ETV Bharat / city

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતની જનતાને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી - BJP leader sends happy Diwali

હંમેશા ગુજરાતી જનતાની દિલની નજીકમાં રહેલા અને જનતાના પ્રશ્નોને વાચા આપતા વેબ ન્યૂઝ પોર્ટલ ETV BHARATના માધ્યમથી મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતની જનતાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતના સૌ નાગરિક ભાઇ-બહેનો અને દેશ-વિદેશમાં વસેલા ગુજરાતી પરિવારોને દિપાવલી પર્વ અને વિક્રમ સંવતના નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવી છે.

વિજય રૂપાણી
વિજય રૂપાણી
author img

By

Published : Nov 14, 2020, 12:16 AM IST

Updated : Nov 16, 2020, 12:24 PM IST

  • CM રૂપાણીનો શુભેચ્છા સંદેશ
  • સુખ-સમૃદ્ધિ-સ્વાસ્થ્ય-વિકાસના ઓજ તેજ પ્રસરાવીએ
  • દિપાવલી પર્વ સંયમ સાથે ઉજવીએ, કોરોનાથી દૂર રહીએ, નિયમોનું પાલન કરીએ
  • હારશે કોરોના જિતશે ગુજરાતનો સંકલ્પ નૂતન વર્ષે ચરિતાર્થ કરીએ

ગાંધીનગર: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શુભેચ્છાઓ પાાઠવતા જણાવ્યું છે કે, પર્વો, ઉત્સવો, તહેવારો ઉમંગ અને ઉલ્લાસ સાથોસાથ સમાજિક જીવનમાં નવી તાજગી અને ચેતનાનો સંચાર કરતા હોય છે. આ સાથે વિજય રૂપાણીએ દિપાવલીના પર્વને અંધકારથી પ્રકાશ અને ઊજાસ તરફના પ્રયાણ પર્વ વર્ણવતા આ ઊજાસ પર્વ સૌના અંતરમનના તિમિર દૂર કરી સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય સુખાકારી અને વિકાસના ઓજ તેજ પ્રત્યેકના જીવનમાં પ્રગટાવે તેવી મંગલ કામનાઓ વ્યકત કરી છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતની જનતાને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી

કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરીએ

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિક્રમ સંવતનું નૂતન વર્ષ સૌ માટે ખૂબ સમૃદ્ધિવાળું નીવડે તેવી શુભેચ્છા આપતા સ્પષ્ટપણે જણાવ્યું કે, કોરોનાની મહામારી વચ્ચે આપણે સૌ નિયમોનું પાલન કરી દિપાવલી પર્વ ઉજવીએ. વિજય રૂપાણીએ સંયમ સાથે ઉત્સવો ઉજવવા અને સાથોસાથ કોરોનાથી દૂર રહેવા હાર્દભરી અપીલ કરતા માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, દો ગજ કી દૂરી જેવા નિયમોનું પાલન કરવા માટે અનુરોધ કર્યો છે.

'હારશે કોરોના, જીતશે ગુજરાત'નો સંકલ્પ કરીએ

વિજય રૂપાણીએ હારશે કોરોના, જિતશે ગુજરાતનો સંકલ્પ નૂતન વર્ષે ચરિતાર્થ કરવાની પ્રેરણા આપતા સૌને દિવાળી અને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે.

Last Updated : Nov 16, 2020, 12:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.