જૂનાગઢ: ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાના 5 દિવસો દરમિયાન 108 ઈમર્જન્સી સેવા દ્વારા કુલ 562 જેટલા કેસ હેન્ડલ કર્યા છે. જેમાં હૃદય રોગ અને મગજને લગતી સમસ્યા મેડિકલ ઈમર્જન્સી અને વિચ્છીના ડંખ બાદ તમામ દર્દીઓને સુરક્ષિત રીતે હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા હતા.
પરિક્રમા દરમિયાન 108 એ કેટલા કેસ હેન્ડલ કર્યા: ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા પૂર્ણ થઈ છે. અગિયારસથી પૂનમ સુધી 5 દિવસો દરમિયાન પરિક્રમામાં આવેલા પરિક્રમાર્થીઓને પરિક્રમા પથ અને ભવનાથ તેમજ જૂનાગઢ વિસ્તારમાં મેડિકલ જરૂરિયાત ઊભી થઈ હતી. જેને પહોંચી વળવા માટે 108 ઈમર્જન્સી સેવા દ્વારા કુલ 562 જેટલા ઇમર્જન્સી કેસને હેન્ડલ કરવામાં આવ્યા હતા. જેમાં હૃદય સંબંધી મગજ મેડિકલ ઈમર્જન્સી અને વિચ્છીના ડંખ મારવાની સાથે અન્ય બીમારીના કિસ્સામાં દર્દીઓને સુરક્ષિત રીતે સમય રહેતા હોસ્પિટલે પહોંચાડીને તેમનો જીવ બચાવવામાં મદદરૂપ થયા છે.
8 એમ્બ્યુલન્સ સેવા સતત કાર્યરત: જૂનાગઢ જિલ્લાને ફાળવવામાં આવેલી 16 ઇમર્જન્સી 108 એમ્બ્યુલન્સ વાહન પૈકી 8 વાહનોને પરિક્રમા દરમિયાન ભવનાથ પોલીસ સ્ટેશન પાર્કિંગ અને ભવનાથ ગેટની સાથે મેંદપરા નજીક, રામનાથ મંદિર બીલખા નજીક, રામનાથ મંદિર જૂનાગઢના કાળવા ચોક રેલવે સ્ટેશન અને વંથલી બાયપાસ નજીક સ્ટેન્ડ બાય રાખીને કોઈપણ ઈમર્જન્સી પરિસ્થિતિમાં દર્દીને હોસ્પિટલે પહોંચાડવામાં આ મદદરૂપ બની છે.
દર્દીઓને તબીબી સવલતો પૂરી પડાઇ: જે પૈકી પરિક્રમા દરમિયાન 11 દર્દીઓને હૃદય સંબંધી બીમારી, 26 દર્દીઓને મગજ સંબંધી બીમારી, ઈમર્જન્સીમાં તબિયત બગડતા 38 જેટલા દર્દીઓ તેમજ જંગલી વિચ્છીના ડંખથી 3 દર્દી અને અન્ય રીતે બીમાર પડેલા 11 દર્દીઓને પરિક્રમાના માર્ગ પરથી જૂનાગઢ સિવિલ ભેંસાણ અને ભવનાથ CHCમાં સુરક્ષિત રીતે પહોંચાડીને તબીબી સવલતો પૂરી પડાઈ હતી.
લીલી પરિક્રમામાં 108ની અવિરત સેવા: જૂનાગઢ જિલ્લા 108 ઓપરેશન મેનેજર મહેન્દ્રસિંહ ચૌહાણે વિગતો આપતા જણાવ્યું હતું કે, પરિક્રમામાં બીમાર પડેલા 77 દર્દીને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ 07 દર્દીઓને ભેંસાણ CHC અને 05 દર્દીઓને ભવનાથ UPHC આરોગ્ય કેન્દ્રમાં મોકલીને તેમને સમયસર તબીબી સવલતો મળી રહે તે માટે 108 એ 5 દિવસ દરમિયાન અવિરત અને 24 કલાક સેવાઓ આપી છે.
આ પણ વાંચો: