CM Bhupendra Patel) યોજાશે. પરંતુ સ્થાપના દિન કારણે આ બેઠક રદ કરવામાં આવી છે. ત્યારે હવે મળતી માહિતી મુજબ 7 એપ્રિલના રોજ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાન ખાતે બેઠક યોજાશે. જ્યારે સોમવારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ કાયદામાં સુધારો વધારો (Increase Amendments to Maldhari Act) થાય તેવી સાંત્વના માલધારી સમાજના આગેવાનોને આપવામાં આવી હતી.
આ પણ વાંચો : સુરતમાં માલધારી સમાજે રાજ્ય સરકાર દ્વારા પશુ ઉપર લગાવવામાં આવેલ કાયદાનો કર્યો વિરોધ
દંડની રકમમાં ઘટાડો થાય તેવી શક્યતાઓ - વિધાનસભા ગૃહમાં (Cattle Control Law in Assembly) રજૂ થયેલા બિલ પ્રમાણે જાહેરમાં ઘાસ ચારો આપવામાં આવે તો તેવી ગાયના માલિકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની કડક સૂચના આપવામાં આવી છે. જ્યારે આવી ઘટનામાં 10,000 રૂપિયાની ઓછો દંડ, પરંતુ 25,000 થી વધુ દંડ નહીં હોવાની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે લાયસન્સ વગર અને ઢોરમાં કોઈ લેબલ નહિ લગાવેલા હોય તો 5000 થી ઓછો નહિ અને 10,000 થી વધુ દંડ નહિ લેવાની જોગવાઈ બીલમાં કરવામાં આવી છે. જ્યારે આ તમામ બાબતો પર માલધારીઓને લાઇસન્સ લેવાની કાર્યવાહી પ્રક્રિયામાં મહદંશે છૂટછાટ આપવામાં આવે તેવી શક્યતાઓ છે.