- આજે 26 નવેમ્બર બંધારણ દિવસની ઉજવણી કરાઈ
- રાષ્ટ્રપતિએ નવી દિલ્હીથી વિડીયો લિંક દ્વારા બંધારણના આમુખનું સમૂહ પઠન કરાવ્યું
- લોકતંત્રમાં સંવિધાન-બંધારણને સર્વોપરી, તેની રક્ષા આપણું કર્તવ્ય
અમદાવાદઃ રાજ્યમાં વધતા કોરોના વચ્ચે રાત્રિ કરફ્યૂ લાદવામાં આવ્યો છે. પરંતુ તે બાદ સોશિયલ મીડિયામાં ચર્ચાઇ રહ્યું હતું કે રાજ્યમાં ફરીથી લોકડાઉન આવી શકે છે. આ વચ્ચે CM વિજય રૂપાણીએ મોટું નિવેદન આપ્યું છે. ગુજરાતમાં કરફ્યૂ અને લોકડાઉનની સ્થિતિ અંગે CM રૂપાણીએ જણાવ્યું હતુ કે, હાલ કરફ્યૂ બાબતમાં 4 મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ છે. કોરોનાએ મહામારીને રોકવા સરકાર પૂરેપૂરી રીતે કટિબદ્ધ છે. ઓછામાં ઓછા લોકો સંક્રમિત થાય અને લોકો ને સરરવાર મળે લોકો સજા થાય. જે અંગે થઈ રાજ્યના ચાર મોટા શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાતના નવથી સવારના છ વાગ્યા સુધીનો કરફ્યુ યથાવત રહેશે. તેમણે જણાવ્યું હતું કે લોકોને સારવાર આપવા પર વધારે પ્રમાણમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. કોરોનાનો કોઈપણ દર્દી સારવાર વગર ન રહી જાય તેની તકેદારી લેવામાં આવશે.
- સરકારે તૈયાર કર્યો છે માસ્ટર સ્ટોક, કોરોનાની સ્થિતિ વકરે ત્યારે ઉચિત નિર્ણય કરીશું - CM
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે વધુને વધુ લોકોને કોરોનાની સારવારમાં આવરી લેવામાં આવશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે હાલમાં રાત્રિ કરફ્યુ જ રાખવાનો છે. વધુ એક વીકેન્ડ લોકડાઉન લાદવાનું કોઈ આયોજન નથી. હાલમાં તેમને રાત્રિ કરફ્યુ દ્વારા કોરોના અંકુશમાં આવી જશે તેવો વિશ્વાસ છે. તેમણે લોકોને અફવાઓથી દૂર રહેવાનો અને તેના પર વિશ્વાસ ન કરવા કહ્યુ હતુ. તેમણે જણાવ્યું હતું કે કોરોનાના મોરચે જે રીતે પણ સ્થિતિ હશે તે મુજબ સરકાર નિર્ણય લેશે. તેની સાથે તેમણે લોકોને સાવચેત રહેવા, માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે હાલમાં તો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન જ સૌથી મોટી સુરક્ષા છે. રાજ્યમાં કોઇ પરિસ્થિતિ કોઈ ખરાબ નથી. તેમજ સરકારે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. કોઈએ ગભરાવાની જરૂર નથી. લોકો માસ્ક પહેરે, SOP નું પાલન કરે એ જરૂરી છે. કોઈ લોકડાઉન આવવાનું નથી. કોરોનાની સ્થિતી વકરે ત્યારે ઉચિત નિર્ણય કરીશું. લોકો એ અફવામાં આવવું નહીં. લોકો સાવચેતી રાખે. લોકોની સલામતીની જવાબદારી અમારી છે. તેમ જ દિવસે કરફ્યૂ લાદવાની કોઇ વિચારણા નથી.
- તબક્કાવાર કોરોના રસીનું વિતરણ કરવામાં આવશેઃ CM
આ સિવાય અત્યારે વેકસીનની ટ્રાયલ છે. રાજ્યમાં 1000થી વધુ લોકો પર ટ્રાયલ થવાની છે. વેકસીન ડિસ્ટ્રીબ્યુશન અંગે વડાપ્રધાનને મુખ્યપ્રધાન પાસેથી મંતવ્યો મંગાવ્યાં હતાં. તેનું આયોજન થઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર નક્કી કરશે તે મુજબ આગળ વધીશુ. હાલ ઉત્પાદન 4 તબક્કામાં રસીનું વિતરણ થશે. જેમા ફ્રન્ટ લાઈન વોરિયર્સને પ્રથમ વેકસીન અપાશે. તે બાદ બીજા તબક્કામાં કોરોના વોરિયર્સ સફાઈ કામદાર રેવન્યુ સ્ટાફ અને પોલીસને અપાશે. ત્રીજા તબક્કામાં 50 વર્ષથી વધુના લોકોને અપાશે, ચોથા તબક્કામાં 50 વર્ષથી નીચેના અને જે કોમોરબીડ હોય તેમને અપાશે.
- વીક એન્ડ કરફ્યૂની વાત અફવા
ઉલ્લેખનીય છે કે ગઈકાલે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ લોકોને અફવાઓથી ન દોરવાઈ જવા કહ્યુ હતુ. તેની સાથે વીકેન્ડ કરફ્યુની વાત નકારી હતી અને ફક્ત રાત્રિ કરફ્યુ અને તે પણ આ ચાર શહેરોમાં જ રહેશે તેમ કહ્યું હતું. નીતિન પટેલે કહ્યુ કે, અમદાવાદ, વડોદરા,સુરત અને રાજકોટમાં વીકએન્ડ કરફ્યૂ નહી લાગે. જરૂરિયાત પ્રમાણે નિર્ણય લેવાશે. નીતિન પટેલે કહ્યુ કે, નાના લોકોના ધંધાનું પણ વિચારવાનું હોય છે માટે આવી કોઇ અફવામાં તમારે ન આવવું જોઇએ. નીતિન પટેલે કહ્યુ કે ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ ચાલુ રહેશે. તમિલનાડુ-દિલ્હી કરતાં સ્થિતિ સારી છે. બીજા રાજ્યો કરતાં ગુજરાતની સ્થિતિ સારી છે.