ગાંધીનગર: શહેરમાં આંતરરાષ્ટ્રિય મહિલા દિવસના ઉપલક્ષ્યમાં આયોજિત સમારોહમાં CM ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા. તેમણે "સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના’’ (Nutritious mother healthy child plan)દ્વારા કુપોષણ દૂર કરી ગુજરાતની આવતીકાલ પોષણ સમૃદ્ધ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ વર્ષે મહિલા બાળ કલ્યાણ વિભાગના (Child Welfare Department)બજેટમાં 42 ટકાના ધરખમ વધારા સાથે 4976 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ વર્ષે મહિલા બાળ કલ્યાણ વિભાગના(Department of Women and Child Welfare) બજેટમાં 42 ટકાના ધરખમ વધારા સાથે 4976 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જ્યારે મહિલા વિકાસ પુરસ્કાર માતા યશોદા પુરસ્કાર ગંગા સ્વરૂપ માતા સન્માન કરવા સાથે રૂપિયા 4 કરોડ 97 લાખના ખર્ચે તૈયાર થયેલી 72 આંગણવાડીના ઈ લોકાર્પણ તથા રૂપિયા 2 કરોડ 61 લાખના ખર્ચે નિર્માણ થનારી 23 આંગણવાડીના ઈ ખાતમૂર્હત પૂરા કરવામાં આવ્યા છે.
આંગણવાડી અને તેડાગર બહેનોને પુરસ્કારથી સન્માનિત
મુખ્ય પ્રધાન દ્વારા ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રિય મહિલા દિવસના ઉપલક્ષ્યમાં આયોજિત સમારોહમાં વર્ષ 2020-21 અને 2021-22ના ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર, આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને માતા યશોદા પુરસ્કાર અંતર્ગત રોકડ પુરસ્કાર, શોલ અને પ્રમાણપત્ર અર્પણ કર્યા હતા. તેમણે મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી શ્રીમતી મનિષાબહેન વકીલ, આરોગ્ય રાજ્યમંત્રી નિમિષાબહેન સુથારની ઉપસ્થિતીમાં આ સમારોહમાં ગંગા સ્વરૂપા માતાઓનું સન્માન, વહાલી દિકરી યોજનાના કુલ 1.10 લાખના મંજૂરી સહાય હુકમ વિતરણ તેમજ મહિલા સ્વાવલંબન યોજનાની (Mahila Swavalamban Yojana) લાભાર્થી બહેનોને સહાયના ચેક પણ આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: International Women's Day: માતા વિહોણા અને પ્રિમેચ્યોર બાળકો માટે સુરતની આ નર્સ પોતાનું મિલ્ક ડોનેટ કરે છે
સગર્ભા ધાત્રી મહિલાનો 1 હજાર દિવસ કાળજી રાખવાનો અભિગમ
માતા બહેનોના સ્વાસ્થ્યની રક્ષા માટેના આરોગ્યલક્ષી કાર્યક્રમો અન્વયે કુપોષણમુકત ઉજ્જવળ આવતીકાલના નિર્માણના ધ્યેય સાથે રાજ્ય સરકારે સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના શરૂ કરવાનું આ બજેટમાં પ્રાવધાન આપવામાં આવ્યું છે. માતૃશક્તિ સ્વયં સ્વસ્થ, તંદુરસ્ત અને સુપોષિત રહે તો તેના હાથમાં ઘડાયેલી પેઢીઓ પણ સક્ષમ સમર્થ બને તે માટે સગર્ભા ધાત્રી માતાઓની 1,000 દિવસની કાળજીનો અભિગમ સરકારે અપનાવ્યો છે. માતા બહેનોને 1,000 દિવસ સુધી દર મહિને 1 કિલો તુવેર દાળ, 2 કિલો ચણા અને 1 લિટર તેલ વિનામૂલ્યે આપવાની જાહેરાત કરી છે.
કચ્છની દીકરીને બિરદાવતા મુખ્યપ્રધાન
આંતરરાષ્ટ્રિય મહિલા દિવસની આ ગૌરવ ઉજવણી અવસરે તાજેતરના ભૂતકાળમાં પેરા ઓલિમ્પિકસમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરનારી 6 દિકરીઓની સિદ્ધિ ગાથા તથા યુક્રેન-રશિયા યુદ્ધની પ્રવર્તમાન સ્થિતીમાં ભારતીયોને ‘ઓપરેશન ગંગા’ (Operation Ganga)અન્વયે ફલાઇટમાં સહિ સલામત સ્વદેશ પરત લાવનારી કચ્છની પાયલટ દિકરી દિશા ગડાની સફળતાને પણ બિરદાવી હતી.
આ પણ વાંચો: Operation Ganga Ukraine: યુક્રેનથી ડીસાનો યુવક ઘરે પરત આવતા પરિવારમાં ખુશી જોવા મળી