ETV Bharat / city

CM પટેલ અને પાટીલે ભરોસાની ભાજપ સરકાર LED રથનું કરાવ્યું પ્રસ્થાન, રાજ્યભરમાં વિકાસકામોની અપાશે માહિતી

author img

By

Published : Oct 12, 2022, 10:30 AM IST

ભાજપે હવે ચૂંટણી પ્રચાર તેજ કરી (Gujarat BJP Election Campaign) દીધો છે. ત્યારે હવે ગાંધીનગર કમલમ્ ખાતેથી (kamalam bjp office) 50થી વધુ ભરોસાની ભાજપ સરકાર LED રથનું પ્રસ્થાન (Bharosa ni Bhajap Sarkar LED Rath ) કરાવવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે (CR Patil) રથને લીલી ઝંડી બતાવી હતી.

CM પટેલ અને પાટીલે ભરોસાની ભાજપ સરકાર LED રથનું કરાવ્યું પ્રસ્થાન, રાજ્યભરમાં વિકાસકામોની અપાશે માહિતી
CM પટેલ અને પાટીલે ભરોસાની ભાજપ સરકાર LED રથનું કરાવ્યું પ્રસ્થાન, રાજ્યભરમાં વિકાસકામોની અપાશે માહિતી

ગાંધીનગર આ મહિનાના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat Elections) સત્તાવાર જાહેરાત થઈ શકે છે. ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીની તૈયારીઓ (Election Preparation) શરૂ કરી દેવામાં આવી છે ત્યારે ભાજપે (Gujarat BJP Election Campaign) પણ હવે 50થી વધુ ભરોસાની ભાજપ સરકાર LED રથનું પ્રસ્થાન (Bharosa ni Bhajap Sarkar LED Rath) કરાવ્યું હતું. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે (CR Patil) આ રથને લીલી ઝંડી આપી હતી. જોકે, આ તમામ રથ મહારાષ્ટ્ર પાસિંગના હતા.

મહારાષ્ટ્ર પાસિંગના રથ

મહારાષ્ટ્ર પાસિંગના રથ ગુજરાત ભાજપની મુખ્ય કાર્યાલય કમલમ્ ખાતેથી (kamalam bjp office) આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે (CR Patil) 50થી વધુ એલઇડીની સુવિધા ધરાવતા રથનો પ્રારંભ કરાવ્યો હતો. ભાજપ પક્ષ દ્વારા જે વાહન ઉપર રથ તૈયાર કરવામાં આવ્યો છે. તે તમામ વાહનો મહારાષ્ટ્ર અને રાજસ્થાનના પાસિંગના જોવા મળ્યા છે.

ગુજરાતની ગાડીઓનો પણ કરાશે ઉપયોગ આમ, ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Elections) છે, પરંતુ ગુજરાતના પાડોશી રાજ્ય એવા રાજસ્થાન અને મહારાષ્ટ્રના વાહનોનો ઉપયોગ ભાજપ પક્ષ દ્વારા પ્રચાર પ્રસારના રથ તરીકે કરવામાં આવ્યો છે. જ્યારે આ બાબતે પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝાડફિયાએ (gordhan zadaphia) ETV Bharatને જણાવ્યું હતું કે, ફક્ત 30 જેટલી જ ગાડીઓ મહારાષ્ટ્ર થી આવી છે. બાકી ગુજરાતની ગાડીઓ ઉપયોગ કરીશું.

182 વિધાનસભા વિસ્તારમાં ફરશે રથ ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ (gordhan zadaphia) મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભાજપ પક્ષ દ્વારા હવે ઇલેક્શનને ધ્યાનમાં લઈને યાત્રાઓ શરૂ કરવામાં આવી છેય જ્યારે આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે (CR Patil) 50થી વધુ એલઇડી રથનું પ્રસ્થાન કરાવ્યું છે. આગામી દિવસોમાં રાજકોટ, સુરત અને ઉત્તર ગુજરાતમાંથી પણ આવા તબક્કા વાર રથનું પ્રસ્થાન કરાવવામાં આવશે. કુલ 182 જેટલા એલઇડી રથો ગુજરાત વિધાનસભાની 182 અલગ અલગ બેઠકો ઉપર ભાજપ સરકાર અને ભાજપ પક્ષની કામગીરીથી લોકોને વાકેફ કરશે.

કામોની આપશે માહિતી આ એલઇડી રથ 144 વિધાનસભા વિસ્તાર કે, જે રાજ્યનો ગ્રામ્ય વિસ્તાર છે. તે તમામ જગ્યા ઉપર ફરશે અને રાજ્ય સરકારે કરેલા કામોની માહિતી આપશે. આ ઉપરાંત વિધાનસભા વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપ પક્ષ દ્વારા જે મેનિફેસ્ટો બહાર પાડવામાં આવ્યો હતો. તે પૈકી કેટલા કામ કરવામાં આવ્યા છે. તે બાબતની જાણકારી આપતો હિસાબ કિતાબ નો એક વિડિયો પણ લોકો સમક્ષ રજૂ કરવામાં આવશે.

નવું સૂત્ર આપવામાં આવ્યું ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Elections) ભાજપ પક્ષ દ્વારા વર્ષ 2022ની ચૂંટણી અંતર્ગત ભરોસાની ભાજપ સરકાર (Bharosa ni Bhajap Sarkar LED Rath) સૂત્ર આપવામાં આવ્યું છે. આમ, વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત છે મક્કમ ભાજપ સાથે અધિખમ જેવા સૂત્ર આપવામાં આવ્યા હતા. જ્યારે છેલ્લા 22 વર્ષથી ભાજપની સરકાર છે. ત્યારે વોચ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપ પક્ષનો વિજય થાય તેને ધ્યાનમાં લઈને ભાજપ પક્ષ દ્વારા ભડોસાની ભાજપ સરકારનું સૂત્ર આપવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.